________________
૨૨૦
જૈન તકભાષા विवक्षितक्रियानुभूतिविशिष्टं स्वतत्त्वं यन्निक्षिप्यते स भावनिक्षेपः, यथा इन्दनक्रियापरिणतो માવેન્દ્ર તિ |
___ ननु भाववर्जितानां नामादीनां कः प्रतिविशेषस्त्रिष्वपि वृत्त्यविशेषात् ?, तथाहि - नाम तावन्नामवति पदार्थे स्थापनायां द्रव्ये चाविशेषेण वर्तते । भावार्थशून्यत्वं स्थापनारूपमपि न तद् भावप्रत्याख्यानीभवति यथाऽभव्यादीनाम्, अतः सा क्रियाऽप्रधानद्रव्यरूपा गीयते । अत्राऽर्थे बहु वक्तव्यं, तत्तु नोच्यते ग्रन्थविस्तरभयात्, सुधिया माध्यस्थ्यमवलम्ब्यान्यतोऽवसेयम् । ननु विध्यभावे कथं ततः परम्परयाऽपि फलप्रसूतिरिति चेत्, उच्यते, भक्त्यभावविशिष्टाविधेरेव वस्तुतः प्रतिबन्धकत्वं, भक्तिगुणेनाविधिदोषस्य निरनुबन्धीकृतत्वात्, भक्तेर्विधिसमाकर्षकक्षयोपशमाऽऽधायकत्वादिति भावः ।
'विवक्षितक्रियानुभूतिविशिष्टमिति → अयम्भावः भवनं = विवक्षित रूपेण परिणमनं भावः, अथवा भवति = विवक्षितरूपेण सम्पद्यत इति भावः । वक्तुर्विवक्षिता या इन्दन-ज्वलन-जीवनादिका क्रिया, तस्या अनुभूतिरनुभवनं तया विशिष्टं इन्द्रादिलक्षणवस्तुस्वरूपं यन्निक्षिप्यते = स्वर्गाधिपत्यादिलक्षणैश्वर्यादियुक्ततयाऽ
ઉત્તર : ભક્તિના કારણે અવિધિનો દોષ નિરનુબન્ધ બની જાય છે, અર્થાત્ – ક્રિયા પ્રત્યેની અથવા ક્રિયાપદેશક પ્રત્યેની હાર્દિક ભક્તિની આ તાકાત છે કે અજ્ઞાનાદિ કારણે કદાચ ક્રિયામાં અવિધિ થઈ જાય તો પણ તે અવિધિદોષ અનુબન્ધ વગરનો = તાકાતહીન) બની જાય છે જેથી કરીને ક્રિયાગત પેલો અવિધિદોષ, આગળ પણ સદોષક્રિયાઓ જ કરાવે રાખે એવું પછી બનતું નથી. ક્રિયાગત અવિધિદોષ જ તે ક્રિયાને દ્રવ્યક્રિયા બનાવે છે, પણ સાથે જે ક્રિયા પ્રત્યેની ભક્તિ છે તેનાથી તે અવિધિદોષ દૂર થતો આવે છે અને આગળ જતા વિધિપૂર્વકની ક્રિયા દ્વારા મોક્ષફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. એવું આચાર્ય ભગવંતોનું કહેવું છે.
* ભાવનિક્ષેપનું નિરૂપણ દરેક વસ્તુ પોતપોતાની કોઈ ને કોઈ અસાધારણ અર્થક્રિયા ધરાવતી હોય છે. તે વિવલિત અર્થક્રિયાની અનુભૂતિથી વિશિષ્ટ એવું વસ્તુનું સ્વતત્ત્વ (= અસાધારણ સ્વરૂપ): જણાવાતું હોય ત્યારે તેને (તે વસ્તુનો) ભાવનિક્ષેપ કહેવાય છે. અર્થાત્ પ્રતિપાદક શબ્દ જે પર્યાયને જણાવતો હોય તે પર્યાયને અનુભવતી વસ્તુ ભાવનિક્ષેપ કહેવાય છે. જેમ કે ઈન્દનક્રિયા રૂપે પરિણત થયેલા પદાર્થને ભાવેન્દ્ર કહેવાય છે. હવે નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપોમાં પરસ્પર શું ભેદ અને વિશેષતાઓ રહી છે તે જણાવે છે
2૯ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપો વચ્ચે અભેદની શંક - પૂર્વપક્ષ ૯ પૂર્વપક્ષ : ભાવ સિવાયના નામાદિ ત્રણ નિક્ષેપમાં શું ભેદ છે ? કારણ કે નામાદિ ત્રણેમાં નામની પ્રવૃત્તિ અંગે સમાનતા જણાય છે. તે આ રીતે - નામવાન્ પદાર્થમાં, તેની સ્થાપનામાં અને દ્રવ્યનિક્ષેપમાં, ત્રણેમાં નામનો સંબંધ તો છે જ. જો નામનું સ્વરૂપ સ્થાપના અને દ્રવ્ય કરતા જુદું હોત તો સ્થાપના અને દ્રવ્યમાં નામનો સંબંધ ન હોત. (યદ્યપિ ભાવેન્દ્રમાં પણ નામનો સંબંધ તો છે જ, પરંતુ ભાવેન્દ્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org