________________
૧૬૪
જૈન તર્કભાષા सत्त्ववत् तस्य स्वातन्त्र्येणानुभवात्, अन्यथा विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावेन हेतोस्त्रैरुप्यव्याघातप्रसङ्गात् । स्यादस्त्येव स्यान्नास्त्येवेति प्राधान्येन क्रमिकविधिनिषेधकल्पनया तृतीयः । स्यादवक्तव्यमेवेति युगपत्प्राधान्येन विधिनिषेधकल्पनया चतुर्थः, एकेन पदेन युगपदुभयोर्वक्तुછે અને જિજ્ઞાસા થયા પછી તદનુરૂપ પ્રશ્નો ઊઠે છે. વસ્તુમાં સંદેહ પડી શકે એવા ધર્મો સાત પ્રકારના જ છે તેથી સાત પ્રકારના જ સંદેહ ઉત્પન્ન થાય છે. આ સંદેહના કારણે ઊભી થતી વસ્તુના સ્વરૂપને જાણવાની ઈચ્છા સાત પ્રકારની હોય છે અને પ્રશ્નો તો જિજ્ઞાસામૂલક (જિજ્ઞાસાનુરૂપ) જ હોય છે માટે પ્રશ્નો પણ સાત પ્રકારના ઊઠે છે. પ્રશ્નો જ્યારે સાત જ પ્રકારના હોય ત્યારે તેના સમાધાનરૂપે કરાતા વચનપ્રયોગોને પણ સાત જ પ્રકાર હોય એ સમજાય એવી વાત છે. માટે જ આવા ભાં છે. ન્યૂનાધિક ભાંગા હોતા નથી. હવે ક્રમશઃ તે સાતે ય પ્રકારના ભાંગાનું સ્વરૂપ જણાવે છે.
(૧) ચાતિ વ : બધી વસ્તુઓ કથંચિત્ (=અમુક અપેક્ષાએ) છે જ. આમ વિધિની પ્રધાનતાથી પહેલો ભાગો થયો. આમાં પ્રધાનતાએ વિધેયાત્મક વલણ (Positive Angle) થી વિચારવામાં આવે છે ત્યારે બધી વસ્તુ કથંચિત્ છે જ – એટલે કે અસ્તિત્વધર્મયુક્ત છે. અહીં “સ્યાત્’ એટલે “કથંચિત્' એટલે કે “અમુક અપેક્ષાએ.” દરેક વસ્તુઓ કથંચિત્ વિદ્યમાન છે. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ છે. (પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અવિદ્યમાન પણ છે.) જેમ કે દ્રવ્યની અપેક્ષાએ ઘડો પાર્થિવ પદાર્થરૂપે વિદ્યમાન છે, જલીયપદાર્થરૂપે નથી. ક્ષેત્રની અપેક્ષાએ પાટલિપુત્રમાં છે, કન્યાકુમારીમાં નથી. કાળની અપેક્ષાએ શિયાળાની અપેક્ષાએ છે, વસન્તાદિ ઋતુની અપેક્ષાએ નથી. ભાવની અપેક્ષાએ શ્યામરૂપે વિદ્યમાન છે પણ લાલવર્ણવાળા રૂપે અવિદ્યમાન પણ છે. ‘સત્ય ધટ' કહે, તો ઘડો (સર્વ અપેક્ષાએ) વિદ્યમાન છે એમ સિદ્ધ થઈ જાય માટે અનેકાંત સૂચક “ચાત્' પદનો પ્રયોગ પ્રત્યેક ભાંગામાં કરાય છે. આ વાત આગળના દરેક ભાંગાઓ માટે પણ સમજી રાખવી.
(૨) શાસ્ત્રાવ : બધી વસ્તુઓ કથંચિત્ અવિદ્યમાન છે. આ ભાંગામાં પ્રધાનપણે નિષેધની કલ્પના છે. અર્થાત્, અહીં નકારાત્મક વલણ (Negative Angle) થી વિચારણા કરાય છે. દરેક વસ્તુઓ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિદ્યમાન છે. પણ પરકીય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિચારાય તો તે જ વસ્તુ અવિદ્યમાન પણ છે જ. (દા.ત. છગનભાઈના પુત્ર કાંતિભાઈ વિદ્યમાન છે. પણ એ છગનપુત્રત્વેન જ વિદ્યમાન છે. મગનપુત્રત્વેન તો અવિદ્યમાન છે.).
બૌદ્ધ : “સત્ત્વ' ધર્મ વસ્તુનો વાસ્તવિક છે પણ વસ્તુમાં “અસત્ત્વ હોતું નથી. જેમાં અસત્ત્વ હોય (અર્થાતુ, જેની સત્તા ન હોય) તે વસ્તુ જ શી રીતે કહેવાય? માટે વસ્તુનો “અસત્ત્વ' ધર્મ કાલ્પનિક છે અને કાલ્પનિક ધર્મને વસ્તુનું સ્વરૂપ ન કહેવાય.
જૈન. : “અસત્ત્વ' વસ્તુનો કાલ્પનિક ધર્મ નથી પણ વાસ્તવિક જ છે. જે રીતે વસ્તુમાં “સત્ત્વ' ધર્મ જણાય છે એ જ રીતે વાસ્તવિક એવો અસત્ત્વ ધર્મ પણ સ્વતંત્ર રીતે જણાય છે. હા, વસ્તુમાં સર્વથા અસત્ત્વ છે એવું કહેતા હોઈએ તો તે જરૂર કાલ્પનિક બને પણ અપેક્ષિક અસત્ત્વ ધર્મ તો બધામાં છે જ. જો વસ્તુમાં અસત્ત્વ ધર્મ ન માનો તો તમે માનેલી હેતુની તિરૂપતા શી રીતે ઘટશે ? કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org