________________
સ્થાપવામાં આવ્યાં તે વૈદિક સાહિત્યમાં કે જે ઉપનિષદો સુધી વિકસ્યું હતું તેમાં એ ધોરણની કઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તો એ ધોરણોની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે. અને જે ધરણે તેમાં સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડમયમાં પણ જોવા મળે છે.
કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમથી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને અધીન ન રહ્યું પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્ત્વ વધ્યું. અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામનો જેને સાહિત્યમાં બે રીતે થયો. એક તો એ કે એ મન્ચોની શક્તિનું નિરાકરણ, સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું અને બીજુ એ કે મંત્રમાં એવી કોઈ શક્તિનો અસ્વીકાર જ કરી દેવામાં આવ્યું અને તેને સ્થાને કમરમાં જ ફળદાયિની શક્તિને સ્વીકાર કરવામાં આવ્યો. આમ કર્મ કરનારનું જ કર્મના ફળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ.
આ રીતે કર્મનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મન્ચમાં નહીં. પણ એ કર્મમાં જ છે, જેને લીધે ફળ મળે છે–આ સિદ્ધાંત સ્થિર થયે, એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન થયો. માત્ર મનુષ્ય જ નહીં. પણ સંસારના સમગ્ર જી પિતાના કર્મને માટે સ્વતંત્ર થયા. આમ જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
આ સિદ્ધાંતથી એ પણ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેના પોતાના જ કર્મને કારણે ભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. તેને પરમાર્થ માટે અન્ય કોઈ વ્યકિત કારણ નથી. અને જે આમ છે તો તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાને નથી. તે તો તેણે પોતાના અંતરમાંથી જ મેળવવાનું છે. અને તેને ઉપાય છે-કર્મવિહીન થવું તે.
જૈનોનું પ્રાચીનતમ પુસ્તક આચારાંગ છે અને એમાં કર્મવિહીન કેમ થવું --જેથી સંસાર પરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org