________________
૧૪૩
પ્રમાણપરિચ્છેદ परप्रतिपत्तेः, प्रतिबन्धस्य तर्कत एव निर्णयात्, तत्स्मरणस्यापि पक्षहेतुदर्शनेनैव सिद्धेः, असमर्थितस्य दृष्टान्तादेः प्रतिपत्त्यनङ्गत्वात्तत्समर्थनेनैवान्यथासिद्धेश्च । समर्थनं हि हेतोरसिद्धत्वादिदोषानिराकृत्य स्वसाध्येनाविनाभावसाधनम्, तत एव च परप्रतीत्युपपत्तौ किमपर-प्रयासेनेति
मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तादिप्रयोगोऽप्युपयुज्यते, तथाहि-या खलु क्षयोपशमवित्यादिना किमपरप्रयासेनेत्यन्तेन । असमर्थितस्येति - हेतुपदस्यात्राध्याहार्यतया असमर्थितस्य हेतोरित्यर्थः, अन्यथा 'तत्समर्थनेने'त्यत्र वक्ष्यमाणतत्पदेन हेतोः ग्रहणमसम्भवि स्यात्, तत्पदेन पूर्वप्रक्रान्तग्रहणनियमात् ।
अपवादान् निर्वक्ति 'मन्दमतींस्तु' इत्यादिना । 'यः खलु' इति → एवं खलु ‘हेतुरेव हि केवलमिति (प्रमाणवा.१-२८) बौद्धपक्षः सङ्गमितो भवति । 'तं प्रति पक्षोऽपी'ति → अयमेव हि मुख्यवृत्त्योपयुज्यत इति मूललक्षणे तदेवाभिहितम् । 'तं प्रति दृष्टान्तोऽपिति → अनेन साङ्ख्यादिपक्षाः समन्विता । तं प्रत्युपनयोऽपीति → मीमांसकैकदेशिनो मतमपि सङ्गमितम् । ‘एवमपि साकाङ्क्षमि'त्यादिना पञ्चा
* પરાર્થોનમાનમાં દૃષ્ટાન્તાદિના ઉપન્યાસ વિશે અનેકન્ડ | પરાર્થાનુમાનનાં લક્ષણમાં જણાવી દીધું કે પક્ષ-હેતુવચનથી અન્યને સાધ્યની પ્રતીતિ કરાવાય છે એટલે પરાર્થાનુમાનના અવયવો બે થયા-પક્ષવચન અને હેતુવચન. આ અંગે જુદા જુદા દર્શનકારોની જુદી જુદી માન્યતા છે. નૈયાયિકો અને વૈશેષિકો પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનય-નિગમનવાક્યાત્મક પંચાવયવ માને છે. સાંખ્યો પક્ષ હેતુ-દષ્ટાન્તવચન એમ ત્રણ અવયવો માને છે. મીમાંસકો પણ પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણરચનાત્મક ત્રણ અવયવો માને છે. બૌદ્ધ માત્ર હેતુવચન રૂપ એક અવયવ માને છે. તે બધાનું નિરસન કરવા ગ્રન્થકાર હવે પરાર્થાનુમાનના વાસ્તવમાં કેટલા અવયવ છે તે જણાવે છે. પક્ષવચન અને હેતુવચનરૂપ બે અવયવો જ પરપ્રતીતિના કારણ છે. દષ્ટાન્તાદિવચનને કારણ માનવાની જરૂર નથી કારણ કે પક્ષવચન અને હેતુવચનથી જ શ્રોતાને પ્રતીતિ થઈ શકે છે. માટે પરપ્રતીતિ માટે જેટલું જરૂરી હોય તેટલું જ કહેવું જોઈએ (અને જેટલું જરૂર હોય તેટલું કહેવું જ જોઈએ.).
શંકા : વ્યાપ્તિનો નિર્ણય કરવા માટે દાન્ત તો જોઈએ ને ? વ્યાપ્તિના નિર્ણય વિના કોઈ હેતુ સાધ્યપ્રતીતિ કરાવી શકતો નથી. વળી, વ્યાપ્તિનો નિર્ણય પણ પક્ષભિન્ન સ્થાનમાં થતો હોવાથી દૃષ્ટાન્તવચન પણ જરૂરી છે. પર્વત પર ધૂમ હોવાથી તે વદ્ધિમાન છે, જેમ કે મહાનસ.' આટલું બોલાય એટલે મહાનસમાં વ્યાપ્તિનો નિર્ણય થઈ જાય જેથી પર્વત પર વલિની અનુમિતિ થઈ શકે.
સમા. : દષ્ટાન્ત તો એક વ્યક્તિરૂપ છે તેથી તેના આધારે સાર્વત્રિક વ્યાપ્તિનો નિર્ણય થઈ ન શકે. એક વ્યક્તિરૂપ દષ્ટાન્તમાં હેતુ-સાધ્યનો સહચાર જોવા મળે એટલા માત્રથી વ્યાપ્તિનો નિર્ણય થઈ શકતો નથી. સાર્વત્રિક વ્યાપ્તિનિર્ણય તો તર્કપ્રમાણ દ્વારા થાય છે. તેથી વ્યાપ્તિનો નિર્ણય કરવા માટે દષ્ટાન્તવચન ઉપયોગી બનતું નથી.
શંકા : વ્યાપ્તિનો નિર્ણય કરવાનું સામર્થ્ય તર્કનું હોવાથી તે માટે ભલે દષ્ટાન્તવચન ઉપયોગી ન બને પણ તર્કથી પૂર્વે નિર્ણાત કરેલી વ્યાપ્તિનું સ્મરણ કરવા માટે તો દષ્ટાન્તવચન ઉપયોગી બને ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org