________________
પ્રમાણપરિચ્છેદ
कारेणाभेदवृत्तिः । य एव गुणिनः सम्बन्धी देश: क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्येषामिति गुणिदेशेनाभेदवृत्तिः । य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स एवान्येषामिति संसर्गेभेदवृत्तिः । गुणीभूतभेदादभेदप्रधानात् सम्बन्धाद्विपर्ययेण संसर्गस्य भेदः । य एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एवाशेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः पर्यायार्थिकनयगुणभावेन द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते । द्रव्यार्थिकगुणभावेन
(૧) કાલ : ‘જીવાદિ વસ્તુ કથંચિત્ છે જ'' આ ભાંગામાં પ્રદર્શિત કરાયેલ ‘અસ્તિત્વ’ ધર્મ જે સમયે જીવાદિ વસ્તુમાં હાજર હોય છે, તે જ સમયે બાકીના અનન્તધર્મો પણ વસ્તુમાં હાજર હોય છે જ. આ રીતે સમકાલીન હોવાથી વસ્તુગત સર્વધર્મો કાલની અપેક્ષાએ અભિન્ન છે. (જીવદ્રવ્ય જ્યાં સુધી વિદ્યમાન છે એટલે કે અસ્તિત્વધર્મથી યુક્ત છે ત્યાં સુધી તે બીજા અનંત ધર્મોથી પણ યુક્ત રહેવાનું. એટલે કે જીવદ્રવ્ય નિત્ય હોવાથી તેનામાં અસ્તિત્વાદિ અનંત ધર્મો નિત્ય રહેવાના તથા ઉત્પન્ન થતાની સાથે જ ઘટમાં અસ્તિત્વધર્મ આવ્યો અને તેની સાથે જ તેનામાં પૃથ્વીત્વાદિ અનંતધર્મો પણ હાજર થઈ ગયા. જ્યાં સુધી ઘટદ્રવ્ય અસ્તિત્વધર્મથી યુક્ત રહેશે ત્યાં સુધી તેનામાં અન્યધર્મો પણ રહેવાના અને નાશ પામવાથી જ્યારે ઘટનો અભાવ થશે, ત્યારે અસ્તિત્વાદિ સર્વધર્મોનો પણ અભાવ થશે કારણ કે તે બધા ધર્મો પણ ઘટની સાથે જ નાશ પામી ગયા. આ રીતે, કાળની અપેક્ષાએ વસ્તુગત અનંત ધર્મોનો અસ્તિત્વધર્મની સાથે અવિનાભાવ (=તાદાત્મ્ય) સિદ્ધ થાય છે.
૧૬૯
(૨) આત્મરૂપ : આત્મરૂપ એટલે સ્વરૂપ સ્વભાવ = ગુણ. જેમ અસ્તિત્વ ધર્મ વસ્તુનો સ્વભાવ છે તેમ બીજા ધર્મો પણ દ્રવ્યના સ્વભાવ છે. આમ સ્વભાવરૂપે સમાન હોવાથી આ અપેક્ષાએ પણ બધા ધર્મો અભિન્ન છે. (અર્થાત્, જેમ અસ્તિત્વમાં જીવધર્મત્વ છે તેમ જીવના અન્ય ધર્મોમાં પણ જીવધર્મત્વ છે. તેથી જીવધર્મત્વન બધા જીવગુણોમાં અભેદ છે.)
(૩) અર્થ : એટલે આધાર. દ્રવ્ય જેમ અસ્તિત્વધર્મનો આધાર છે તેમ અન્ય સર્વધર્મોનો (પર્યાયોનો) પણ આધાર દ્રવ્ય છે. અસ્તિત્વધર્મ જેમ જીવને આશ્રયીને રહ્યો છે તેમ જીવના અન્ય અનન્ત ધર્મો પણ જીવરૂપ દ્રવ્યને આશ્રયીને રહ્યા છે. આ રીતે, આશ્રયની (‘અર્થ’ની) સમાનતા હોવાના કારણે તે બધા ધર્મો અર્થ (આધાર)ની અપેક્ષાએ પણ અભિન્ન છે.
(૪) સંબંધ : દ્રવ્યોનો અસ્તિત્વ ધર્મ ધર્મીથી પૃથક્ ઉપલબ્ધ થતો નથી. કારણ કે દ્રવ્યની સાથે તેને (કથંચિત્) તાદાત્મ્ય (એકરૂપતા) છે. આમ તાદાત્મ્યરૂપ અવિષ્વભાવ (અપૃથગ્ભાવ) સંબંધથી જેમ અસ્તિત્વધર્મ દ્રવ્યમાં રહ્યો છે. તેમ બીજા અનંતા ધર્મો પણ તે જ સંબંધથી દ્રવ્યમાં રહ્યા છે કારણ કે બધા જ ધર્મો દ્રવ્યથી પૃથરૂપે ઉપલબ્ધ થતા નથી અને દ્રવ્ય સાથે (કથંચિત્) એકરૂપ છે. તેથી સંબંધના અભેદથી જીવાદિ દ્રવ્યગત બધા ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે.
(૫) ઉપકાર : પોતાનાથી અનુરક્ત કરવારૂપ જે ઉપકાર અસ્તિત્વગુણ દ્વારા દ્રવ્ય પર કરાય છે તે જ ઉપકાર અન્ય ગુણો દ્વારા પણ કરાય છે. અર્થાત્, અસ્તિત્વરૂપધર્મથી ધર્મીમાં સ્વપ્રકારકબુદ્ધિવિષયત્વ રૂપ ઉપકાર થાય છે એ જ ઉપકાર અન્ય ધર્મો દ્વારા પણ ધર્મીમાં (દ્રવ્યમાં) થાય છે કારણ કે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org