________________
જૈન તર્કભાષા
द्रव्ययोश्च मुख्यामुख्यरूपतया विवक्षणपरः । अत्र सच्चैतन्यमात्मनीति पर्याययोर्मुख्यामुख्यतया विवक्षणम् । अत्र चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य विशेष्यत्वेन मुख्यत्वात्, सत्त्वाखस्य तु चैवं, स्वातन्त्र्येणैव सामान्यविशेषादिधर्माणां नैगमेनाभ्युपगमात् । न च सामान्यग्राहिणि विज्ञाने विशेषावभासोऽस्ति, अनुवर्तमानैकाकारपरामर्शेन तद्ग्रहणादन्यथा सामान्यग्राहकत्वायोगात् नापि विशेषग्रहणे संवेदने सामान्यं चकास्ति, विशिष्टदेशदशावच्छिन्नपदार्थग्राहितया तत्प्रवृत्तेः, अन्यथा विशेषसंवेदनत्वायोगात् । न चैती परस्परविभिन्नावपि प्रतिभासमानौ सामान्यविशेषौ कथञ्चिन्मिश्रयितुं युक्तौ, अन्यथा विभिन्नप्रतिभासिनाम निखिलार्थानामैक्यप्रसङ्गात् । तथा च नैगमाभिप्रायः विशकलितौ सामान्यविशेषौ पार्थक्येनोपलब्धेः
૧૮૦
મુખ્ય (નિરુપચરિત) દ્રવ્યપદાર્થને પ્રધાનરૂપે માનવાનો જ નિષેધ કરે છે. આમ ઋજુસૂત્રને પર્યાયાર્થિક માનવા છતા પણ ઉક્ત સૂત્રનો વિરોધ નહીં આવે. આ અંગેની વિશેષ વિચારણા અન્ય ગ્રન્થોમાં જિજ્ઞાસુઓને
જોવા ભલામણ છે.
"
* નૈગમ નય *
‘થોકેશં નિર્દેશઃ’ ન્યાય પ્રમાણે સૌ પ્રથમ નૈગમનયની પ્રરૂપણા કરે છે.
સામાન્ય વિશેષાદિ અનેક ધર્મોનું પ્રતિપાદન કરનાર અધ્યવસાયને નૈગમનય કહેવાય છે. આ પ્રતિપાદન ગૌણ-મુખ્ય ભાવે થાય છે. આ ગૌણ-મુખ્ય ભાવ પણ નિયત નથી. પરંતુ વક્તાની ઈચ્છા પ્રમાણે હોય છે. એટલે કે બે પર્યાયની વાત ચાલતી હોય ત્યારે તે બેમાંથી કોઈપણ એક પર્યાયને મુખ્ય કરીને અન્ય પર્યાયને ગૌણ કરવા નૈગમનય તૈયાર હોય છે. તેવી જ રીતે કોઈ બે દ્રવ્યોની વાત ચાલતી હોય ત્યારે પણ કોઈ એક દ્રવ્યને ગૌણ કરીને અન્ય દ્રવ્યને પ્રધાન કરી શકાય. એ જ રીતે એક દ્રવ્ય-એક પર્યાય એ બન્નેની વાત ચાલતી હોય ત્યારે પણ કોને પ્રધાન બનાવવો અને કોને ગૌણ બનાવવો તેનો નિર્ણય કરવાનું સ્વાતંત્ર્ય પણ નૈગમનય તો વક્તાને જ આપે છે. ટૂંકમાં, નૈગમનય એટલી વિશાળ દૃષ્ટિ ધરાવે છે કે ગૌણ-મુખ્યભાવનું નિયમન પોતે કરતો નથી પણ તેને વક્તાની વિવક્ષાને આધીન જ રહેવા દે છે. વક્તા ક્યારેક દ્રવ્યને તો ક્યારેક પર્યાયને પ્રધાન બનાવે તો ય નૈગમનય સ્વીકારી લે છે. આના કેટલાક ઉદાહરણો વિચારીએ - ‘તદ્વૈતન્યમાત્મનિ' = આત્મામાં સત્ એવું ચૈતન્ય રહ્યું છે. અહીં આત્મા એ ધર્મી છે તથા સત્ત્વ અને ચૈતન્ય એ બન્ને તેના ધર્મો છે. આ બે ધર્મોમાં ફરક એટલો કે ‘ચૈતન્ય’ નામનો વ્યંજન પર્યાય એ વિશેષ્ય હોવાથી મુખ્ય છે અને સત્ત્વ નામનો વ્યંજનપર્યાય એ તેનું વિશેષણ હોવાથી ગૌણ છે. અહીં ચૈતન્યને વ્યંજનપર્યાય કહ્યો છે તેથી સહજ રીતે પ્રશ્ન ઉભો થાય કે આ ‘વ્યંજનપર્યાય’ એટલે શું ? તેથી હવે ગ્રન્થકાર પોતે જ સપ્રસંગ વ્યંજનપર્યાય અને અર્થપર્યાયની વ્યાખ્યા આપે છે. વસ્તુમાં થતી પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં કારણભૂત એવા અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત પર્યાયને વ્યંજનપર્યાય કહેવાય છે. ભૂતકાલીનતા અને ભવિષ્યકાલીનતાના સંબંધથી રહિત અને માત્ર વર્તમાનકાળમાં રહેવાવાળું વસ્તુનું સ્વરૂપ તે અર્થપર્યાય કહેવાય છે. (અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત એવા પર્યાયને વ્યંજનપર્યાય કહ્યો છે. અહીં ‘ઉપલક્ષિત' પદ સપ્રયોજન વપરાયું છે તે અંગે વિચારીએ. ઉષ્ણસ્પર્શ હોવા માત્રથી અગ્નિ દ્વારા દાહ-પાકાદિ થયા જ કરે એવો કોઈ કાયદો નથી કિન્તુ દાહ-પાકાદિકર્તાનું સંનિધાન, તે તે કાર્ય કરવાની કર્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org