________________
નિક્ષેપ પરિચ્છેદ
૨૧૭
कारम्, चित्राद्यपेक्षयेत्वरं नन्दीश्वरचैत्यप्रतिमाद्यपेक्षया च यावत्कथिकं स स्थापनानिक्षेपः, यथा जिनप्रतिमा स्थापनाजिनः, यथा चेन्द्रप्रतिमा स्थापनेन्द्रः । તિ તસ્મઃ |
इदमत्र बोध्यम् - यत्रेत्वरकालिकी स्थापना तत्र ‘स्थाप्यत इति स्थापना' इति व्युत्पत्तिः यावत्कथिकीस्थापनास्थले हि तिष्ठतीति स्थापना' इति, तस्याः शाश्वतत्वेन केनापि स्थाप्यमानत्वाभावात् । अथ तत्त्वभेदपर्यायैर्व्याख्या क्रियत इति सामान्यतो व्याख्यापद्धतिर्दृश्यते । तत्त्वपदेन लक्षणं प्रतिपाद्यते । लक्षणवचनानन्तरमभिधातुमुचितं विभागवचनम्, अत्र तु लक्षणवचन एव तदभिहितमिति अनुचितमिति चेत्, अस्तु तर्हि 'यत्तु वस्तु तदर्थवियुक्तं तदभिप्रायेण स्थाप्यते स स्थापनानिक्षेपः' इत्येतावदेव लक्षणवचनं, शेषं तु विभागवचनभिति विवेकः । न चायमपि अनुचितो, लक्षणवाक्येऽपि विभागवचनस्य ‘इन्द्रियार्थसन्निकर्पोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्' इति गौतमीयसूत्रे दृष्टत्वात्, तत्र हि इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं જિનના ઇત્વરકાલિક સાકાર સ્થાપના નિક્ષેપ કહેવાય. (નાશવંત હોવાથી ઇત્વરકાલિક અને આકારવાળી
સ્થાપના હોવાથી સાકાર). • નન્દીશ્વરદ્વીપના જિનાલયાદિમાં રહેલા જિનપ્રતિમાજીઓ શાશ્વત છે માટે તેને જિનનો યાવત્રુથિક
સાકાર સ્થાપના નિક્ષેપ કહેવાય. ઈન્દ્રની પ્રતિમા, પ્રતિકૃતિ આદિને ઇન્દ્રનો ઈત્કાલિક સાકાર સ્થાપનાનિષેપ કહેવાય. (અંજનશલાકા વિધાન વખતે ઇન્દ્ર-ઇન્દ્રાણી આદિની જે મંત્રોચ્ચારાદિપૂર્વક સ્થાપના કરાય છે તેને પણ ઈન્દ્રનો ઇત્વરકાલિક સાકાર સ્થાપનાનિક્ષેપ કહેવાય.) ગુરુમૂર્તિ એ ગુરુની ઈત્વરકાલિક સાકાર સ્થાપના છે જ્યારે અક્ષ વગેરેમાં ગુરુની થતી સ્થાપના (= સ્થાપનાચાર્ય) એ ઈત્વરકાલિક નિરાકાર સ્થાપના કહેવાય. ચિત્ર-કાષ્ઠાદિમાં રહેલા અશ્વાદિને ઇત્વરકાલિક સાકાર સ્થાપના કહેવાય. નાના બાળકો પોતાના પિતા વગેરેને વાંકા નમાવી પીઠ ઉપર ચડીને અથવા તકિયા ઉપર બેસીને “ઘોડો-ઘોડો' રમતા હોય છે. અહીં તકિયા વગેરેમાં ઘોડાની થયેલી સ્થાપના, ઈત્વરકાલિક નિરાકાર સ્થાપના કહેવાય છે.
૯ દ્રવ્યનિક્ષેપનું નિરૂપણ ૪ ભૂતકાળના કે ભવિષ્યકાળના પર્યાયનું જે કારણ હોય તેને દ્રવ્યનિક્ષેપ કહેવાય. જેમ કે જે ઘડામાં પૂર્વે ઘી ભરેલું હતું અથવા તો જે ઘડામાં ભવિષ્યમાં ઘી ભરવાનું છે તે ઘડો વર્તમાનકાળે ઘી રહિત હોવા છતાં પણ તે ઘડા માટે ધૃતઘટ (= ઘીનો ઘડો) એવો શબ્દપ્રયોગ થાય છે. વૃતાધારત્વ એક પર્યાય છે અને આ પર્યાય ઘટ વિના ઉત્પન્ન થઈ શક્તો નથી કે થયેલો હોતો નથી માટે ભૂતકાળના કે ભવિષ્યકાળના વૃતાધારત્વ પર્યાયનું કારણ હોવાથી વર્તમાનકાળના રિક્ત ઘટને પણ ધૃતઘટ કહેવાય છે. આ રિક્તઘટ, ધૃતઘટનો દ્રવ્યનિક્ષેપ છે.
પ્રશ્ન : ધૃતઘટ પર્યાય માટે જેમ ઘડો એ કારણ છે તેમ વૃત પણ કારણ છે તો પછી ચૂતને દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org