________________
૧૯૫
નયપરિચ્છેદ प्राधान्याभ्युपगमात् । तथा, ज्ञानमात्रप्राधान्याभ्युपगमपरा ज्ञाननयाः । क्रियामात्रप्राधान्याभ्युपगमपराश्च क्रियानयाः । तत्रर्जुसूत्रादयश्चत्वारो नयाश्चारित्रलक्षणायाः क्रियाया एव प्राधासर्वनयमतार्थग्राहित्वं तस्य । व्यवहारस्तु न तथा, तस्य नामस्थापनादेरपि ग्राहकत्वात् पर्यायनयैश्च नामस्थापनाद्यनभ्युपगमादिति ।।
'ज्ञानमात्राभ्युपगमपरा ज्ञाननया' इति → ज्ञाननयवक्तव्यता चेयम् → ऐहिक-आमुष्मिकफलार्थिना सम्यग्विज्ञात एवार्थे प्रवर्तितव्यमन्यप्रवृत्तौ फलविसंवाददर्शनात्, तथा चान्यैरप्युक्तम्- 'विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फलासंवाददर्शनात्' ।। तथा चागमेऽप्युक्तम्- १ पढमं नाणं तओ दया' (दशवैकालिकसूत्र-गाथा ४/ ) इत्यादि, तथा २जं अन्नाणी कम्मं इत्यादिकम् । इतश्च ज्ञानस्यैव प्राधान्यं यतस्तीर्थकरगणधरैरगीतार्थानां केवलानां विहारोऽपि निषिद्धः । तथा च तद्वचनम् - ३'गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ एत्तो तइयविहारो नाणुन्नाओ जिणवरेहिं' । यस्मादन्धेनान्धः समाकृष्यमाणः सम्यक्पन्थानं न प्रतिपद्यत इति भावः । एवं तावत् क्षायोपशमिकज्ञानमधिकृत्योक्तम्, છે. માત્ર એટલું જ ન માને. એ તો એમ માને છે કે ભમરાનું શરીર બાદર સ્કન્ધરૂપ હોવાથી એ પાંચે ય વર્ણોવાળા પુદ્ગલોથી બનેલું હોય છે માટે નિશ્ચયનય તો “પાંચ વર્ણવાળો ભમરો' એવું જ માને છે.
શંકા. : જો ભમરો પાંચે ય વર્ણવાળો હોય તો પછી તેમાં માત્ર કાળો વર્ણ જ કેમ દેખાય છે ?
સમા. - ભમરામાં શુકલાદિ વર્ણો તિરોભૂત હોય છે અર્થાત્, અવ્યક્ત હોય છે અને કાળો વર્ણ વ્યક્ત હોય છે માટે સૂર્યપ્રકાશમાં જેમ નક્ષત્રોનો પ્રકાશ વિદ્યમાન હોવા છતાં પણ વ્યક્ત દેખાતો નથી તે રીતે શુક્લાદિ વર્ણો વ્યક્ત રીતે દેખાતા નથી.
એક રીતે વ્યવહાર-નિશ્ચયનો ભેદ જણાવ્યા બાદ હવે બીજી રીતે તેનો ભેદ જણાવે છે. એમ પણ કહી શકાય કે એક નયને અભિમત અર્થનું જે ગ્રહણ કરે તે વ્યવહારનય અને સર્વનયોને અભિમત એવા અર્થનું જ ગ્રહણ કરે તે નિશ્ચય નય. તાત્પર્ય એ છે કે સર્વનયો ભાવનિક્ષેપને તો સ્વીકારે જ છે. તેથી “ભાવ” પદાર્થ સર્વનયોને સંમત અર્થ થયો. નિશ્ચયનય માત્ર ભાવગ્રાહી (ભાવનિક્ષેપગ્રાહી) છે તેથી તે સર્વનયમતાર્થગ્રાહી કહેવાય કારણ કે ભાવનિક્ષેપ સર્વનયમાન્ય છે. જયારે વ્યવહાર તો સ્થૂલદર્શી હોવાથી નામ-સ્થાપનાદિને પણ માને છે. નામ-સ્થાપનાદિ સાતે ય નયોને સંમત નથી કિન્તુ અમુક નયોને જ સંમત છે. માટે જે અમુક નયને સંમત હોય એવા નામઘટાદિ પદાર્થને ય માનતો હોવાથી વ્યવહાર નય એકનયમતાર્થગ્રાહી કેહવાય છે.
શંકા - સર્વનયોને અભિમત વસ્તુનું ગ્રહણ કરનાર નિશ્ચય તો પ્રમાણ બની જશે, નય નહીં રહે.
સમા. - સર્વનયાભિમત એવા સ્વાભિમત અર્થને તે પ્રધાનતયા માને છે, અર્થાત્ ઈતરાંશને તે ગણતયા માને છે તેથી “નિશ્ચય'ના નયત્વની હાનિ નહીં થાય.
હવે જ્ઞાન-ક્રિયાનયરૂપે બે વિભાગ દર્શાવે છે. 9. પ્રથમ જ્ઞાનં તતો રયા | ૨. જ્ઞાની .. ३. गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रको भणितः एतस्मात्ततीयविहारो नानज्ञातो जिनवरैः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org