________________ (6) શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. છે. બીજે સાધુધર્મ ક્ષાંતિ વિગેરે ભેદવડે દશ પ્રકારનો છે, તે પાંચ મહાવ્રતાવડે શુદ્ધ (અતિચાર રહિત) પાલન કર્યો હોય તે તે ભવને વિષે પણ મેક્ષ આપે છે. આ સમગ્ર એટલે બન્ને પ્રકારનો જેનધર્મ તેનું ફળ જાણુ વાથી આત્મામાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે, અને તે કથાને ઉપક્ષેપ, ફળ પ્રાયે દષ્ટાંતથી હૃદયમાં ફૂટ રીતે ભાસે ' છે. તેથી કેવળજ્ઞાની થયેલા એવા શ્રી જયાનંદ રાજર્ષિનું કાંઇક–સંક્ષિપ્ત ચરિત્ર ભવ્ય પ્રાણીઓના બંધને માટે અહીં કહેવાય છે. તે શ્રી જયાનંદ કેવળીએ પૂર્વ ભવમાં પોતાની પ્રિયા સહિત જેવી રીતે સમકિત અને દાન, શીળાદિક સહિત શ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તથા ત્યાંથી સ્વર્ગલકમી પામીને પછી મેટું રાજ્ય, દેવાદિકની સહાય તથા વિપત્તિ રહિત એકલી સંપત્તિને જે રીતે પામ્યા હતા તે સર્વે અહીં કહેવામાં આવશે. કથા પ્રારંભ. લાખ એજનના વિસ્તારવાળો અને પ્રશસ્ત લશ્મીવાળો તથા સત્પષ્યનાં સ્થાનરૂપ બુદ્વીપ નામે દ્વીપ છે. જબૂદ્વીપ. તે શ્રાવકની જેમ સુવૃત્ત છે અને લક્ષ્મીવડે સાત ક્ષેત્રનું પોષણ કરે છે. આ દ્વીપ સર્વ દ્વીપને વિષે મુખ્ય છે (મધ્યમાં છે, તેથી વિધાતાએ તેની ઉપર તારારૂપી મેતીથી શોભતું મેરૂપર્વતરૂપી દંડવાળું આકાશરૂપ છત્ર ધારણ કર્યું છે. આ જંબુદ્વીપે પિતાની લક્ષ્મીવડે બાકીના 1 ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લભતા, તપ, સંયમ ( અહિંસા ત્યાગ,) સત્ય, શૌચ, અચૌર્ય, અકિંચન અને બ્રહ્મચર્ય એ દશ પ્રકાર સમજવા. 2 જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે, શ્રાવક સદાચારવાળો હોય છે. 3 જંબુકીપમાં ભરત, ઐરાવત, હૈમવંત, હૃરણ્યવંત, હરિવર્ષ, રમ્યક ને મહાવિદેહ–એ સાત ક્ષેત્રો છે. શ્રાવકને પિષણ કરવા લાયક દૈત્ય, પ્રતિમા, જ્ઞાન અને ચતુવિધ સંઘ એ સાત ક્ષેત્ર છે. ' . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust