________________
૧૬૮
જૈન તકભાષા शब्द इत्यष्टौ । तत्र स्याज्जीवादि वस्त्वस्त्येवेत्यत्र यत्कालमस्तित्वं तत्काला: शेषानन्तधर्मा वस्तुन्येकत्रेति तेषां कालेनाभेदवृत्तिः । यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेवान्यानन्तगुणानामपीत्यात्मरूपेणाभेदवृत्तिः । य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः । य एव चाविष्वग्भावः सम्बन्धोऽस्तित्वस्य स एवान्येषामिति सम्बन्धेनाभेदवृत्तिः । य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणं स एवान्यैरपीत्युप
'संसर्गस्य भेद' इति → सम्बन्धपदेनाविष्वग्भावो तादात्म्यापरनामा विवक्षितः, तत्राभेदः प्रधानो, भेदोऽप्रधानः, संसर्गे तु भेदः प्रधानोऽभेदस्तु गौण इति विवेकः । इति समाप्तं चेदं प्रमाणपरिच्छेदविवरणम् ।
- ક્રમ અને યોગપધનું સ્વરૂપ * શંકા : ક્રમ શું છે ? અને યોગપદ્ય શું છે ?
સમા. : કાળ આદિથી જયારે અસ્તિત્વાદિ ધર્મોમાં ભેદ ઈષ્ટ હોય છે ત્યારે શબ્દ એક જ સાથે અનેક જુદા અર્થો (ધર્મો) નો બોધ કરાવવામાં અસમર્થ હોય છે માટે ક્રમ આવશ્યક બને છે. ધર્મો પરસ્પરથી ભિન્નરૂપે ઈષ્ટ હોવાથી એક ધર્મના નિરૂપણ દ્વારા અન્યધર્મનો બોધ થઈ શકે નહીં. તેથી એક શબ્દ દ્વારા એક ધર્મના નિરૂપણ દ્વારા અન્યધર્મનો બોધ થઈ શકે નહીં. તેથી એક શબ્દ દ્વારા એક ધર્મનો નિર્દેશ કર્યો હોય તો તે પછી પાછા બીજા ધર્મના ઉલ્લેખ માટે બીજા શબ્દની, વળી ત્રીજા ધર્મ માટે ત્રીજા શબ્દની જરૂર પડે. આમ અન્ય અન્ય શબ્દો દ્વારા ક્રમશઃ જ તે તે ધર્મોનો નિર્દેશ થઈ શકે. અહીં એક ધર્મનો નિરૂપક શબ્દ “નયશબ્દ' કહેવાય. આમ જયારે ધર્મનો પરસ્પર એક બીજા ધર્મોથી અને ધર્માથી ભેદ ઈષ્ટ હોય, ત્યારે તેઓના નિરૂપણ માટે “ક્રમ” આવશ્યક છે. તથા જ્યારે કાલાદિની અપેક્ષાએ તે જ ધર્મોનો પરસ્પર એકબીજા ધર્મોથી અને ધર્માથી અભેદ વિવક્ષિત હોય છે, ત્યારે એકધર્મનો બોધ કરાવનાર એક શબ્દથી, સર્વધર્મોથી યુક્ત તે વસ્તુનું જ પ્રતિપાદન થઈ જાય છે. કારણ કે પરસ્પર અભિન્ન હોવાથી શબ્દથી નહીં કહેવાયેલા સર્વધર્મો પણ તે શબ્દથી જ કહેવાઈ ગયેલા કહેવાય છે.
(સારાંશ : વસ્તુમાં અનંતધર્મો છે એ વાત તો પ્રમાણસિદ્ધ છે. માટે કોઈ પણ એક વસ્તુનું પરિપૂર્ણ રૂપે પ્રતિપાદન કરવું હોય તો વાસ્તવમાં તો અનંત શબ્દોનો પ્રયોગ કરવો પડે કારણ કે એક શબ્દ તો એક જ ધર્મને જણાવે. પરંતુ એ રીતે લોકવ્યવહાર ચાલે નહીં. માટે આપણે એક શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે તે શબ્દથી મુખ્યરૂપે તો તે એક ધર્મનું પ્રતિપાદન જ કરે છે અને બાકી રહેલા બીજા ધર્મોને તે એક ધર્મથી અભિન્ન માની લેવામાં આવે છે. આ રીતે એક શબ્દથી એક ધર્મનું પ્રતિપાદન ક્યારે થયું ત્યારે તેનાથી અભિન્ન હોવાથી શેષ ધર્મોનું પણ પ્રતિપાદન થઈ ગયું. આ રીતે એક જ શબ્દ એક સાથે અનંત ધર્મોનો એટલે કે સંપૂર્ણ વસ્તુનો પ્રતિપાદક થઈ જાય છે. આને સકલાદેશ (= પ્રમાણવાક્ય) કહેવાય છે.)
૯ કલાદિ આઠનું સ્વરૂપ હવે કાલાદિ આઠનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org