________________
પ્રમાણપરિચ્છેદ
૧૫૫
मुख्यतया तदाभास: । किञ्च, अन्यतरासिद्धो यदा हेत्वाभासस्तदा वादी निगृहीत: स्यात्, न च निगृहीतस्य पश्चादनिग्रह इति युक्तम् । नापि हेतुसमर्थनं पश्चाद्युक्तम्, निग्रहान्तत्वाद्वादस्येति । अत्रोच्यते-यदा वादी सम्यगहेतुत्वं प्रतिपद्यमानोऽपि तत्समर्थनन्यासविस्मरणादिनिमित्तेन प्रतिवादिनं प्राश्निकान् वा प्रतिबोधयितुं न शक्नोति, असिद्धतामपि नानुमन्यते, सम्यक्त्वं प्रस्थापयितुं शक्नोति न तदा निग्रहस्थानं, हेतुशुद्ध्यादेरपि दशावयववाक्यप्रयोगानुज्ञयाऽनुज्ञातत्वात् । यदि च स्वप्रयुक्तहेतोः सम्यक्त्वं जानन्नपि न सभाक्षोभादिकारणपारवश्यात् परं प्राश्निकान् वा तज्ज्ञापयितुमलं, स्वयं च तस्यासिद्धत्वं नानुमन्यते तदाऽन्यतरासिद्धत्वेनैव स निगृहीतो भवति । एवं च स्वयमनभ्युपगतमपि प्रतिवादिमात्रसिद्धतया हेतुं प्रयुञ्जानोऽप्यन्यतरासिद्धहेत्वाभासाख्यनिग्रहस्थानेन निगृहीतो भवति । જ કહો, હેતુ અન્યતરાસિદ્ધ રહેવાનો જ ક્યાંથી ?
શંકા. : પ્રતિવાદીએ અસિદ્ધ જાહેર કરેલા હેતુને વાદી જ્યાં સુધી પ્રતિવાદીને પ્રમાણથી સિદ્ધ કરી ન બતાવે ત્યાં સુધીના વચગાળાના સમયમાં તો એ હેતુ પ્રતિવાદીને અસિદ્ધ જ રહેવાનો ને. એ વચગાળાના સમયની અપેક્ષાએ તો એ અન્યતરાસિદ્ધ થયો જ કહેવાય ને ?
સમા. : તમે જો આવી દલીલ કરો તો પછી હેતુમાં જે અસિદ્ધતા આવશે તે ગૌણ (ઔપચારિક) હશે, વાસ્તવિક નહીં હોય. વાસ્તવમાં જે સદ્ધતું હોય અને પ્રતિવાદી તેને અસિદ્ધ કહેતો હોય ત્યારે વાદી પ્રતિવાદીને તે હેતુ પ્રમાણથી સિદ્ધ ન કરી આપે તે વચગાળાના કાળ દરમ્યાનમાં તે હેતુ દુષ્ટ બની જતો નથી કે જેથી તે કાળ દરમ્યાનમાં તેને અસિદ્ધ હેત્વાભાસ કહી શકાય ! સાચા રત્નની પરખ કરાવી આપનાર કોઈ ન મળે ત્યારે અથવા હીરાપારખું તેને સમજાવે કે ભાઈ ! આ તો કિંમતી રત્ન છે ઈત્યાદિ... આ સમજાવટ દ્વારા હીરાપારખું સામા પુરુષને સાચા રત્નની રત્ન રૂપે જ્યાં સુધી ઓળખાણ કરાવી ન શકે એટલા વચગાળાના કાળ દરમ્યાનમાં પણ સાચું રત્ન કાંઈ રત્નાભાસ (કાચનો ટુકડો) થોડો બની જાય છે ? હા, જયાં સુધી રત્નની ઓળખાણ થઈ નથી. ત્યાં સુધી તે રત્નને વિશે કાચના ટુકડા તરીકેનો વ્યવહાર થાય. તેમ છતા પણ તે વ્યવહાર અજ્ઞાનમૂલક હોવાથી વાસ્તવિક કે પ્રામાણિક નથી (તમારા વીતરાગી જિનેશ્વર પરમાત્માને વીતરાગ ન માનનારા કોઈકને તમે પ્રમાણથી “આ વીતરાગ છે' એવું જ્યાં સુધી સિદ્ધ કરી ન આપો ત્યાં સુધી વીતરાગ કાંઈ ‘સરાગી” થોડા કહેવાય ?).
વળી, વાદ વ્યવસ્થામાં જે અઢાર પ્રકારના નિગ્રહસ્થાનો બતાવ્યા છે તેમાં ‘હત્વાભાસનો પ્રયોગ કરવો’ એ પણ એક પ્રકારનું નિગ્રહસ્થાન છે. હવે જો અન્યતરાસિદ્ધ હેતુને હેત્વાભાસ કહેશો તો પછી તેવા હેતુના પ્રયોગ કરનારો વાદી નિગૃહીત જ થઈ જશે અને એકવાર નિગૃહીત થઈ ગયા પછી તે અનિગૃહીત બની શકતો નથી. એકવાર હેત્વાભાસનો પ્રયોગ કરીને નિગૃહીત થયા બાદ પ્રયુક્ત હેતુનું સમર્થન કરે તો પણ પછી તે અનિગૃહીત થઈ શકવાનો નથી કારણ કે વાદ નિગ્રહાન્ત હોય છે. નિગ્રહ થતા જ વાદ પૂર્ણ થઈ જાય છે. પછી દલીલ કરીને તે હેતુને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીને વાદીને અનિગૃહીત બનવાનો અવકાશ જ ક્યાં રહ્યો ? આ તો એકવાર યોદ્ધો મરી ગયા પછી પુનર્જીવિત કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org