________________
૨૨૮
જૈન તકભાષા विकाररहितस्याविर्भावतिरोभावमात्रपरिणामस्य द्रव्यस्यैव सर्वत्र सर्वदानुभवात् । भावात्मकं च सर्वं परापरकार्यक्षणसन्तानात्मकस्यैव तस्यानुभवादिति चतुष्टयात्मकं जगदिति नामादिनयसमुदयवादः । यत्त्वनाकारं तन्नास्त्येव वन्ध्यापुत्रादिकल्पत्वात्तस्य ।
अशेषपदार्थसार्थस्य द्रव्यात्मकत्वं व्यवस्थापयति 'द्रव्यात्मकं च सर्व'मित्यादिना - यथा हि उत्फणविफणादयो न सात्तत्त्वान्तरं, तथा पर्याया अपि द्रव्यमेवेति द्रव्यात्मकं सर्वमिति हि द्रव्यार्थिकनयवक्तव्यं ज्ञेयं ।
सकलस्य वस्तुस्तोमस्य भावात्मकत्वमुपपादयति 'भावात्मकं चे'त्यादिना येन केनापि पर्यायात्मनैवा वस्तुनो ज्ञायमानत्वात्, तत्तत्क्षणभाविपर्यायपरम्परालक्षणमेव वस्त्वभिधीयतेऽतः सिद्धं भावात्मकं जगत्त्रयम् । 'सन्तानात्मकस्यैवे'त्यत्र एवकारोपादानं पर्यायार्थिकनयमाश्रित्य बोध्यम् ।।
स्वतन्त्रं नामादिनयवक्तव्यतामभिधाय तत्सापेक्षतामवलम्ब्य आह 'चतुष्टयात्मकं जगदिति' - घटपटादिकं यत्किमपि वस्त्वस्ति लोके तत्सर्वं प्रत्येकमेव निश्चितं चतुष्पर्यायम् । अनेन निक्षेपचतुष्टयस्य सर्वव्यापकत्वं सूचितं, यदुक्तमागमे - 'जत्थ य जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं, जत्थ वि य न जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ' (अनुयोगद्वार सूत्र ७)। सर्वस्य वस्तुनश्चतुष्टयात्मकत्वोक्तिरेव खलु प्रमाणवीथिमवतरति, न पुनर्यथा नामादिनयाः प्राहुः-यथा केवलनाममयं वा, केवलाकाररूपं वा, केवलद्रव्यताश्लिष्टं वा, केवलभावात्मकं वा सर्वं । अत्रायं प्रयोगः ‘यत् शब्दार्थबुद्धिपरिणामवत् तत् सर्वं चतुष्टयात्मकं, चतुष्टयात्मकत्वाभावे शब्दादिपरिणामसद्भावोऽपि न दृष्टः, यथा शशशृङ्गे, तस्माच्छब्दादिपरिणामसद्भावे सर्वत्र चतुष्टयात्मकत्वं
જગતમાં જે કોઈ વસ્તુઓ છે તે બધી એક અનુગત આકારવાળી રહે છે માટે તે દ્રવ્યાત્મક જ છે. જેમ કે સર્પરૂપ દ્રવ્ય ક્યારેક ઊંચી પ્રસારેલી ફણાવાળો હોય છે, ક્યારેક સંકોચાયેલી ફણાવાળો હોય છે તો ય ક્યારેક કુંડલિત આકારવાળો (ગોળાકારવાળો) હોય છે. પણ આ દરેક અવસ્થાઓમાં સર્પ તો અનુગત છે. સર્પદ્રવ્યને આશ્રયીને જે આ પર્યાયો જણાય છે. તે પણ કાંઈ નવા ઉત્પન્ન નથી થતા કે નાશ પણ નથી પામતા. કિન્તુ સર્પદ્રવ્યમાં તેમના માત્ર આવિર્ભાવ-તિરોભાવ થયા કરે છે. આવું જ દરેક દ્રવ્ય માટે જાણવું. દરેક દ્રવ્યમાં પર્યાયોના આવિર્ભાવ-તિરોભાવ થયા કરે છે પણ નવું કશું ઉત્પન્ન થતું નથી કારણ કે દ્રવ્ય તો વિકારરહિત છે અને તે મૂળ દ્રવ્ય તો દરેક અવસ્થામાં અનુગત રહેતું દેખાય છે માટે જગતની તમામ વસ્તુઓ દ્રવ્યાત્મક છે.
જગતની તમામ વસ્તુઓ ભાવાત્મક છે – કારણ કે જ્યારે પણ કોઈ વસ્તુ જણાય તે કોઈને કોઈ પર્યાયરૂપે જ જણાય છે. અર્થાત્, વસ્તુ (ક્ષણ) માં થનારા તે-તે કાર્યો (પર્યાયો) ની પરંપરા રૂપે જ દરેક વસ્તુ જણાય છે. દરેક વસ્તુ જ્યારે પર્યાયોની એક સળંગ પરંપરા રૂપ છે ત્યારે તે વસ્તુ કોઈને કોઈ
१. यत्र च यान् जानीयात् निक्षेपान् निक्षिपेन्निवरशेषान् । यत्रापि च न जानीयाच्चतुष्ककं निक्षिपेत्तत्र ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org