________________
જૈન તર્કભાષા
पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति, समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा तदाश्रयस्य भेदप्रसङ्गात् । नानागुणानां सम्बन्धिन आत्मरूपस्य च भिन्नवात्, अन्यथा तेषां भेदविरोधात्, स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात् । सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनात्, नानासम्बन्धिभिरेकत्रैकसम्बन्धाघटनात् । तैः क्रियધર્મો પણ ધર્મી ઉપ૨ સ્વપ્રકારકબુદ્ધિવિષયત્વરૂપ ઉપકારને કરે છે. તેથી ઉપકારના અભેદથી પણ બધા ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે. (દરેક ધર્મો દ્રવ્યના સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે અને તેના સ્વરૂપમાં પોતાને અનુરૂપ વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે. આ રીતે વિશિષ્ટતાનું નિર્માણ કરવા દ્વારા દરેક ધર્મો દ્રવ્યને સ્વાનુરક્ત કરે છે. તેથી જ વિશિષ્ટતાનું નિર્માણ કરનારા ધર્મોના અભાવમાં દ્રવ્યનો પણ અભાવ થાય છે.)
૧૭૦
(૬) ગુણીદેશ : અસ્તિત્વ ધર્મનો ગુણી = દ્રવ્ય જે દેશમાં રહ્યો છે તે જ દેશમાં તે વસ્તુના અન્યધર્મોનો ગુણી રહ્યો છે કારણ કે બધા ગુણોનો ગુણી એક જ છે. (અથવા, અસ્તિત્વધર્મ પોતાના ગુણીના જેટલા પ્રદેશોને વ્યાપીને રહ્યો છે તેટલા જ પ્રદેશને વ્યાપીને અન્ય ધર્મો પણ રહ્યા છે. પરંતુ આ અર્થ બહુ યુક્તિસંગત લાગતો નથી. કારણ કે અહીં ગ્રન્થકારશ્રીને ક્ષેત્રાત્મક દેશ ઈષ્ટ છે (માટે જ તો ‘વેશઃ ક્ષેત્રલક્ષ' કહ્યું છે.) જ્યારે અમૂર્તગુણની ગુણીમાં વૃત્તિ અપૃથભાવથી છે. જ્યાં અપૃથક્ભાવથી વૃત્તિ ઈષ્ટ હોય, ત્યાં ક્ષેત્રની વિચારણા નિરર્થક છે. તેથી ‘‘પદાર્થના જેટલા પ્રદેશોમાં અસ્તિત્વધર્મ છે તેટલા જ પ્રદેશોમાં અન્ય શેષ ગુણો પણ છે.” ઈત્યાદિ વચન શિષ્ટજનસંમત બની ન શકે.) અથવા ગુણીના આધાર તરીકે જે દેશ હોય, તે જ દેશને ગુણનો આધાર પણ કહી શકાય કારણ કે ગુણગુણી કથંચિદ્ અભિન્ન છે. તેથી પોતાના ગુણી સંબંધી જે દેશ અસ્તિત્વધર્મનો છે, તે જ દેશ અન્ય ગુણોનો પણ છે કારણ કે અસ્તિત્વ ધર્મની જેમ અન્ય ગુણો પણ પોતાના ગુણીના આધારભૂત દેશમાં જ ઉપલબ્ધ થાય છે. એટલે કે જે સ્થળે ગુણીગત અસ્તિત્વધર્મ ઉપલબ્ધ થાય છે તે સ્થળે અન્યધર્મો પણ ઉપલબ્ધ થાય છે. આ રીતે, સમાનદેશમાં ઉપલબ્ધ થતા હોવાથી ગુણીદેશની અપેક્ષાએ પણ અભેદ છે. આવો અર્થ ક૨વામાં પૂર્વોક્ત દોષનો સંભવ દેખાતો નથી. નયજ્ઞ બહુશ્રુતો આ બાબતમાં નિર્ણાયક છે.
(૭) સંસર્ગ : અસ્તિત્વધર્મનો વસ્તુસ્વરૂપ સાથે જે સંસર્ગ છે, તે જ સંસર્ગ તે વસ્તુના અન્ય ધર્મોનો પણ છે. પર્યાયનયની અપેક્ષાએ વસ્તુ તેના ગુણોથી ભિન્ન છે. ભિન્ન એવા ગુણો સંસર્ગથી (વૈશેષિકાદિ મતે સમવાયસંસર્ગથી) વસ્તુનો આશ્રય કરે છે. અસ્તિત્વ (અન્યમતે સત્તા) જે સંસર્ગથી (અન્યમતે સમવાયથી) જીવાદિદ્રવ્યમાં વૃત્તિ છે, એ જ સંસર્ગથી અન્યગુણો પણ દ્રવ્યમાં વૃત્તિ છે. અથવા, અસ્તિત્વ વગેરે એકવસ્તુગતસકલધર્મો એક જ વસ્તુના સ્વરૂપ છે. તેથી એક વાત્મકસંબંધથી (વસ્તુસ્વરૂપસંબંધી) અસ્તિત્વનો વસ્તુ સાથે જે સંસર્ગ છે તે જ સંસર્ગ અન્ય ધર્મોનો પણ છે. વસ્તુના ધર્મોનો વસ્તુથી ભેદનો વ્યવહાર લોકોમાં થાય છે - જેમ કે ટમેટાની લાલાશ, ઘડાનું હોવાપણ (વિદ્યામાનતા). આ ભિન્ન ધર્મો વસ્તુના સ્વરૂપ હોવાથી સ્વરૂપસંબંધથી વસ્તુમાં વૃત્તિ છે. તેથી અસ્તિત્વ, જે સ્વરૂપમાંથી વસ્તુનો સંસર્ગ કરે છે, તે જ સ્વરૂપ સંબંધથી અન્ય ધર્મો પણ સંસર્ગ કરે છે. આ રીતે સંસર્ગનો અભેદ હોવાથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org