________________
પ્રમાણપરિચ્છેદ
૧૫૧
प्रतिषेधरूपोऽपि हेतुर्द्विविधः-विधिसाधकः प्रतिषेधसाधकश्चेति । आद्यो विरुद्धानुपलब्धिनामा विधेयविरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलम्भभेदात्पञ्चधा । यथा अस्त्यत्र रोगातिशयः, नीरोगव्यापारानुपलब्धेः । विद्यतेऽत्र कष्टम्, इष्टसंयोगाभावात् । वस्तुजातमनेकान्तात्मकम्, एकान्तस्वभावानुपलम्भात् । अस्त्यत्र च्छाया, औष्ण्यानुपलब्धेः । अस्त्यस्य मिथ्याज्ञानम्, सम्यग्दर्शनानुपलब्धेरिति । તેની ઉપલબ્ધિ એ હેતુ બનીને મુહૂર્ત પૂર્વેના મૃગશીર્ષોદયાભાવનું અનુમાન કરાવે છે.
(૭) પ્રતિષેધ્યવિરુદ્ધસહચરોપલબ્ધિ હેતુઃ પ્રતિષેધ્યથી વિરુદ્ધ જે પદાર્થ હોય તેના સહચરની ઉપલબ્ધિ થાય ત્યારે તે પ્રતિષેધ્યના અભાવની સિદ્ધિ કરી આપશે. દા.ત. “આને મિથ્યાજ્ઞાન નથી, કારણ કે તે સમ્યગ્દર્શનયુક્ત છે' સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બન્ને સમનિયત હોય છે. અહીં પ્રતિષેધ્ય છે મિથ્યાજ્ઞાન, તેનાથી વિરુદ્ધ છે સમ્યજ્ઞાન, તેનો સહચર છે સમ્યગ્દર્શન, તેની ઉપલબ્ધિ એ હેતુ બને છે. તેનાથી મિથ્યાજ્ઞાનના અભાવનું અનુમાન થાય છે. આ રીતે નિષેધસાધકવિધિરૂપ (વિરુદ્ધોપલબ્ધિરૂપ) હેતુઓના સાત પ્રકાર છે.
વિધિસાધક નિષેધરૂપ હેતુના ૫ પ્રક્ષર વિધિરૂપ હેતુ બાદ હવે ક્રમશઃ નિષેધરૂપ હેતુના ભેદ-પ્રભેદનું નિરૂપણ કરે છે. નિષેધરૂપ હેતુ એટલે અભાવાત્મક હેતુ. તેના બે ભેદ છે. કેટલાક ભાવસાધક છે, કેટલાક અભાવસાધક છે. ભાવસાધક હેતુ વિરુદ્ધાનુપલબ્ધિરૂપ હોય છે. તેના પાંચ પ્રકાર છે. તે દરેકને ક્રમશઃ ઉદાહરણપૂર્વક જણાવે છે -
(૧) વિધેયવિરુદ્ધકાર્યાનુપલબ્ધિ હેતુ: વિધેય(સાધ્ય) થી વિરુદ્ધ જે પદાર્થ હોય તેના કાર્યની અનુપલબ્ધિ હોય ત્યારે તે હેતુ બનીને વિધેયની સત્તા સિદ્ધ કરી આપશે. દા.ત. “આ માણસમાં પ્રબળ રોગ છે, કારણ કે (તેનામાં) નીરોગી પુરૂષનો વ્યાપાર દેખાતો નથી.” અહીં સાધ્ય છે, રોગતિશય, તેનાથી વિરુદ્ધ છે નીરોગી અવસ્થા, તેનું કાર્ય નીરોગી વ્યાપાર, તેની અનુપલબ્ધિ છે. આ અનુપલબ્ધિ હેતુ બનીને રોગતિશયનો અનુમાપક બને છે.
(૨) વિધેયવિરુદ્ધકારણાનુપલબ્ધિ હેતુઃ વિધેયથી વિરુદ્ધ જે પદાર્થ હોય, તેના કારણની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યાનમાપક બને છે. દા.ત. “આ માણસને કષ્ટ હોવું જોઈએ, કારણ કે તેને હજી ઈષ્ટ વસ્તુનો સંયોગ થયો નથી. અહીં સાધ્ય છે કષ્ટ, તેનાથી વિરુદ્ધ છે સુખ, તેના કારણભૂત છે ઈષ્ટસંયોગ, તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી કષ્ટનું અનુમાન કરાય છે.
(૩) વિધેયવિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ : વિધેયથી વિરુદ્ધ એવા સ્વભાવની અનુપલબ્ધિથી સાવ્યાનુમિતિ થાય છે. દા.ત. “જગતનો વસ્તુસમૂહ અનેકાન્તાત્મક છે, કારણ કે ક્યાંય એકાન્ત (નિત્યસ્વાદિ) સ્વભાવ જોવા મળતો નથી.' અહીં સાધ્ય છે અનેકાન્તસ્વભાવ, તેનાથી વિરુદ્ધ સ્વભાવ છે એકાન્તાત્મકતા, તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી અનેકાન્તાત્મકતાની અનુમતિ કરાય છે.
(૪) વિધેયવિરુદ્ધવ્યાપકાનુપલબ્ધિ હેતુઃ વિધેયથી વિરુદ્ધ પદાર્થના વ્યાપકની અનુપલબ્ધિ હેતુ બનીને વિધેયની સિદ્ધિ કરી આપે છે. દા.ત. “અહીં છાયા છે, કારણ કે ઉષ્ણતા જણાતી નથી. અહીં સાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org