________________
પ્રમાણપરિચ્છેદ
૧૩૩ गम्यमानस्य पक्षस्याप्रयोगस्य चेष्टत्वात् । अवश्यं चाभ्युपगन्तव्यं हेतोः प्रतिनियतधर्मिधर्मताप्रतिपत्त्यर्थमुपसंहारवचनवत् साध्यस्यापि तदर्थं पक्षवचनं ताथागतेनापि, अन्यथा समर्थनोणत्वात् पक्षादिवचनमप्युपचारेणानुमानं प्रमाणमुच्यते । यथा 'मद्वचनमात्रादयमवबुध्यतामि'त्यभिप्रायवान् वक्ता न प्रस्तुतं वाक्यमभिधत्ते, किन्त्वनुमानतोऽयं मयाऽवबोधनीयमित्यभिप्रायवान् । श्रोताऽप्येतद्वचनमात्रादयमर्थो मयाऽवबुद्ध इति न मन्यते, किन्तु व्याप्तिमतो लिङ्गादमुमर्थमवबुद्धवानिति । अतः श्रोतुः प्रतीत्युपायत्वात् परार्थमिदमुच्यते ।
____ ‘समर्थनमिति → स्वभाव-कार्य-अनुपलब्धिभेदेन हेतोः त्रैविध्यम् । तस्य समर्थनं = साधनस्याનિત્યમાં અર્થક્રિયાનિયામકત્વાભાવની સિદ્ધિ કરી દેશે. અહીં યાદ રહે કે આ સમગ્ર વાતમાં મૂળ મુદ્દો એ છે કે એકાંત નિત્ય પદાર્થની (પક્ષની) પ્રસિદ્ધિ શી રીતે થાય છે ? અને તેનો જવાબ એ છે કે “અર્થક્રિયાઓ ઘટી શકે નહીં એવાં વાક્યનો વિશેષ રીતે આવો અર્થ કર્યો કે (કથંચિ) નિત્યત્વમાં અનિત્યત્વસામાનાધિકરણ્ય પ્રસિદ્ધ છે તેથી તદવચ્છેદન ક્રમયૌગપઘનિરૂપકત્વ અને અર્થક્રિયાનિયામકત્વ નિત્યત્વ' માં સંભવે છે પણ અનિયત્વસામાનાધિકરણ્યાભાવાવચ્છેદેન એ બે ય તેમાં સંભવતા નથી. તેથી વસ્તુતઃ અહીં પણ પક્ષ તો નિત્યત્વ જ છે. એકાંતનિત્ય નહીં. ટૂંકમાં, એકાંતનિત્યમાં અર્થક્રિયાનિયામકત્વ નથી, તેથી પ્રસિદ્ધિ આ રીતે થાય કે – ““નિત્યપદાર્થમાં ક્રમયૌગપનિરુપકત્વ છે જ, પણ તે તો અનિત્યત્વસામાનાધિકરણ્યાવચ્છેદેન છે, તદભાવાવચ્છેદન નિત્યપદાર્થમાં ક્રમયૌગપદ્યનિરુપકત્વ નથી.” નિત્યવાદ”માં “આદિ' પદથી અનિત્યત્વ સમજવું. તેમાં નિત્યત્વસામાનાધિકરણ્યાભાવાવચ્છેદન ક્રમયૌગપઘનિરૂપકત્વાભાવ અને અર્થક્રિયાનિયામકતાભાવની સિદ્ધિ થઈ શકે છે.
| પરાર્થાનુમાનનું નિરૂપણ એક અનુમાનપ્રમાણના નિરૂપણમાં તેના પ્રથમભેદરૂપ સ્વાર્થનુમાનનું નિરૂપણ થયું. સાથે સપ્રસંગ તેના ઘટકો સાધ્ય-હેતુ-પક્ષના સ્વરૂપની વિચારણા પણ થઈ. હવે પરાર્થાનુમાનનાં નિરૂપણનો પ્રારંભ કરે છે. પક્ષ અને હેતુનો જેમાં ઉલ્લેખ હોય તેવા વચનને પરાથનુમાન કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અમુક પદાર્થમાં અમુક ધર્મની સિદ્ધિ બીજાને કરાવવી હોય તો જે પદાર્થમાં વિવક્ષિત ધર્મની સિદ્ધિ અભિપ્રેત હોય તે પદાર્થનું નામોચ્ચારણ કરવું પડે. પછી વિવક્ષિત ધર્મને તેમાં સિદ્ધ કરી આપતો હેતુ તે પદાર્થમાં (=પક્ષમાં) રહ્યો છે તેવું જણાવવું પડે. આને જ “પક્ષ-હેતુવચન' કહેવાય છે. તેને અહીં પરાથનુમાન શબ્દથી વિવણિત કરેલ છે.
શંકા. : ગ્રન્થના પ્રારંભમાં પ્રમાણ સામાન્યના લક્ષણ વખતે જ તમે કહી ગયા છો કે જ્ઞાન જ પ્રમાણ બને છે. અહીં તો તમે વચનને એટલે કે શબ્દને પ્રમાણ કહો છો આ તો વદતો વ્યાઘાત કહેવાય !
સમા. : અહીં પક્ષહેતુવચનને પ્રમાણે જે કહેવાયું છે તે ઉપચારથી જાણવું, વાસ્તવમાં નહીં. મુખાર્થનો જ્યારે બાધ આવે ત્યારે ઉપચારનો આશ્રય લેવાય છે. અહીં વક્તાનો વચનપ્રયોગ સ્વયં જ્ઞાનાત્મક નથી પણ તે શ્રોતાના જ્ઞાનનું કારણ જરૂર બને છે. તેથી જ્ઞાનના કારણમાં જ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર કરીને અહીં પક્ષહેતુવચનને પરાર્થાનુમાન પ્રમાણ કહ્યું છે. (અહીં કેટલાક, કાર્યમાં કારણનો ઉપચાર પણ માને છે. તેઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org