________________
૨૪૪
જૈન તર્કભાષા
આકાશમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી વિજયસિંહસૂરિ મ. થઈ ગયા. તેઓ સ્વર્ગવાસ પામી ગયા બાદ આ ગ્રન્થ રચાયો હતો. તેઓની કરેલી સેવા થકી મળેલા અનુપમ પ્રસાદ (કૃપા) ને લીધે થયેલી સમ્યગ્દર્શનની શુદ્ધિથી રચાયેલો આ ગ્રન્થ વિદ્વાનોના કુળ (સમૂહ) માં આનંદ અને વિનોદને ફેલાવનારો બનો. (આ પદ્યમાં બે મહત્ત્વની વાત જણાવી છે. (૧) ગુરુજનસેવા અને સમ્યકત્વની શુદ્ધિનું કારણ છે. (૨) ‘શ્રદ્ધાનશુદ્ધચાતઃ’ પદોથી ગ્રન્થ રચનામાં સામર્થ્યનો અંતરંગ હેતુ જણાવાયો છે.)
‘સારસ્વતા:’, ‘ચિન્ના', ‘ગૌઇથિતના ' ઇત્યાદિ વચનાનુસાર જેમ ‘સારસ્વત' આદિ શબ્દોથી બ્રાહ્મણોના વિભાગ મનાય છે તે રીતે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન પરમ્પરામાં પણ ‘તપાગચ્છ’, ‘ખરતરગચ્છ’, ઇત્યાદિ ગચ્છાન્ત શબ્દથી ગચ્છવિભાગો મનાય છે. પ્રસ્તુત ગ્રન્થકર્તા તપાગચ્છ પરંપરામાં થયા હતા એ વાત પ્રસિદ્ધ છે માટે ‘તપાગચ્છ’નું સૂચક ‘ઋત્ર’ પદ આ પદ્યમાં વપરાયું છે. આ તપાગચ્છમાં ગ્રન્થકારના બે વિદ્યાગુરુ હતા કે જેમની પાસેથી ગ્રન્થકારશ્રીને વિદ્યાપ્રાપ્તિ થઈ હતી. એ બન્ને ગુરુઓના નામ ગ્રન્થકારે અહીં જણાવ્યા છે. આ ગ્રન્થની સમાપ્તિકાળે શ્રીજીતવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ચુકેલો હતો. આ વાત ભૂતકાલિક ‘જ્ઞસન્’ પદથી સૂચિત કરેલ છે. પોતાના સાક્ષાત્ ગુરુ નયવિજયજી એ કાળે વિદ્યમાન હતા એ વાતને વર્તમાનકાલિક ‘મ્રાનને’ પ્રયોગથી સૂચિત કરેલ છે. ‘શ્રીજીતવિજયજી' મ. માટે ‘પ્રાજ્ઞ’ તથા ‘પ્રકૃષ્ટાશય’ એવા બે વિશેષણો લગાવ્યા છે. પ્રથમ વિશેષણથી,તેઓ સ્વ-પર સિદ્ધાન્તોના પ્રખર જ્ઞાતા હતા એવું સૂચિત કરાયું છે અને બીજા વિશેષણથી,તેઓ ઉદારચરિત હતા (પ્રકૃષ્ટ: બાશયો ચર્ચ' એ વ્યુત્પત્તિ) એવું સૂચિત કરાયું છે. (ઉદા૨રિત ગુરુવર્યો યોગ્ય શિષ્યોને શાસ્ત્રીય રહસ્યવસ્તુ આપવાના સ્વભાવવાળા હોય છે. આથી મહો.જીને પણ સકલસિદ્ધાન્તરહસ્યની પ્રાપ્તિ સૂચિત થાય છે.) બીજા સાક્ષાત્ ગુરુ શ્રીનયવિજયજી હતા. જેમના હસ્તે ગ્રન્થકર્તાને દીક્ષા અને વિદ્યા બન્ને મળ્યા હતા. (શ્રીનયવિજયજી મ., શ્રી જીતવિજયજી મ. ના સતીર્થ (ગુરુભ્રાતા) હતા.) દેહલીદીપકન્યાયે ‘પ્રકૃષ્ટાશયા’ આ વિશેષણ ‘નયવિજયા’ આ વિશેષ્ય સાથે પણ યોજી શકાય છે. ‘સનયા' એવું તેમનું સાક્ષાત્ વિશેષણ એ સૂચિત કરે છે કે શ્રી નયવિજયજી મ. નીતિકુશળ (નયનિપુણ) હતા. (ગુરુવઃ’ એવો માનાર્થક બહુવચન પ્રયોગ કરીને ગ્રન્થકારે પોતાના ગુરુવર્યો પ્રત્યેનું બહુમાન પ્રદર્શિત કરેલ છે જેથી ગુરુસ્તુતિ સૂચિત થાય છે. ) (આ પદમાં કૃતજ્ઞભાવે સ્વવિદ્યાદાતાઓનું સ્મરણ કરવા ઉપરાંત ગ્રન્થરચનાસામર્થ્યનો બાહ્યહેતુ પ્રદર્શિત કરાયો છે.) એ પછી આ પદ્યમાં શ્રીપદ્મવિજયજીનો ઉલ્લેખ કરાયો છે. તેમના માટે મુકાયેલા ત્રણ વિશેષણો (Àાં સન્ન, સુધી અને સોવર:) એવી સૂચના કરે છે કે – તેઓ પ્રેમાળ હતા, પંડિત હતા અને ગ્રન્થકારના ગૃહસ્થાવસ્થાના સગા ભાઈ હતા. ત્યારબાદ ગ્રન્થકારે પોતાના માટે ‘ન્યાયવિશારદ' એવું વિશેષણ વાપર્યું છે એના પરથી જણાય છે કે ગ્રન્થકાર સ્વયં જૈન ન્યાય સિવાય ગૌતમીયન્યાય (પ્રાચીન અને નવ્ય), બૌદ્ધન્યાય આદિ સર્વન્યાય (= તર્ક) શાસ્ત્રોમાં પૂર્ણકુશળ હતા કારણ કે અહીં ‘ન્યાય’ એવો સામાન્યવાચક શબ્દ જ પ્રયુક્ત છે. આમ, પ્રાજ્ઞપ્રકૃષ્ટાશય નીતિકુશળ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વત્સલ અને વિદ્વાન સ્વલઘુભ્રાતા શ્રીપદ્મવિજ્યજી. મ. સાથે સહવાસ દ્વારા પ્રાપ્ત વિદ્યાઓને દઢ કરીને ન્યાયવિશારદ શ્રીયશોવિજયજી મ. એ આ ગ્રન્થની રચના કરી છે તેથી ‘તર્કભાષા’ ગ્રન્થ અત્યંત ઉપાદેય સિદ્ધ થાય છે.
આ ‘તર્કભાષા’ની રચના કરવા દ્વારા મે જે પુણ્ય ઉપાર્જિત કર્યું હોય તેના થકી હું (યશોવિજય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org