________________
નયપરિચ્છેદ
૨૦૭ ष्यति सुमेरुरित्यादयः शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्ताक्सिद्धान्यशब्दवदिति । पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणः समभिख्ढाभासः, यथा इन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेया एव, भिन्नशब्दत्वात्, करिकुरङ्गशब्दवदिति । क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवम्भूताभासः, यथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात्, पटवदिति । अर्थाभिधायी शब्दप्रतिक्षेपी सम्यक्, स्थूलावयविनः प्रत्यक्षादिप्रमाणसिद्धत्वात्, तत्सिद्धिप्रकारश्च ग्रन्थान्तरादेव ज्ञातव्यः ।
शब्दनयाभासं निरूपयति 'कालादिभेदेने'त्यादि आदिपदेन भिन्नलिङ्गकारकवचनादिग्रहः । कालादिभेदेन सर्वथाऽर्थभेदाभ्युपगमो हि शब्दाभास उच्यते । न पुनरयं नियमो यथायमस्यैव वाचको नान्यस्य, देशकालपुरुषसङ्केतादिविचित्रतया शब्दानामपरापरार्थाभिधायकत्वोपपत्तेः, अर्थानामप्यनन्तधर्मत्वादेवापरापरशब्दवाच्यએટલે ભૂતકાળના મેરુથી વર્તમાનનો મેરુ એકાન્ત ભિન્ન છે અને ભવિષ્યકાળનો મેરુ તે બન્નેથી એકાંતે ભિન્ન છે.
સમભિરૂઢાભાસ : પર્યાયવાચી શબ્દોના અર્થોમાં સર્વથા ભેદ છે એવું માનવું તે સમભિરૂઢાભાસ. જેમ કે “ઈન્દ્ર, શક્ર, પુરન્દર વગેરે શબ્દો ભિન્ન અર્થના જ પ્રતિપાદક છે કારણ કે તે બન્ને શબ્દો ભિન્ન છે. જેમ કે કરિ, કુરંગ, તુરંગ વગેરે શબ્દો ભિન્ન હોવાથી ભિન્ન અર્થના જ પ્રતિપાદક છે તેમ.”
એવંભૂતાભાસ : જયારે પદાર્થ, શબ્દની પ્રવૃત્તિમાં હેતુભૂત એવી ક્રિયાથી રહિત હોય છે ત્યારે તે પદાર્થ, તે શબ્દના વાચ્યાર્થથી (= ક્રિયાયુક્ત પદાર્થથી) એકાંતે ભિન્ન છે એવું માનનાર એવભૂતાભાસ છે. જેમ કે “વસ્તુ જયારે પાણી લાવવાના સમયે સ્ત્રીના મસ્તક પર વિશિષ્ટ ચેષ્ટામાં રહેવારૂપ ક્રિયાથી યુક્ત હોતી નથી, ત્યારે તે “ઘટ' શબ્દથી વાચ્ય બને નહીં કારણ કે તે વસ્તુ અત્યારે “ઘટ’ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત બનતી ક્રિયાથી રહિત છે. જેમ કે પટ. પટ, ઘટ’ શબ્દની વ્યુત્પત્તિમાં નિમિત્તભૂત એવી ક્રિયાથી શૂન્ય હોવાથી “ઘટ' શબ્દથી વાચ્ય બનતો નથી તેમ અહીં સમજવું.' આવા અભિપ્રાયને એવભૂતનયાભાસ જાણવો.
અર્થનયાભાસ : અર્થને જણાવનારા અને શબ્દનો નિષેધ કરનારા અભિપ્રાય તે અર્થનયાભાસ. શબ્દનયાભાસ : શબ્દને જણાવનારા અને અર્થનો નિષેધ કરનારા અભિપ્રાય તે શબ્દનયાભાસ.
અર્પિતનયાભાસ : અર્પિતને (= વિશેષને) સ્વીકારનાર તથા અનર્પિતને (= સામાન્યનો) નિષેધ કરનાર અભિપ્રાય તે અર્પિતનયાભાસ. જેમ કે બૌદ્ધમત.
અનર્પિતનયાભાસ : અનર્પિતને સ્વીકારનાર તથા અર્પિતનો નિષેધ કરનાર અભિપ્રાય તે અનર્પિતનયાભાસ. જેમ કે સાંખ્યમત, વેદાન્તમત વગેરે.
વ્યવહારાભાસ : લોકવ્યવહારને સ્વીકારીને તત્ત્વનો નિષેધ કરનાર અભિપ્રાય તે વ્યવહારાભાસ. જેમ કે ચાર્વાકમત.
નિશ્ચયાભાસ : માત્ર તત્ત્વને સ્વીકારીને વ્યવહારનો નિષેધ કરનાર તે નિશ્ચયાભાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org