________________
૧૭૨
જૈન તર્કભાષા सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेरिति कालादिभिर्भिन्नात्मनामभेदोपचारः क्रियते । एवं भेदवर्तितदुपचारावपि वाच्याविति । पर्यवसितं परोक्षम् । ततश्च निरूपितः प्रमाणपदार्थः । इति जैनतर्कभाषायां प्रमाणपरिच्छेदः । ગુણો એ જ હોત. એક સ્વભાવી ગુણો જુદા જુદા હોઈ ન શકે. એકદ્રવ્યવૃત્તિસ્વભાવ બધા ગુણોમાં એક જ હોવાથી બધા ગુણો અભિન્ન છે એમ દ્રવ્યાર્થિકનયને સંમત છે, છતાં દરેક ગુણોનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વભાવભેદ વિના સંભવે નહીં. “સ્પર્શગુણ કરતા રૂપગુણનો સ્વભાવ જુદો છે.” એ પ્રતીત જ છે. તેથી સ્વભાવની અપેક્ષાએ પણ ગુણો ભિન્ન છે.
(૩) અર્થ : ગુણોના આશ્રયભૂત પદાર્થો પણ અનેક છે. પદાર્થમાં અનેકતા ન હોય તો તે અનેક ગુણોનો આશ્રય બની ન શકે. (પૂર્વે દર્શાવ્યું છે તેમ પદાર્થ એકક્ષણે એક ગુણયુક્ત હોય છે અને તે ક્ષણે અનેક ગુણો દૃષ્ટ થાય છે.) આ અનેક ગુણો આશ્રયભૂત દ્રવ્યની અનેકતા વિના સિદ્ધ થાય નહીં તેથી આ અનેક ગુણો આશ્રયની અનેકતાને સિદ્ધ કરે છે. આ જ રીતે વિષમકાળે દેખાતા અનેક ગુણો પણ વસ્તુની અનેકતા સિદ્ધ કરે છે. કાચી કેરી ખાટા રસવાળી હોય છે અને પાકી કેરી મીઠા રસવાળી હોય છે. જો બન્ને અવસ્થા દરમ્યાન કરી સર્વથા એકરૂપ જ હોય તો પછી ખાટા અને મીઠા રસ વચ્ચે પણ ભેદ ન ઘટે) માટે ભિન્નકાલીન ગુણોના આશ્રયરૂપે પણ વસ્તુ અનેકાત્મક છે. આ રીતે, આધાર (=અર્થ)ની અપેક્ષાએ પણ ધર્મોમાં પરસ્પર ભેદ છે.
(૪) સંબંધ : સંબંધીઓ ભિન્ન હોવાથી સંબંધ પણ ભિન્ન ભિન્ન છે. અનેક સંબંધીઓ વચ્ચે એક જ સંબંધ હોય તે ઘટી ન શકે. (વસ્તુ અનંતધર્માત્મક છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એ બધા ધર્મો પરસ્પર ભિન્ન ભિન્ન છે. તે અનંતા પરસ્પર ભિન્ન ભિન્ન ધર્મોના આધાર તરીકે દ્રવ્ય પણ અનંતાત્મક છે. જેમ કે આસ્ફરસ ગુણનો આધાર કાચી કેરી છે, મધુર રસ ગુણનો આધાર પાકી કેરી છે. આ રીતે ગુણગુણીના યુગલો ભિન્ન ભિન્ન હોવાથી તેઓ વચ્ચેના સંબંધો પણ ભિન્ન ભિન્ન છે. માટે સંબંધની અપેક્ષાએ પણ ગુણો વચ્ચે ભેદ છે. ગુણ-ગુણી વચ્ચે અપૃથભાવ ( કથંચિત્ તાદાભ્ય) સંબંધ હોય છે જે તાદાભ્યથી એકગુણ સ્વગુણીમાં વૃત્તિ હોય તે જ તાદાભ્યથી અન્યગુણો સ્વગુણીમાં વૃત્તિ ન હોઈ શકે કારણ કે તાદામ્ય = એકરૂપતા = અભેદ. તેથી જો બધે એક જ તાદાભ્ય હોય તો પછી બધા ગુણો અભિન્ન થઈ જાય. જ્યારે પર્યાયાર્થિકનય મતે તો ગુણો વચ્ચે ભેદ છે.
(૫) ઉપકાર : દરેક ગુણ પોતાના ગુણીના સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે પણ તે પોતપોતાની અલગ રીતે ભાગ ભજવે છે. (= ઉપકાર કરે છે.) અર્થાત્, ગુણી પર અનેકગણ દ્વારા જે ઉપકાર થયેલો હોય તેના કરતા વિલક્ષણ પ્રકારનો ઉપકાર તે જ ગુણી પર અન્ય ગુણ દ્વારા થયેલો છે. જેમ કે આવુ રસ ગુણ પોતાના ગુણી (કેરી) પર “ખાટા રસવાળી બનાવવા” રૂપ ઉપકાર કરે છે જયારે મધુરરસ ગુણ ગુણી પર આવો ઉપકાર કરી શકતો નથી. તે તેને મીઠારસવાળી બનાવવા રૂપ ઉપકાર કરે છે. સુગંધગુણ તેને સુગંધી બનાવવા રૂપ ઉપકાર કરે છે. આમ ઉપકારની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ છે.
(૬) ગુણી દેશ : ગુણીમાં રહેલા એક ગુણની અપેક્ષાએ તે ગુણી જે દેશમાં છે, તેનાથી ભિન્નદેશમાં તે ગુણીને પોતાના બીજા ગુણની અપેક્ષાએ સ્વીકારવો જોઈએ કારણ કે તે ગુણો પરસ્પર એકબીજાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org