________________
૧૮૧
નયપરિચ્છેદ विशेषणत्वेनामुख्यत्वात् । प्रवृत्तिनिवृत्तिनिबन्धनार्थक्रियाकारित्वोपलक्षितो व्यञ्जनपर्याय: । भूतभविष्यत्वसंस्पर्शरहितं वर्तमानकालावच्छिन्नं वस्तुस्वरूपं चार्थपर्यायः । वस्तु पर्यायवद्यथा देवदत्तयज्ञदत्ताविति । न च असिद्धोऽयं हेतुः, सामान्यात् पृथग्विशेषोपलम्भाभावात् किन्तु सामान्यव्याप्तस्यैवोपलम्भादिति वाच्यम्, एवं हि विशेषोपलम्भ एव न सिद्ध्येत, सामान्यस्यापि तत्र ग्रहणात्, ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनि तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता, न चैतदस्ति, विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् । तस्माद्विशेषमभिलषता तत्र च व्यवहार प्रवर्तयता तद्ग्राहको वोधो विविक्तोऽभ्युपगन्तव्यः, एवमेव च सामान्यस्यापि वाच्यम् । न च सामान्यं विशेष वा तिरस्कृत्य केवलस्य सामान्यस्य विशेषस्य वाऽभ्युपगमः कर्तुं युक्तः, द्वयोरपि स्वग्राहिज्ञाने प्रतिभासमानतया विशेषाभावात् । ઇચ્છા વગેરે હોય તો જ અગ્નિ, દાહ-પાકાદિ કરી શકે છે. છતાં પણ અગ્નિમાં તાદૃશ (=દાહરૂપ) અર્થક્રિયાકારિત્વની સ્વરુપયોગ્યતા (શક્તિ) તો કાયમ હોય જ છે એટલે કે તે અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત તો છે જ, તેથી જ અહીં “અર્થક્રિયાકારિત્વવિશિષ્ટ' ન કહેતા “અર્થક્રિયાકારિત્વોપલક્ષિત' એમ કહ્યું છે. અથવા “શબ્દથી થતી પ્રવૃત્તિ (પ્રયોગ), નિવૃત્તિ (અપ્રયોગ)ના કારણભૂત અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત આવો અર્થ સમજવો. જેમકે જલાહરણાદિ ચેષ્ટાથી ઉપલક્ષિત અવસ્થા ઘટમાં છે માટે ઘટ શબ્દ બોલાય છે ને પટાદિમાં નથી માટે તેનો ઘટ શબ્દથી ઉલ્લેખ થતો નથી.)
વસ્તુ એટલે પર્યાયવાળું દ્રવ્ય. અહીં “વસ્તુ' વિશેષણ છે અને “પર્યાયવાળું દ્રવ્ય' વિશેષ્ય છે. હંમેશા ઉદેશ્ય વસ્તુ વિશેષ્ય બને અને વિધેય વસ્તુ વિશેષણ બને છે. જેમકે – “નીતો વટ' અહીં ઘટને ઉદેશીને નીલત્વનું વિધાન થાય છે માટે ઘટ વિશેષ્ય છે, નીલ વિશેષણ છે. આ રીતે ‘પર્યાયવદ્રવ્ય ને ‘વસ્તુ' કહેવાય છે. અહીં પર્યાયવદ્રવ્યને ઉદ્દેશીને એમાં વસ્તુત્વનું વિધાન કરાય છે માટે પર્યાયવદ્રવ્ય વિશેષ્ય છે અને જયારે “પર્યાયયુક્તદ્રવ્ય રૂપ દ્રવ્ય વિશેષ્ય હોવાથી મુખ્ય બને છે. “વિષયાસક્ત જીવ એક ક્ષણ સુખી હોય છે.” અહીં “વિષયાસક્ત જીવ’ વિશેષ્ય છે અને દ્રવ્ય છે, જ્યારે ક્ષણનું “સુખ વિશેષણ છે અને પર્યાયરૂપ છે. વિશેષ્ય હોવાથી જીવરૂપ (ધર્મી) દ્રવ્યની મુખ્યતા છે અને સુખ તેનું વિશેષણ હોવાથી તેની (પર્યાયની) ગૌણતા છે.
શંકા : આ રીતે જોતા જણાય છે કે નૈગમનય દ્રવ્યને પણ વિષય બનાવે છે અને પર્યાયને પણ વિષય બનાવે છે. આમ ઉભયાવગાહી હોવાતી નૈગમનય એ નય ન રહેતા પ્રમાણ બની જશે.
સમા. : ના, એવું નહીં બને. તમારો ભય વધારે પડતો છે. ઉભયાવગાહી હોવા માત્રથી જ્ઞાન પ્રમાણ બની જતું નથી કિન્તુ બન્નેનું પ્રધાનપણે અવગાહન કરનાર જ્ઞાન પ્રમાણ કહેવાય છે. નૈગમ નય ક્યારેક દ્રવ્યનું તો ક્યારેક પર્યાયનું પ્રધાનપણે અવગાહન કરે છે પણ યુગપદ્ ઉભયનું પ્રધાનરૂપે અવગાહન કરતો નથી તેથી તેમાં નયત્વ અબાધિત રહે છે.
* સંગ્રહ નયઃ ૯ આ રીતે નૈગમનયની પ્રરૂપણા કર્યા બાદ હવે સંગ્રહનયની પ્રરૂપણા કરે છે - સામાન્યમાત્રનું ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org