________________
જૈન તર્કભાષા
? *
विशेषिततरत्वोपदेशात् । यद्यपीदृशसम्पूर्णसप्तभङ्गपरिकरितं वस्तु स्याद्वादिन एव सङ्गिरन्ते, तथापि ऋजुसूत्रकृतैतदभ्युपगमापेक्षयाऽन्यतरभङ्गेन विशेषितप्रतिपत्तिरत्रादुष्टेत्यदोष इति वदन्ति । प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विषया (द्विपर्यया) नुयायित्वाद्बहुविषयः । प्रपरिणत्यभावेनाघटकल्पत्वात् । अयं च विशेषः अत्रानुक्तोऽपि अन्यत्रोक्तत्वादनुसन्धेयः । अत्रत्यविशेषप्रतिपादनमूलं हि भाष्ये, तथाहि- ' अहवा पच्चुप्पन्नो रिउसुत्तस्साविसेसिओ चेव कुम्भो विसेसियतरो सब्भावाइहिं सद्दस्स (२२३१) । सब्भावासम्भावोभयप्पिओ सपरपज्जयोभयप्पओ कुम्भाकुम्भावत्तव्वोभयरूवाइभेओ सो (२२३२)' । अयम्भावः - अतीतादिकालावच्छिन्ने परकीयेऽपि घटे घटत्वमभ्युपगच्छतो व्यवहाराद् ऋजुसूत्रस्तावद् ‘प्रत्युत्पन्नमि’ति विशेषितं घटमेवाभिमन्यते, वार्तमानिकस्वकीयवस्तुन एव तेनोपगमात् । ऋजूसूत्रस्याविशेषित एव सामान्येन कुम्भोऽभिप्रेतः शब्दनयस्य तु स एव उर्ध्वग्रीवत्वादिस्वपर्यायैः सद्भावेन विशेष घटो, 'घटः' इति भण्यते इत्येवमनयोर्भेदः । स्वपर्यायैः उभयपर्यायैश्च सद्भावेन असद्भावेन ઘટને જ સામાન્યથી ઘટ માને છે. પરંતુ શબ્દનય તો સદ્ભાવાદિથી વિશેષિતતર ઘટને જ ઘટ માને છે. તેથી ઘટ, અઘટ, અવક્તવ્યાદિ ભેદોથી યુક્ત ઘટને માનવાથી શબ્દનયમાં સમભંગી પ્રવર્તશે. સ્વપર્યાયોથી સદ્ભાવિશેષત ઘટ હોય છે. તેથી ‘ચાર્ ઘટ' આ પ્રથમભંગ બનશે. ત્વાણાદિરૂપ પરપર્યાયો (પટપર્યાયો) દ્વારા અસદ્ભાવથી વિશેષિત કુંભ કુંભરૂપ હોતો નથી. આ વિવક્ષાથી ‘સ્યાત્રાÒવ ઘટઃ' આ બીજો ભંગ બનશે. આ રીતે સદ્ભાવ અસદ્ભાવાદિથી (આદિથી અવક્તવ્યત્વાદિ સમજવું.) વિશેષિતત કુંભને જ માનવાના કારણે શબ્દનયમાં સમભંગીની પ્રવૃત્તિ થશે જ્યારે ઋજુસૂત્ર તો સદ્ભાવાદિથી અવિશેષિત કુંભને કુંભ માને છે માટે તેમાં સપ્તભંગીની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તે તો વર્તમાન સ્વકીય કુંભમાત્રને કુંભ માને છે આ રીતે પણ ઋજુસૂત્ર કરતા શબ્દનયમાં વિશેષિતતરાર્થગ્રાહિત્વ સિદ્ધ થાય છે. (આ પદાર્થનું મૂળ *વિશેષાવશ્યકભાષ્યની ૨૨૩૧, ૨૨૩૨ મી ગાથામાં છે. એને અનુસરીને નયરહસ્યાદિ ગ્રન્થોમાં પણ આ પદાર્થની વિશદ છણાવટ કરાઈ છે.)
૨૦૦
શંકા : શબ્દનય જો સપ્તભંગી સ્વીકારે તો તે પ્રમાણરૂપ બની જશે કારણ કે સપ્તભંગીયુક્ત સંપૂર્ણવસ્તુને તો સ્યાદ્વાદી જ માને છે. (સ્યાદ્વાદગર્ભિતવાક્ય એ પ્રમાણવાક્ય હોય છે.)
સમાધાન ઃ શબ્દનય સપ્તભંગીયુક્ત પરિપૂર્ણ વસ્તુને જ માને છે એવું સમજી બેસવાથી જ તમને આ ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. ઋજુસૂત્ર સદ્ભાવ અને અસદ્ભાવથી અવિશેષિત વર્તમાન સ્વકીય કુંભમાત્રગ્રાહી હોય છે અને શબ્દનય સદ્ભાવ અને અસદ્ભાવ આ બેમાંથી કોઈ એકથી વિશેષિત કુંભનો ગ્રાહક છે. સાતમાંથી કોઈ પણ એક ભાંગા દ્વારા સદ્ભાવ અને અસદ્ભાવ આ બેમાંથી અન્યતરનો ગ્રાહક હોવાથી શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતતરાર્થગ્રાહી છે એ જ બતાવવાનું તાત્પર્ય છે, એટલે પ્રમાણરૂપ બની જવાનો દોષ નથી એમ પૂર્વાચાર્યો કહે છે.
*
१. अथवा प्रत्युत्पन्न ऋजुसूत्रस्याविशेषित एव । कम्भो विशेषिततरः सद्भावादिभिः शब्दस्य || २. सद्भावासद्भावोभयार्पितः स्वपरपर्यायोभयतः । कुम्भाकुम्भावक्तव्योभयरूपादिभेदः स ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org