________________
નયપરિચ્છેદ
तिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात्समभिरूढः तदन्यथार्थस्थापकत्वाद्बहुविषयः ।
नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुगच्छति, विकलादेशत्वात्, उभयेन च विशेषितो घटः घटाघटावक्तव्योभयरूपादिभेदो भवति = सप्तभङ्गीं प्रतिपद्यत इत्यर्थः । तदेवं ऋजुसूत्राभ्युपगतं सप्तभेदं घटादिकमर्थं यथाविवक्षमेकेन केनापि भङ्गकेन विशेषिततरमसौ शब्दनयः प्रतिपद्यते, नयत्वात्, ऋजुसूत्राद्विशेषिततरवस्तुग्राहित्वाच्च ।
‘नयवाक्यमपी'ति → यथा प्रमाणवाक्यं स्वार्थमभिदधानं सप्तभङ्गीमनुगच्छति तथा इत्यपेरर्थः । नयसप्तभङ्गीष्वपि प्रतिभङ्गं स्यात्कारस्यैवकारस्य च प्रयोगसद्भावात्, नयवाक्यमपि सप्तभङ्गीमनुव्रजतीति शेषः । तर्हि नयवाक्यमपि सप्तभङ्ग्यनुगमनतः प्रमाणवाक्यमेव भवेदित्यत आह 'परमेतद्वाक्यस्ये' त्यादि । विकला
પર્યાયવાચી શબ્દોના એક જ અર્થનો સ્વીકાર કરનારો શબ્દનય દરેક પર્યાયશબ્દના પણ ભિન્ન અર્થને સ્વીકારનારા સમભિરૂઢનય કરતા બહુવિષયી છે. ભિન્ન ભિન્ન ક્રિયાકાળે પણ વસ્તુને એકરૂપ માનનારો સમભિરૂઢનય, પ્રત્યેક ક્રિયા વખતે વસ્તુને અલગ અલગ માનનારો એવમ્મૂતનય કરતા અધિક વિષયી છે. (એવમ્ભુતનય ઈન્દનક્રિયા કરનારાને જુદા માને છે, પુર્દારણ ક્રિયા કરનારાને જુદો માને છે પરંતુ સમભિરૂઢ નય ઇન્દનાદિ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારાને એક માને છે તેથી તે અધિકવિષયી છે.) આ સમગ્ર નિરુપણ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પૂર્વ-પૂર્વના નય કરતા ઉત્તર-ઉત્તરના નયો સૂક્ષ્મતર અને અલ્પવિષયવાળા છે. આ રીતે સાત નયો અને એની વિષયમર્યાદાનું નિરુપણ અહીં પૂર્ણ થયું. પ્રમાણપરિચ્છેદમાં પ્રમાણનિરુપણ પૂર્ણ થયા બાદ ‘તમિળમપ્રમાાં સર્વત્ર વિધિપ્રતિષેધામ્યાં સ્વાર્થમમિવધાનું સપ્તમÎીમનુાચ્છતિ, તથૈવ પરિપૂર્વાર્થપ્રાપત્વલક્ષળતાત્ત્વિપ્રામાનિર્વાહાત્' ઇત્યાદિ ગ્રન્થથી એ વાત સ્પષ્ટ કરાઈ હતી કે સકલાદેશ-સ્વભાવવાળી સમભંગી સંપૂર્ણર્થપ્રાપક હોવાથી ‘પ્રમાણવાક્ય’રૂપ છે. આ જ રીતે નયવાક્ય પણ સ્વવિષયમાં પ્રવર્તમાન થઈને વિધિ અને પ્રતિષેધ દ્વારા સપ્તભંગી રચે છે. નયવાક્ય ૫૨ આશ્રિત સપ્તભંગી પ્રસિદ્ધ થતા પ્રમાણ સમભંગીથી આનો ભેદ (તફાવત) શું છે ? એ જિજ્ઞાસા થવી સહજ છે તેથી ગ્રન્થકારશ્રી એ બે પ્રકારની સસભંગી વચ્ચેનો ભેદ જણાવે છે. નયવાક્ય વિકલાદેશાત્મક છે તેથી તેના આધારે થતી સમભંગી પણ વિકલાદેશાત્મક જ રહે છે જ્યારે પ્રમાણવાક્ય સકલાદેશાત્મક છે તેથી તેના આધારે થતી સપ્તભંગી પણ સકલાદેશાત્મક હોય છે. આ જ પ્રમાણવાક્ય કરતા નયવાક્યની વિશેષતા (ભિન્નતા) છે. (જ્યારે કાલાદિ આઠ દ્વારા અનેક ધર્મોનો અભેદ સિદ્ધ કરીને વસ્તુનું પ્રતિપાદન કરાય તે સકલાદેશ કહેવાય અને કાલાદિ આઠ દ્વારા વસ્તુગત ધર્મો વચ્ચે ભેદ સિદ્ધ કરીને વસ્તુનું પ્રતિપાદન કરાય તે વિકલાદેશ કહેવાય.)
૨૦૧
* નયાભાસ નિરૂપણ *
અહીં પ્રાયઃ દરકે નયાભાસનું હેતુમુખે વિશેષણ મુકીને તે તે અભિપ્રાય નયાત્મક ન રહેતા નયાભાસાત્મક કેમ બને છે તે જણાવાયું છે. નયસામાન્યના લક્ષણમાં જ આપણે જોઈ ગયા કે દરેક નય સ્વવિષયનું પ્રાધાન્ય જણાવે પરંતુ ઈતરાંશનો પ્રતિક્ષેપ કરતો નથી અન્યથા તે દુર્નય (= નયાભાસ) બની જાય. હવે નયાભાસના નિરૂપણમાં આ વાત સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org