________________
નિક્ષેપ પરિચ્છેદ
૨૨૧ त्रिष्वपि समानम्, त्रिष्वमि भावस्याभावात्, द्रव्यमपि नामस्थापनाद्रव्येषु वर्तत एव, द्रव्यस्यैव नामस्थापनाकरणात्, द्रव्यस्य द्रव्ये सुतरां वृत्तेश्चेति विरुद्धधर्माध्यासाभावान्नैषां भेदो युक्त इति चेत्, न; अनेन रूपेण विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासाद् भेदोपपत्तेः । तथाहि-नामद्रव्याभ्यां स्थापना तावदाकाराभिप्रायबुद्धिक्रियाफलदर्शनाद् भिद्यते, यथा हि स्था'यमिन्द्र' इत्येवं रूपेण इन्द्रशब्दवाच्यतया व्यवह्रियते स इन्द्रादिर्भावनिक्षेपः । आगमोक्तं भावनिक्षेपलक्षणमपि જે વર્તમાન પર્યાય છે તે નામ-સ્થાપના કે દ્રવ્યમાં નથી માટે “ભાવ” જુદો તરી આવે છે.) આ જ રીતે સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ પણ કાંઈ અસાધારણ લાગતું નથી. ભાવાર્થન્યત્વ એ સ્થાપનાનું સ્વરૂપ છે પણ નામ અને દ્રવ્યનિક્ષેપ પણ ભાવાર્થશૂન્ય તો છે જ. (અન્યથા ભાવનિક્ષેપમાં જ નામાદિનો સમાવેશ થઈ જાત.) દ્રવ્યનિક્ષેપમાં પણ આ જ તકલીફ છે. દ્રવ્યનું જ નામ પડાય છે, દ્રવ્યની જ સ્થાપના કરાય છે અને દ્રવ્ય પોતે તો દ્રવ્ય છે જ તેથી આ ત્રણેનો ભેદ પાડી શકાતો નથી. અર્થાત્, જયાં વિરુદ્ધધર્માધ્યાસ હોય
ત્યાં પરસ્પર ભેદ હોય પરંતુ અહીં તો નામ-સ્થાપના-દ્રવ્યનું વ્યક્તિરૂપે જણાવાનું સ્વરૂપ પણ અન્ય બન્નેમાં રહ્યું જ છે. નામ કે નામવાને નામનિક્ષેપ કહ્યો છે પણ નામનો સંબંધ તો સ્થાપના અને દ્રવ્યમાં પણ છે જ. દ્રવ્યરૂપ પણ ત્રણે ય છે જ. આમ જ્યારે પરસ્પરના સ્વરૂપનું સાકાર્ય થતું હોય ત્યારે ત્રણેયને ભિન્ન શી રીતે માનવા ?
= નામાદિ ત્રણ વચ્ચે ભિન્નતાની સિદ્ધિ - ઉત્તરપક્ષ * ઉત્તરપક્ષ ઃ પહેલી વાત તો એ બરાબર સમજી રાખવા જેવી છે કે જે પદાર્થોમાં પરસ્પર વિરોધી ધર્મ રહેતા હોય તે પદાર્થોમાં કોઈ કોઈ સમાન ધર્મો પણ રહ્યા હોવા માત્રથી તે તે પદાર્થો વચ્ચેનો ભેદ ભુંસાઈ જતો નથી. તમે જણાવ્યું એ રીતે નામાદિ ત્રણમાં વિરુદ્ધ ધર્માધ્યાસ ભલે ન હોય પરંતુ અન્ય રીતે વિરુદ્ધધર્માધ્યાસ છે અને તેથી નામાદિ ત્રણ વચ્ચે પરસ્પર ભેદ પણ ઘટે છે. જલ અને અગ્નિ ભિન્ન વસ્તુઓ છે. તેમ છતાં પણ દ્રવ્યત્વાદિ ધર્મો તો બન્નેમાં છે જ. પરંતુ એટલા માત્રથી તે બે વચ્ચેનો ભેદ મિટાવી શકાતો નથી. એક રીતે સમાનતા મળવા છતાં અન્ય રીતે વિષમતા છે જ.
તે આ રીતે – જ્યાં કાષ્ઠાદિમાં ઈન્દ્રની આકૃતિ કોતરીને સ્થાપના કરવામાં આવે છે તેમાં હજાર આંખ, હાથમાં વજ આદિ આકાર હોય છે. સ્થાપના કરનાર “આ ઈન્દ્ર છે' એવા અભિપ્રાયથી જ સ્થાપના કરે છે. સ્થાપના ઈન્દ્રના દર્શન કરનારાઓને, તે આકાર-રૂપાદિ જોવાથી “આ ઈન્દ્ર છે' એવી બુદ્ધિ થાય છે અને તેથી ભક્તિવાળા લોકો તે સ્થાપના ઈન્દ્રને નમસ્કાર-સ્તુતિ-પૂજા-સત્કારાદિ કરતા પણ જોવા મળે છે. અરે ! એ સ્થાપના ઈન્દ્રની ભક્તિના પ્રતાપે ભક્તોને ઈષ્ટ ફળ મળતું પણ દેખાય છે. નાગેન્દ્ર કે દ્રવ્યેન્દ્રને વિશે આવું દેખાતું નથી. ઈન્દ્ર નામવાળા ગોપાલદારકાદિ (= નામેન્દ્ર) ની પૂજાસ્તવના, તેના દર્શન દ્વારા ઈન્દ્રની બુદ્ધિ, તે ગોપાલદારકાદિની ભક્તિથી ફલપ્રાપ્તિ આદિ થતું દેખાતું નથી. આવું જ દ્રવ્યેન્દ્રની બાબતમાં પણ છે. માટે નામ અને દ્રવ્ય કરતા સ્થાપનાના આકાર, અભિપ્રાય, જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org