________________
જૈન તર્કભાષા बाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शि ज्ञानं संशय इति' (१-१२) यथाऽयं स्थाणुर्वा पुरुषो वेति (१-१३) अत्र ‘साधकबाधकप्रमाणाभावाद्' इत्येतावदंशेन संशयस्य कारणमभिहितं, इतरांशस्तु संशयस्यासाधारणस्वरूपद्योतनपरः ।
विशेषोल्लेखि ज्ञानमध्यवसाय उच्यते, तस्मादन्योऽस्पष्टविशिष्टविशेषज्ञानमात्रमनध्यवसाय उच्यते यथा गच्छतः कस्यचिदन्यत्राऽऽसक्तचित्तस्य पुंसस्तृणस्पर्शज्ञानं । यदुक्तं प्र.न.तत्त्वा - 'किमित्यालोचनमात्रमनध्यवसाय इति' (१-१४) 'यथा गच्छत्तृणस्पर्शज्ञानमिति' (१-१५)। अन्यत्राऽऽसक्तचित्ततया हि न तस्यैवंजातीयमेवंविधनामकं वा वस्तु मया स्पृष्टमिति विशेषोल्लेखः समस्ति, केवलं किमपि मया स्पृष्टमित्येतावन्मात्रकमेव ज्ञानं तत्रोदेति । 'अनध्यवसाय' इत्यत्र नञोऽल्पार्थकत्वं बोध्यम्, न त्वात्यंतिकनिषेधपरत्वमन्यथा ज्ञानपदेनैव तद्व्यावृत्तिसंभवे व्यवसायिपदेन तद्व्यावृत्तिप्रदर्शनानुपपत्तेः । नन यद्येतादृशमनध्यवसायस्वरूपमभ्युपगम्यते तदा को नाम प्रतिविशेषोऽनध्यवसायार्थावग्रहयोरावग्रहस्यापि सामान्यमात्रगोचरतयैवाभिध्यास्यमानत्वादिति चेत्, अत्रोच्यते, आकाराभेदेऽपि फलभेदकृतः प्रतिविशेषोऽत्र सम्भवी, किमित्यालोचनमात्रज्ञानं यदीहादिरूपवक्ष्यमाणक्रमेण निश्चयात्मकमपायाऽऽख्यज्ञानं जनयति तदा तदेव किमित्यालोचनमात्रज्ञानमर्थावग्रह उच्यते, यदि च न तं जनयति तदाऽनध्यवसाय इति ब्रूमः।
જ સંશય-વિપર્યય-અનધ્યવસાયનું સંક્ષિપ્ત સ્વરૂપ ને પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રન્થમાં સંશયાદિનું જે સ્વરૂપ જણાવ્યું છે તે રીતે અહીં જણાવાય छ. 'साधकबाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शिज्ञानं संशयः, यथा-अयं स्थाणुर्वा पुरुषो वेति (સૂત્ર-9/૧૨, ૧૩)
વિવક્ષિત વસ્તુનું સાધક કે બાધક પ્રમાણ ન મળવાથી અનેક કોટિ વચ્ચે ઝુલતું (દોલાયમાન) જ્ઞાન તે સંશય. દા.ત. કોઈ માણસને સંશય પડ્યો કે “આ સામે દેખાય તે સ્થાણું (ઝાડનું ઠુંઠું) હશે કે પુરુષ હશે?' આ જ્ઞાન સ્થાણુત્વ અને પુરુષત્વ એ બે કોટિઓ વચ્ચે ઝૂલતું છે. હવે જો સામે દેખાતી તે વસ્તુમાં હલનચલન જણાય તો આ હલનચલનનું દર્શન એ પુરુષત્વ સાધક અને સ્થાણુત્વબાધક પ્રમાણ બને એટલે પુરુષનો નિર્ણય થઈ જાય. અથવા તો સામે દેખાતી વસ્તુ પરથી પક્ષીઓનું ઉડ્ડયનાદિ દેખાય તો એ સ્થાણુ–સાધક અને પુરુષત્વબાધક પ્રમાણ અને તેથી સ્થાણુનો નિર્ણય થઈ જાય. પરંતુ જો બેમાંથી એકે ય કોટિ (અંશ)નું સાધક કે બાધક એક પણ પ્રમાણ ન મળે તો બન્ને કોટિઓ અનિર્મીત જ રહે અને એ બન્ને અનિર્મીત કોટિઓ વચ્ચે જ્ઞાન ઝોલા ખાતું જ રહે. સાધકબાધકપ્રમાણાભાવ એ સંશયનું કારણ છે અને અનવસ્થિત (અનિર્ણાત) અનેકકોટિસંસ્પર્શિત્વ એ સંશયનું અસાધારણ સ્વરૂપ છે.
વિપરીતૈોટિનિશ્ચયન વિપર્યય, યથા શુરૂછાયભિવં રખતનિતિ (સૂત્ર-૧/૧૦, ૧૧) વસ્તુમાં વિપરીતકોટિનો નિશ્ચય થવો તે વિપર્યય. દા.ત. શુક્તિકા (છીપલા) ને વિશે આ ચાંદી છે એવું જ્ઞાન. દૂર પડેલા છીપલાને તડકામાં ચમકતું જોઈને કોઈને ચાંદીનો ભ્રમ થઈ શકે છે. કેટલીક વાર કોઈને દોરડામાં સર્પનો વિપર્યય થઈ જાય. વિપરીત નિશ્ચયાત્મક જ્ઞાન તે વિપર્યય. (‘તતિ તકારક જ્ઞાન એ પ્રમાણનું લક્ષણ છે. જેમ કે ઘટત્વવતિ (ઘટે) ઘટત્વપ્રકારક જ્ઞાન. અતદ્વતિ ત...કારક જ્ઞાન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org