Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 245
________________ ૨ ૨૬ જૈન તર્કભાષા तायाश्च द्रव्यरूपत्वात्, कार्यापन्नस्य च स्वस्य भावरूपत्वात् । यदि च घटनाम घटधर्मो न भवेत्तदा ततस्तत्सम्प्रत्ययो न स्यात्, तस्य स्वापृथग्भूतसम्बन्धनिमित्तकत्वादिति सर्वं नामात्मकरूपत्वमर्थापत्त्यैव सिद्ध्यति । न हि अवस्तु वस्तुरूपतया कदाचिदापि परिणमते, शशशृङ्गादिकस्यापि कदाचित्परिणतिप्रसङ्गात् । अतो नामस्थापनयोरेव वस्तुत्वस्थापनमवशिष्टम् । यथा खलु भावेन्द्र इन्द्रपदवाच्यस्तथैव गोपालदारकोऽपि इन्द्रस्थापनाऽपि च, ‘अर्थाभिधानप्रत्ययानां तुल्यनामधेयत्व'नियमात् । अतः सिद्धं, नामाकारयोरपि वस्तुपर्यायता, त्वं वस्तुपर्यायत्वेन भावाविनाभूतत्वम्, तेनैव च वस्तुत्वमिति सर्व सुस्थम् । नामादीनां भाववस्तुना सह धर्मधर्मिभावे सिद्धे सत्येव तदाक्षिप्तसम्बन्धविशेषबलाद्वस्तुत्वसिद्धिरितितयोर्धर्मधर्मिभावमुपपादयति ‘यदि च घटनाम्'इत्यादिना । एतदुक्तं भवति नाम वस्तुनः स्वरूपं, तत्प्रतीतिहेतुत्वात् स्वधर्मवत्, यो यस्य प्रतीतिहेतुः स तस्य धर्मः, यथा घटस्य स्वधर्मा रुपादयाः, यो यस्य धर्मो न भवति न स तदीयप्रतीतिहेतुः यथा घटस्य धर्माः पटस्य, जायते च घटाभिधानाद् घटविषयकप्रतीतिः નિક્ષેપોને વસ્તુરૂપ માનવા અંગે જ છે. ‘ભાવને વસ્તુરૂપ માનો એટલે તેના પરિણામી કારણ એવા દ્રવ્યને પણ વસ્તુરૂપ માનવમાં કોઈ શંકા રહેતી નથી. મૃત્પિડ ઘડારૂપે પરિણત થાય છે. આને ભાવઘટ કહેવાય છે અને મૃત્પિડને દ્રવ્યઘટ કહેવાય છે. આ ભાવઘટ જો વસ્તુરૂપ હોય તો જે મૃત્પિડ ભાવઘટ રૂપે (= વસ્તુરૂપે) પરિણમે છે તે મૃત્પિડ (= દ્રવ્યઘટ)ને પણ અવશ્ય વસ્તુરૂપ જ માનવો પડે કારણ કે અવસ્તુ ક્યારેય વસ્તુરૂપે પરિણમી શકે નહીં તેથી હવે માત્ર નામ-સ્થાપના નિક્ષેપોને વસ્તુ માનવામાં જ શંકા ઊભી રહી. એમાં પણ ઈન્દ્ર નામના દરિદ્ર બાળકને નામેન્દ્ર કહીએ કે કાઇ અથવા પત્થરની ઇન્દ્રપ્રતિમાને સ્થાપના ઈન્દ્ર કહીએ ત્યારે તેને વસ્તુરૂપ માનવા અંગે પ્રશ્ન ઉભો થાય કે ભાવ ઈન્દ્ર કરતા સાવ ભિન્ન દેખાય છે. માટે આવા ભિન્ન વસ્તુમાં રહેલા નામ-સ્થાપનાને તો ભાવોલ્લાસના કારણ હોવાથી વસ્તુરૂપે સિદ્ધ કરી દીધા. પરંતુ એક જ વસ્તુમાં રહેલા નામ-સ્થાપના તો ભાવથી (= વસ્તુથી) જ કથંચિત્ અભિન્ન છે અને માટે વસ્તુરૂપ છે. જેમ ભાવઘટને ઘટ કહેવાય છે તેમ “ઘટ' પદને પણ ઘટ કહેવાય છે માટે વસ્તુરૂપ છે. જેમ ભાવઘટને ઘટ કહેવાય છે તેમ “ઘટ' પદને પણ ઘટ કહેવાય છે માટે “ઘટ’ નામ પણ વસ્તુ છે. આકાર પણ ઘટમાં પ્રતીત થાય છે માટે એ પણ વસ્તુ છે. (નામાદિ ત્રણ તો ભાવથી કથંચિત્ અભિન્ન છે અને માટે વસ્તુરૂપ છે. જ્યારે ભાવપદાર્થ પોતે તો સાક્ષાત્ ભાવરૂપ છે માટે જ વસ્તુરૂપ છે. નામાદિ ત્રણ કરતા ભાવની આ વિશેષતા જણાવવા માટે ‘ાપત્રી ૨ સ્વચ’ અહીં “સ્વ” પદ વાપર્યું છે.) શંકા : ભાવપદાર્થ સાથે નામાદિ ત્રણેનો જો ધર્મધર્મભાવ સિદ્ધ થાય તો એ બન્ને વચ્ચે કથંચિત્ અભેદ હોવાથી ભાવની જેમ નામાદિ ત્રણમાં પણ વસ્તુની સિદ્ધિ થઈ. પરંતુ નામાદિ ત્રણેનો ભાવપદાર્થ સાથે ધર્મધર્મીભાવ જ ક્યાં સિદ્ધ થયો છે. સમા. : નામાદિ ત્રણેનો ભાવપદાર્થ સાથે જે ધર્મધર્માભાવ છે તેની સિદ્ધિ આ રીતે થાય છે. “ઘટ’ નામ બોલવાથી પટાદિના વ્યવચ્છેદપૂર્વક ઘટ પદાર્થની જ પ્રતીતિ થાય છે. જે જેની પ્રતીતિનો હેતુ હોય તે તેનો ધર્મ કહેવાય. જેમ કે ઘટરૂપ ઘટની પ્રતીતિમાં હેતુ છે તો ઘટરૂપ એ ઘટનો ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276