Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ જૈન તર્કભાષા le व्यवच्छेदकयथास्थानविनियोगाय शब्दार्थरचनाविशेषा निक्षेपाः । मङ्गलादिपदार्थनिक्षेपान्नाममङ्गलादिविनियोगोपपत्तेश्च निक्षेपाणां फलवत्त्वम्, तदुक्तम् “ अप्रस्तुतार्थापाकरणात् णनयनिक्षेपक्रमव्यवस्थाऽपेक्षया तत्रापीति विचारणीयं । केवलं तत्र नयद्वारं चतुर्थं पुनरविशिष्टमिति ध्येयम् । निक्षेपाणां साफल्यं व्युत्पादयति 'मंगलादिपदार्थ' इत्यादिना → मङ्गलपदार्थनिक्षेपाः तावत्प्रथमतो विचार्यन्ते। यथा कस्यचित् पुंसः पदार्थस्य वा 'मङ्गल' इति नाम क्रियते तदा तन्नाममङ्गलमुच्यते ‘मङ्गल' इति वर्णत्रयात्मकवर्णावलीमात्रं मङ्गलमुच्यते नाम च तन्मङ्गलं चेति व्युत्पत्तेः । अथवा मङ्गलनामवान् पदार्थ एव नाममङ्गलमुच्यते, नाम्ना नाममात्रेण वा मङ्गलमिति व्युत्पत्तेः । यत्र काष्ठादी मङ्गलबुद्ध्या काचित्स्थापना स्वस्तिकनन्दावर्तालेखनादिकं वा क्रियते सा स्थापनामङ्गलमुच्यते । स्वभाव हि यच्छुभवर्णगन्धादिगुणं स्वर्णमाल्यादि तद् द्रव्यमङ्गलमुच्यते, लोकव्यवहारेऽपि कलशस्वस्तिकाद्यष्टमङ्गलानीक्षुदध्यादिद्रव्यं च मङ्गलमुच्यते । द्रव्यं च तद् मङ्गलं चेति तत्र समासविग्रहः । जिननमनादिकं हि भावमङ्गलमुच्यते । अथ अप्रतिपत्त्यादिव्यवच्छेदपूर्वकं यथास्थानविनियोगाय यथा च निक्षेपज्ञानमुपयोगि तथा विचार्यते । નિરાકરણ કરનાર જે યથાસ્થાનમાં વિનિયોગ, તે વિનિયોગ માટે શબ્દના અર્થની રચનાવિશેષ ક૨વી તે નિક્ષેપ. ૨૧૦ * નિક્ષેપની સફળતા તથા પ્રકારો * સૂત્રસ્થ પદોના નિક્ષેપ કરવાથી શું લાભ થઈ શકે તે વાત જણાવે છે. શબ્દો અનેક અર્થવાળા હોય છે તેથી ક્યાં આગળ ક્યો શબ્દ ક્યા અર્થમાં વપરાયો છે તે અંગે સંશય-વિપર્યયાદિ થવાની પૂર્ણ સંભાવના છે. પરંતુ સૂત્રસ્થ વિવક્ષિત પદના નિક્ષેપો કરવાથી આ શબ્દના આટલા આટલા અર્થ સંભવી શકે છે એમ ખ્યાલ આવે છે. પછી પ્રકરણના સંદર્ભથી ‘અહીં આ શબ્દ ક્યા અર્થમાં હોઈ શકે' તેનો નિર્ણય કરવામાં સરળતા રહે છે. દા.ત. સૂત્રસ્થ ‘સૈન્યવ’ શબ્દના સંભવિત અનેક નિક્ષેપો કર્યા હોય જેથી ખ્યાલ આવે કે સૈન્યવ શબ્દના અશ્વ, લવણ વગેરે આટલા અર્થો થઈ શકે છે. પછી શ્રોતા પ્રકરણના સંદર્ભમાં વિચારે કે અત્યારે ભોજન પ્રકરણ ચાલે છે એટલે અહીં સૈન્ધવ શબ્દનો અર્થ લવણ સમજવો જોઈએ' (અથવા, ‘અહીં યાત્રા પ્રકરણ ચાલે છે તેથી ‘સૈન્યવ’ શબ્દનો અર્થ અહીં ‘અશ્વ’ કરવો જોઈએ.) આ રીતે પ્રકરણાદિને અનુસારે સૈન્ધવ શબ્દના અન્ય અર્થો સંબંધી સંશયાદિને દૂર કરવાપૂર્વક તેને વિવક્ષિત અર્થમાં સમજવામાં સહાય થઈ તે નિક્ષેપને કારણે. આ રીતે નિક્ષેપ અર્થબોધમાં ઉપયોગી છે. ગ્રન્થકાર સ્વયં નિક્ષેપનું ફળ ઉદાહરણપૂર્વક બતાવે છે. - ‘માલ' વગેરે પદોના અર્થમાં નિક્ષેપ કરવાથી નામમંગલ આદિમાં ઉચિત વિનિયોગ થઈ શકે છે એ નિક્ષેપનું ફળ છે. મંગલ પદના ચાર નિક્ષેપો થાય છે. - (૧) નામમંગલ : સ્વયં મંગલ ન હોય પણ જે વસ્તુ કે વ્યક્તિનું નામ ‘મંગલ’ રાખવામાં આવ્યું હોય તે વસ્તુ કે વ્યક્તિને અને તે વસ્તુ કે વ્યક્તિના નામને ‘નામમંગલ' કહેવાય છે. (૨) સ્થાપના મંગલ : ‘મ' વગેરે જે વર્ણો (= અક્ષરો)નો ઉચ્ચાર કરીને ‘મંગલ' પદ બોલાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276