________________
પ્રમાણપરિચ્છેદ
૧૬૭
धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकशेषरूपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद्योगपद्यम् ।।
के पुनः कालादयः ?। उच्यते-काल आत्मरूपमर्थः सम्बन्ध उपकारः गुणिदेश: संसर्गः નિરૂપણ છે. આ બે મૂળ ભાંગાઓ છે. બન્નેનું નિરૂપણ ક્રમશઃ કરવાથી ત્રીજો ભાંગો બને. બન્નેનું યુગપત્ નિરૂપણ અશક્ય હોવાથી ચોથો ભાંગો બને. પહેલા અને ચોથા ભાંગાના સંયોગથી પાંચમો ભાંગો બને છે, બીજા ચોથા ભાંગાના સંયોગથી છઠ્ઠો ભાંગો બને છે અને ત્રીજા-ચોથા ભાંગાના સંયોગથી સાતમો ભાંગો બને છે.
(આ તો સત્ત્વ-અસત્ત્વની સપ્તભંગી બતાવી. આ જ રીતે વિધિ-નિષેધ દ્વારા સામાન્ય-વિશેષની સપ્તભંગી, નિત્યાનિયત્વની સપ્તભંગી ઈત્યાદિ અનંતી સપ્તભંગી બને છે. કારણ કે વસ્તુમાં રહેનારા ધર્મો અનંતા છે.) હવે સપ્તભંગીના સકલાદેશ (પ્રમાણવાક્ય) અને વિકલાદેશનું (નયવાક્યનું) નિરૂપણ કરે છે. * સપ્તભંગીના સક્લાદેશ-
વિક્લાદેશ સ્વભાવનું નિરૂપણ આ સમભંગી સ્વગત દરેક ભંગને આશ્રયીને સકલાદેશાત્મક અને વિકલાદેશાત્મક હોય છે. પ્રમાણવાક્યને સકલાદેશ કહેવાય છે. તેનું લક્ષણ (સ્વરૂપ) જણાવે છે – “પ્રમાણ દ્વારા અનંતધર્માત્મક રૂપે જણાયેલી વસ્તુમાં કાળ વગેરે આઠ દ્વારા અભેદની પ્રધાનતાથી કે અભેદના ઉપચારથી એક સાથે સર્વધર્મોનું પ્રતિપાદન કરતું વચન સકલાદેશ કહેવાય.” આ વાક્યનો અર્થ આ મુજબ થાય. (૧) કાળ (૨) આત્મરૂપ (૩) અર્થ (૪) સંબંધ (૫) ઉપકાર (૬) ગુણિદેશ (૭) સંસર્ગ અને (૮) શબ્દ. આ આઠની અપેક્ષાએ ધર્મ અને ધર્મી વચ્ચેના અપૃથભાવને પ્રધાન કરીને અથવા કાલાદિની અપેક્ષાએ ભિન્ન એવા પણ ધર્મ અને ધર્મીમાં અભેદનો ઉપચાર કરીને સમકાળે ધર્મ અને ધર્મીનો નિર્દેશ કરતું વચન સકલાદેશ કહેવાય છે કારણ કે સકલાદેશ પ્રમાણને આધીન છે. આનાથી વિપરીત નયવાક્ય વિકલાદેશ રૂપ છે. ધર્મીથી ધર્મના ભેદનો ઉપચાર કરીને અથવા ભેદને પ્રધાન કરીને તે ધર્મોનો ક્રમશઃ નિર્દેશ કરતું વચન વિકલાદેશ કહેવાય. (વસ્તુના એક ધર્મને પ્રધાન કરતું વાક્ય નયવાક્ય કહેવાય છે.) તાત્પર્ય : સકલાદેશ અને વિકલાદેશની ઉક્ત વ્યાખ્યામાં બબ્બે વિકલ્પો કર્યા છે. “અભેદની પ્રધાનતાથી અથવા અભેદોપચારથી એક સાથે સર્વધર્મોનું પ્રતિપાદન કરતું વચન સકલાદેશ કહેવાય’ એ જ રીતે “ભેદનો ઉપચાર કરીને અથવા ભેદનો પ્રધાન કરીને તે ધર્મોનો ક્રમશઃ નિર્દેશ કરતું વચન વિકલાદેશ કહેવાય.” અહીં બન્ને વ્યાખ્યામાં પ્રધાનતાથી કે ઉપચારથી એવા બબ્બે વિકલ્પો કરવાનું પ્રયોજન એ છે કે – દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ એક વસ્તુમાં રહેલા બધા ધર્મો અભિન્ન, એટલે કે એક જ છે પણ પર્યાયાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે દરેક ધર્મો જુદા જુદા હોવાથી ત્યાં અભેદનો ઉપચાર કરવો પડે છે. આ સકલાદેશની વાત થઈ. વિકલાદેશમાં ભેદવિવેક્ષા છે. આ ભેદવિવક્ષા જ્યારે પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી અને દ્રવ્યાર્થિકનયની ગૌણતાથી હોય ત્યારે ભેદ પ્રાધાન્ય સીધું જ મળે છે. પણ પર્યાયાર્થિકનયની ગૌણતાથી અને દ્રવ્યાર્થિકનયની મુખ્યતાથી ભેદવિવક્ષા કરવી હોય ત્યારે ભેદનો ઉપચાર (આરોપ) કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org