________________
નયપરિચ્છેદ
व्यवहारमात्रात्, न तु निश्चयादित्ययं नयः स्वीकुरुते ।
एतेष्वाद्याश्वत्वारः प्राधान्येनार्थगोचरत्वादर्थनयाः अन्त्यास्तु त्रयः प्राधान्येन शब्दगोचरत्वाच्छब्दनयाः । तथा विशेषग्राहिणोऽर्पितनयाः, सामान्यग्राहिणश्चानर्पितनयाः । तत्रानर्पितनयमते तुल्यमेव रूपं सर्वेषां सिद्धानां भगवताम् । अर्पितनयमते त्वेकद्वित्र्यादिसमय-सिद्धाः स्वसमानसमयसिद्धैरेव तुल्या इति । तथा, लोकप्रसिद्धार्थानुवादपरो व्यवहारनयः, यथा प्राणधारणात्मकजीवपदव्युत्पत्त्यर्थाभावात् सिद्धोऽपि न जीवः स्यादिति चेत्, इष्टमेवैतन्नयमते, तदाह भाष्यकारः १" एवं जीवं जीवो संसारी पाणधारणानुभवा, सिद्धो पुण अजीवो जीवणपरिणामरहिओत्ति” (विशेषा. भा.गा.२२५६) ‘सत्त्व’- 'आत्मा' इत्यादिव्यपदेशः सिद्धे एतन्नयमतेऽप्यविरुद्ध एव तत्र उत्पादव्ययध्रौव्यात्मकस्य सत्त्वपदव्युत्पत्त्यर्थस्य, अतति सततमपरपर्यायान् गच्छतीति आत्मपदव्युत्पत्त्यर्थस्य च જે ઝડપી ગમન કરે તે અશ્વ.અહીં ગમન, આશુગમન ક્રિયાના કારણે શબ્દપ્રયોગ થાય છે.
(૨) ગુણપ્રવૃત્તિનિમિત્તક : શુકલ, નીલ આદિ ગુણપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. પરંતુ શુચિ થવાથીહોવાથી શુક્લ અને કાળું હોવાથી-થવાથી નીલ કહેવાય છે. અહીં પણ શુચિ/કાળાશ થવારૂપ ક્રિયા જ શબ્દપ્રયોગમાં નિમિત્ત છે.
(૩) યદચ્છાપ્રવૃત્તિનિમિત્તક : દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે નામો યદચ્છાપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. પરંતુ દેવનો દીધેલો હોવાથી દેવદત્ત અને યજ્ઞ દ્વારા અપાયેલો હોવાથી યજ્ઞદત્ત કહેવાય છે. આમ અહીં પણ દેવ/યજ્ઞ દ્વારા થતી દાનક્રિયા જ તે તે શબ્દપ્રયોગમાં નિમિત્ત છે.
૧૯૩
(૪) દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક ઃ સંયોગ સંબંધવાળા દ્રવ્ય તે સંયોગી દ્રવ્ય. સમવાય સંબંધવાળા દ્રવ્ય તે સમવાયિદ્રવ્ય. દંડ અને પુરુષનો સંયોગસંબંધ હોય છે માટે ‘વડ્ડી’ એ સંયોગિદ્રવ્ય-પ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય છે. વિષાણ (= શીંગડું) અને પશુનો સમવાયસંબંધ હોય છે માટે વિાળી એ સમવાયિદ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય છે. પરંતુ અહીં પણ હોવારૂપ અસ્તિત્વ ક્રિયાની જ પ્રધાનતા છે. દંડ જેની પાસે હોય તે દંડી અને વિષાણ જેને હોય તે વિષાણી. આ રીતે આ શબ્દના પ્રયોગમાં પણ ક્રિયા જ નિમિત્ત બને છે.
(૫) ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક : આ શબ્દોનો પ્રયોગ તો સ્પષ્ટપણે જ ક્રિયાના નિમિત્તે થાય છે. આના પરથી સિદ્ધ થાય છે કે દુનિયામાં ક્રિયાવાચક ન હોય તેવો કોઈ શબ્દ જ નથી.
શંકા. તો પછી શબ્દોના જે જાતિપ્રવૃત્તિનિમિત્તક, ગુણપ્રવૃત્તિનિમિત્તક વગેરે પાંચ પ્રકારો બતાવ્યા છે તેની સંગતિ શી રીતે કરશો ?
સમા. લોકમાં જ્યારે શબ્દોના પાંચ પ્રકારનો વ્યવહાર થાય છે ત્યારે તે તે શબ્દની વ્યુત્પત્તિ દ્વારા પ્રતીત થનારી ક્રિયાને ગૌણ માની અને જાતિ-ગુણ આદિને મુખ્ય માનીને વ્યવહારનયથી એવો વ્યવહાર થાય છે. બાકી નિશ્ચયનયના અભિપ્રાયથી તો દરેક શબ્દો ક્રિયાવાચક જ છે. આવો એવમ્મૂતનયનો મત છે.
१. एवं जीवन्जीवः संसारी प्राणधारणानुभवात्, सिद्धः पुनरजीवो जीवनपरिणामरहित इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org