Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 264
________________ પ્રશસ્તિ ૨૪૫ પરમ આનંદની સંપત્તિ (= મોક્ષ) ને પામું. (આ પદ્યમાં પ્રથકારનો તીવ્ર સંવેગભાવ વ્યક્ત થાય છે.) સ્વકીય વિશુદ્ધ પરંપરાની પ્રશસ્તિ કર્યા બાદ અન્ય શ્લોકમાં ગ્રન્થકાર પોતાની ઓળખાણ આપે છે. પ્રસ્તુત ગ્રન્થરચના પૂર્વે કાશીમાં ત્યાંના વિદ્વાન્ બ્રાહ્મણ પંડિતો દ્વારા ગ્રન્થકારને “ન્યાયવિશારદ'નું બિરુદ અપાયું હતું. ત્યારપછી એકસો ગ્રન્થની રચના પૂર્ણ થતા તેઓશ્રીને “ન્યાયાચાર્યનું પદ પણ અર્પિત કરાયું હતું. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય એવા, શ્રી નવિજયજી મ. ના શ્રી યશોવિજય નામના શિષ્ય, પોતાના શિષ્યોની પ્રાર્થના થવાથી આ તત્ત્વનું કંઈક સંક્ષિપ્ત વિવેચન કર્યું છે. (શિષ્યપ્રાર્થના પદથી ગ્રન્થની ઉત્પત્તિનું બીજ જણાવાયું છે.) કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાન્તમહોદધિ સ્વ.આ.ભગ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક, વર્ધમાન તોપનિધિ, ન્યાયવિશારદ સંઘહિતૈષી સ્વ.આ.ભગ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના તથા તચ્છિષ્ય અધ્યાત્મરસિક સિદ્ધાન્તમર્મજ્ઞ સ્વ.આ.ભગ. શ્રીમદ્ વિજય ધર્મજિતુસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી. સિદ્ધાન્તદિવાકર ગીતાર્યાગ્રણી વર્તમાન ગચ્છાધિપતિ આ.ભગ.શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની તથા સૂરિન્દ્રપ્રસ્થાનપંચકસમારાધક આ.ભગ.શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજાની પાવની પ્રેરણાથી, ભવોદધિતારક મહોપકારી પંન્યાસપ્રવર શ્રી જગવલ્લભવિજયજી મ.ના આશિષે, વર્ધમાનતપોરત ગુરુદેવ મુનિરાજ શ્રી મેઘવલ્લભવિજયજી મ.ના શિષ્યાણ મુનિ ઉદયવલ્લભવિજયે જૈન તર્કભાષા ગ્રન્થનો કરેલો આ ગુર્જર ભાવાનુવાદ સાનંદ સપૂર્ણ થયો. જિનાજ્ઞ-ગ્રન્થકારના આશયનિરપેક્ષ કાંઈ લખાયું હોય તો તેનું શાશો મિચ્છા મિ દુક્કડમ્. તેમજ ગીતાર્થ બહુશ્રુતોને ત્રુટિસમ્માર્જન કરવા નમ્ર વિજ્ઞપ્તિ. આ ગ્રન્થનો ભાવાનુવાદ કરતા જે પુણ્યપ્રાભારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્યજીવો પ્રમાણ-નયપ્રસિદ્ધ મોક્ષના ભાવનિક્ષેપના પ્રાપક બનો शुभं भवतु श्रीश्रमणप्रधानचतुर्विधसङ्घस्य... (वि.सं. २०५३) इति श्रीजैनतर्कभाषागुर्जरभावानुवादः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276