________________
૧૯૪
જૈન તકભાષા पञ्चस्वपि वर्णेषु भ्रमरे सत्सु, श्यामो भ्रमर इति व्यपदेशः । तात्त्विकार्थाभ्युपगमपरस्तु निश्चयः, स पुनर्मन्यते पञ्चवर्णो भ्रमरः, बादरस्कन्धत्वेन तच्छरीरस्य पञ्चवर्णपुद्गलैर्निष्पन्नत्वात्, शुक्लादीनां च न्यग्भूतत्वेनानुपलक्षणात् । अथवा एकनयमतार्थग्राही व्यवहारः, सर्वनयमतार्थग्राही च निश्चयः । न चैवं निश्चयस्य प्रमाणत्वेन नयत्वव्याघातः, सर्वनयमतस्यापि स्वार्थस्य तेन सत्त्वात् । विशेषार्थिना नयरहस्यादिकमवलोकनीयम् ।
'सर्वनयमतार्थग्राही निश्चय' इति → भावनिक्षेपस्य सकलनयमान्यत्वान्निश्चयस्य च भावमात्रग्राहित्वात्
* અર્થ - શબ્દનયો તથા અર્પિત - અનર્પિત નયો * આ રીતે સાત નયોનું પૃથક પૃથક્ નિરૂપણ પૂર્ણ થયું. હવે આ સાત નયોના જુદી જુદી રીતે થતા વિભાગો જણાવે છે. જૈન દર્શનમાં નયોના જેમ નૈગમ-સંગ્રહ વગેરે ભેદો પાડ્યા છે તેમ બીજી પણ અનેક રીતે નયોના ભેદ પડે છે. હવે જુદી જુદી રીતે નયોના વિભાગીકરણ કરી બતાવે છે. આ સાત નયોમાંથી નૈગમ-સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ હોવાથી તેને અર્થનય કહેવાય છે જ્યારે શબ્દ-સમભિરૂઢ અને એવભૂત એ છેલ્લા ત્રણ નવો પ્રધાનતયા શબ્દને વિષય બનાવનારા હોવાથી તેને શબ્દનય કહેવાય છે. (અર્થાત્, જ્યાં શબ્દના આધાર વિના સ્વતન્ત્ર રીતે અર્થનો વિચાર કરી શકાય તે અર્થનય. જ્યાં શબ્દના કારક-લિંગ-વચન-પર્યાય-વ્યુત્પત્તિ અર્થક્રિયાકારિત્વ આદિના આધારે અર્થનિર્ણય કરાય છે તે શબ્દનાય. કારણ કે ત્યાં શબ્દની જ પ્રધાનતા છે)
આ સાત નયોમાંથી જે નયો વિશેષગ્રાહી હોય તેને અર્પિતનય કહેવાય છે અને જે નયો સામાન્યગ્રાહી હોય તેને અનર્પિત નય કહેવાય છે. સામાન્યમાત્રગ્રાહી એવો સંગ્રહનય અનર્પિતનય કહેવાશે. નૈગમનય
જ્યારે સામાન્યાંશનું ગ્રહણ કરે ત્યારે અનર્મિતનય કહેવાશે અને જ્યારે વિશેષાંશનું ગ્રહણ કરે ત્યારે અર્પિતનય કહેવાશે. વ્યવહારાદિ શેષ નયો વિશેષગ્રાહી હોવાથી અર્પિતનય કહેવાશે. અર્પિત-અનર્પિત નયોના અભિપ્રાયને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે. અનર્પિતનય કેવળ સામાન્યશગ્રાહી હોય છે માટે તેને અનુસારે તમામ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ સમાન છે કારણ કે સિદ્ધ ભગવંતોમાં પરસ્પર ભેદ હોવા છતાં પણ સિદ્ધત્વ સાધારણ ધર્મ છે તેના કારણે તમામ સિદ્ધ ભગવંતો સમાનરૂપ છે. પણ વિશેષગ્રાહી અર્પિતનય પ્રમાણે જેટલા એક સમયે સિદ્ધ હોય તેટલા જ સિદ્ધો (એક સમયસિદ્ધત્વેન) સમાનરૂપ છે. પરંતુ દ્વિતીયસમયસિદ્ધ તૃતીયસમયસિદ્ધ વગેરે જુદા છે.
* વ્યવહાર-નિશ્ચય નય * હવે વ્યવહાર-નિશ્ચયરૂપે નયોનું વૈવિધ્ય જણાવે છે.
આ લોકમાં જે વસ્તુ માટે જેવો વ્યવહાર થતો હોય (અર્થાતુ, લોકમાં જે વસ્તુ જે રીતે પ્રસિદ્ધ હોય) તેના આધારે વસ્તુનું પ્રતિપાદન કરવામાં તત્પર હોય તે વ્યવહારનય. જેમ કે ભમરામાં પાંચ વર્ષો રહ્યા હોવા છતાં પણ લોકમાં “ભમરો કાળો છે' આવી પ્રસિદ્ધિ છે તેથી વ્યવહારનય એવું જ માને છે કે “ભમરો કાળો છે'. તાત્ત્વિક અર્થને સ્વીકારવામાં તત્પર હોય તે નિશ્ચયનય. આ નય “ભમરો કાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org