________________
નિક્ષેપ પરિચ્છેદ
૨૩૫ कोऽनर्पितभेदः परिपूर्णो वा नैगमस्तावत् स्थापनामिच्छतीत्यवश्यमभ्युपेयम्, सङ्गहव्यवहारयोरन्यत्र द्रव्यार्थिके स्थापनाभ्युपगमावर्जनात् । तत्राद्यपक्षे सङ्ग्रहे स्थापनाभ्युपगमप्रसङ्गः, सङ्ग्रहनयमतस्य सङ्ग्रहिकनैगममताविशेषात्। द्वितीये व्यवहारे तदभ्युपगमप्रसङ्गः, तन्मतस्य व्यवहारमतादविशेषात् । तृतीये च निरपेक्षयोः सङ्ग्रहव्यवहारयोः स्थापनानभ्युपगमोपपत्तावपि समुदितयोः सम्पूर्णनगमरूपत्वात्तदभ्युपगमस्य दुर्निवारत्वम्, अविभागस्थान्नैगमात्प्रत्येकं तदेकैकभागग्रहणात् । किञ्च, सङ्ग्रहव्यवहारयोर्भेगमान्तर्भावात्स्थापनाभ्युपगमलक्षणं तन्मतमपि यन्मतं स्थापनाभ्युपगमलक्षणं तदपि सङ्ग्रहव्यवहारान्तर्गतमेव मन्तव्यम्, यतोऽविभागस्थात् = सम्पूर्णाद् नैगमादेव गृहीतैकैकांशी सङ्ग्रहव्यवहारौ । अतश्च तन्मतमपि ताभ्याम् गृहीतमेव मन्तव्यम् । नवरं स्थापनासामान्यमेव सङ्ग्रहः स्वीकुर्यात् तद्विशेषमेव च व्यवहार इत्यन्यदेतत् । વર્જન કરાયું છે. માટે સંગ્રહિક નૈગમ, અસંગ્રહિક નૈગમ અથવા સંપૂર્ણ નૈગમ. - નૈગમના આ ત્રણ ભેદોમાંથી કોઈક ભેદમાં તો સ્થાપના નિક્ષેપ અવરૂપ સ્વીકારવો જ પડશે. જો સંગ્રહિક નૈગમ નય સ્થાપનાને માને છે એવું સ્વીકારો તો સંગ્રહનય પણ સ્થાપનાને માને છે એવું માનવું પડશે. કારણ કે સંગ્રહિકનૈગમ અને સંગ્રહનયના અભિપ્રાય એકસરખા જ છે. તાત્પર્ય એ છે કે, નૈગમનયના અનેક દૃષ્ટિકોણ છે. તેમાંથી સામાન્યવાદી નૈગમનને સંગ્રહિકનૈગમ કહેવાય છે. વિશેષવાદી નૈગમનને અસંગ્રહિક નૈગમ કહેવાય છે અને સામાન્ય-વિશેષ ઉભયવાદી નૈગમન ને સંપૂર્ણ નૈગમ કહેવાય છે. સંગ્રહિકનૈગમ અને સંગ્રહ નયની માન્યતા વચ્ચે કોઈ તફાવત નથી અને અસંગ્રહિક નૈગમ તથા વ્યવહારનયની માન્યતા વચ્ચે કોઈ તફાવત નથી. માટે જો અસંગ્રહિક નૈગમનય સ્થાપનાને માને છે એવો બીજો વિકલ્પ સ્વીકારે તો વ્યવહારનયમાં પણ સ્થાપના સ્વીકાર માનવો પડે જે સામા પક્ષને અસંમત છે.
જો તમે ત્રીજો વિકલ્પ સ્વીકારો કે સંપૂર્ણ નૈગમનય જ સ્થાપના માને છે તો યદ્યપિ પરસ્પર નિરપેક્ષ એવા સ્વતંત્ર સંગ્રહ કે વ્યવહારનયમાં સ્થાપના-સ્વીકાર નહીં થાય કારણ કે સંપૂર્ણ નૈગમ કરતા સ્વતંત્ર સંગ્રહનય અને સ્વતંત્ર વ્યવહારનય વિલક્ષણ છે. છતાં પણ અન્ય રીતે તો સંગ્રહ-વ્યવહાર નિયોમાં પણ સ્થાપના-સ્વીકાર કરવો જ પડશે કારણ કે સંગ્રહ અને વ્યવહારનય સમુદિત રૂપે (= ભેગા મળીને) સંપૂર્ણ નૈગમરૂપ બને છે અને આ સંપૂર્ણ નૈગમનયના સામાન્યગ્રાહિત્વ રૂપ એક અંશને લઈને જ સંગ્રહનય બને છે જ્યારે સંપૂર્ણ નૈગમનયના વિશેષગ્રાહિત્વરૂપ અન્ય અંશને લઈને વ્યવહારનય બને છે. તેથી વિભાગ વગરના સંપૂર્ણ નૈગમનયના સ્થાપના-સ્વીકારરૂપ મતને પણ તે બે સ્વતંત્ર નો સ્વીકારશે જ. અર્થાત્, સંપૂર્ણ નૈગમનો સ્વતંત્ર સંગ્રહ-વ્યવહાર આ બે નયોમાં અંતર્ભાવ થઈ જાય છે તેથી સંપૂર્ણ નૈગમનો સ્થાપનાસ્વીકાર રૂપ મત પણ એ બે નયોમાં અંતભૂત થશે જ. (વિશેષાવશ્યકભાષ્યની ગાથા ૨૮૫૪ માં આ વાત કરી છે - નં પવેનો ને મનયર્સ ફો, વહુનો સમસ્વામી
तो तम्मयं पि भिण्णं मयमियरेसिं विभिन्नाणं ।। અર્થ: પૂર્વે અનેકવાર નૈગમનયનો સંગ્રહ-વ્યવહાર એ બે નયોમાં અંતર્ભાવ જણાવ્યો છે તેથી નૈગમનો
Jain Education International
For Private & Personal.Use Only
www.jainelibrary.org