________________
[14] સોલાક : તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાહાકદેવી તથા ધોલ્હીદેવી નામે સંતાનો હતાં. ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. વાલ્લાકના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદિવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની હતાં. આદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા દીધી. તેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું. તે વિદુષી હતી. (સં. ૧૩૧૩, ૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં. ૧૩૧૩ના ચૈત્ર સુદ ૮ ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ મંત્રીના રાજ્યકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલનો પુત્ર શ્રી કુમાર અને તેની બીજી પત્ની પાશ્રીએ “જ્ઞાનપંચમીની કથા” લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી.
આહs : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પદ્મસિંહની પુત્રી ભાવસુંદરી કીર્તિ ગણિની શિષ્યા બની હતી.
આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ ના માગશર વદિ ૧૦ના રોજ પાલનપુરમાં હતી.
બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ કપર્દિની પુત્રી રામયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી.
આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને બીજાં સાધુ-સાધ્વી હતાં.
આ. મેરૂતુંગસૂરિ : આ. મેતુંગસૂરિના પરિવારમાં સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ હતો.
આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ “શ્રી શાંતિનાથચરિત્ર, સુરપ્રિયચરિત્ર, વિવિધ છંદોમાં ચિત્રમય જિનસ્તોત્રો તેમ જ ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામમય સ્તવન”ની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં.
ભ. સંયમરત્નસૂરિ : આ સમયે આગમગચ્છની લઘુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની સહમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. ૧૬૪૯ ને આસો સુદ ૩ ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો.
દેમતી ગણિની આર્યા પદ્મશ્રી : પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦પની સાધ્વીજી દેમતી ગણિનીની મૂર્તિ વિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા નંદાણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના દેરાસરમાં સં. ૧૨૯૮ની આયાં પદ્મશ્રીની પ્રતિમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org