________________ ધર્મ તથા તેના પ્રકાર. જાણ્યા વિના તેને વિષે શ્રદ્ધા પણ થઈ શકતી નથી. જેમ નાળિયેર નામના દ્વીપના રહીશ કે નાળિયેરને જ ખાનારા હોય છે, તેમને અન્નનું જ્ઞાન નહીં હોવાથી તેમને તે ખાવાની શ્રદ્ધા કે ઈચ્છા થઈ શકતી નથી. શાસ્ત્રમાં શ્રદ્ધાને જ સમતિના નિર્દોષ બીજરૂપ કહેલી છે, કારણ કે ધર્મના ચાર મુખ્ય અંગેને વિષે આ શ્રદ્ધાને જ ઉત્તમ કહી છે. તેથી કરીને શ્રદ્ધાથી કરેલું ધર્મનું અનુષ્ઠાન જ સિદ્ધિને માટે થાય છે, કેમકે કારણનું કોઈપણ અંગ ન્યૂન હોય તે કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. દુનિયામાં ધર્મ ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે, તેમાં પણ જે ધર્મનું મૂળ સર્વજ્ઞ ન હોય અર્થાત્ જે ધર્મ સર્વજ્ઞધર્મ. કથિત ન હોય તે ધર્મ હિંસાદિકથી દૂષિત હોય છે, તેથી તે દુઃખદાયક થાય છે. આત્માનું હિત ઈચ્છનારા સત્પરૂએ જે ધર્મ સમ્યકત્વને અનુસરતો ન હોય તે તજવા યોગ્ય છે, અને સુવર્ણની જેમ જે ધર્મ ચાર પ્રકારની પરીલાવડે શુદ્ધ હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે–“જેમ કસોટી પર ઘસવું, છીણીવડે છેદવું, અગ્નિમાં તપાવવું અને હથોડાથી ટીપવું એ ચાર પ્રકારવડે સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીળ, તપ અને દયાગુણવડે વિદ્વાને ધર્મની પણ પરીક્ષા કરે છે.” તેથી પરીક્ષાવડે શુદ્ધ જોઈએ તે હિંસાદિક દોષ રહિત એ અરિહંતભાષિત જિન ધર્મ જ છે, અને તેજ મુક્તિને માટે તેના અથીઓએ સેવવા યોગ્ય છે. આ જેનધર્મ દાન, શીળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારનો છે, અથવા ગૃહીધર્મ અને સાધુધર્મ એવા બે ધર્મના પ્રકાર, ભેદવડે બે પ્રકારનો છે એમ જિતેંદ્રોએ કહ્યું છે. તેમાં પહેલા ગૃહીધર્મ સમતિ સહિત બાર વ્રતવાળો છે, તે બારમા દેવલેક સુધીનું સુખ આપે છે (શ્રાવક ઉત્કૃષ્ટ બારમે દેવલેકે જાય છે) અને અનુક્રમે મોક્ષસુખ પણ આપે - 1 મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને ધર્મ કરે છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust