________________
પ્રમાણપરિચ્છેદ
૧૬૩ प्रथमो भङ्गः । स्यात्-कथञ्चित् स्वद्रव्यक्षेत्रकालभावापेक्षयेत्यर्थः । अस्ति हि घटादिकं द्रव्यतः पार्थिवादित्वेन, न जलादित्वेन । क्षेत्रतः पाटलिपुत्रकादित्वेन, न कान्यकुब्जादित्वेन । कालत: शैशिरादित्वेन, न वासन्तिकादित्वेन । भावतः श्यामादित्वेन, न रक्तादित्वेनेति । एवं स्यानास्त्येव सर्वमिति प्राधान्येन निषेधकल्पनया द्वितीय । न चासत्त्वं काल्पनिकम; नन्तधर्मकत्वेनानन्तानां सप्तभङ्गीनां सम्भवस्तथापि प्रतिपर्यायं विधिनिषेधप्रकारापेक्षया भङ्गानां सप्तत्वं, तच्च प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तधा एव सम्भवात्, तेषामपि सप्तत्वं सप्तधैव तज्जिज्ञासानियमात्, तस्या अपि सप्तधात्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात्, तस्यापि सप्तप्रकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः । ___आद्यभङ्गद्वये क्रमशः विधेर्निषेधस्य च प्राधान्योक्त्या निषेधस्य विधेश्च गौणत्वं यद्दर्शितं तद् वक्तुर्विवक्षयैव, न तु वस्तुनि वस्तुतस्तयोः तथात्वं, पर्यायमात्रस्य वस्तुनि प्राधान्येन सत्त्वात्, गौणमुख्यभावस्य वक्तुर्विवक्षाधीनत्वादिति ध्येयम् । अत एव ‘कल्पनयेति पदमुपात्तम् । તાત્પર્ય પણ ત્યાં હોતું નથી. માત્ર ઘટની સત્તા જણાવવાનું જ તેનું તાત્પર્ય હોય છે.) તો સપ્તભંગીયુક્ત બોધ ન થવાથી તે બોધમાં પરિપૂર્ણાર્થપ્રાપકતા નથી માટે શું એવા લોકવાક્યમાં પ્રામાણ્ય નહીં માનવાનું?
સમા. ઃ આવા લોકવાક્યમાં જ્યાં સપ્તભંગીનો સંસ્પર્શ જોવા ન મળે ત્યાં આગળ પણ તેવા વાક્યથી ઘટરૂપ અર્થની પ્રાપ્તિ થતી દેખાય છે. તેથી આવા જ્ઞાનમાં પણ અર્થપ્રાપકતા હોવાના કારણે લૌકિક પ્રામાણ્ય (=વ્યાવહારિક પ્રામાણ્ય) માનવામાં કોઈ બાધ નથી. પરંતુ સાથે એ પણ સમજી રાખવાનું કે સપ્તભંગીસંસ્પર્શશુન્ય એવા વાક્યથી થતા બોધમાં પરિપૂર્ણાર્થપ્રાપકતા રૂપ તાત્ત્વિક પ્રામાણ્ય તો નથી જ. અહીં જે પરિપૂર્ણાર્થપ્રાપકતા કહી છે તે પારિભાષિક જાણવી કારણ કે અનંતધર્મક વસ્તુને સંપૂર્ણ રીતે જણાવવાનું સામર્થ્ય તો માત્ર કેવળજ્ઞાનમાં જ છે. સપ્તભંગી તો માત્ર સત્ત્વ, નિત્યત્વ જેવા એકાદ ધર્મની અપેક્ષાએ જ વસ્તુને પૂર્ણતયા જણાવે છે તેથી આ પરિપૂર્ણાર્થપ્રાપકતાને આ રીતની (એક ધર્મની અપેક્ષાએ) પારિભાષિક જાણવી.
સમભંગીનું સ્વરૂપ ક આ સાત ભાંગા ક્યા ક્યા છે? એવી જિજ્ઞાસા સંતોષવા સપ્તભંગીનું સ્વરૂપ જણાવે છે – જીવાદિ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ-નિત્યત્વ અનિત્યાદિ ધર્મો અંગે પ્રશ્ન ઊઠે છે. ત્યારે તે તે પ્રશ્નના સમાધાનરૂપે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધ ન આવે એ રીતે વિધિ અને નિષેધનો પૃથક પૃથક્ રૂપે અને સમુદિતરૂપે વિચાર કરવા દ્વારા “સ્યાત” અવયવથી યુક્ત એવા સાત પ્રકારે વચનપ્રયોગ કરાય છે. આને સપ્તભંગી કહે છે.
શંકા : આવા ભાંગા સાત જ શા માટે ? ન્યૂન કે અધિક કેમ નહીં ?
સમા. : કોઈ પણ એક વસ્તુના પ્રત્યેક પર્યાયમાં સાત પ્રકારના ધર્મો જ રહી શકે છે માટે સાત જ ભાંગા થઈ શકે. અર્થાત્, દરેક વસ્તુ અનન્તધર્મક છે પરંતુ આ સાત ભાંગામાં જ તે અનંતધર્મો વિભાજિત થઈ જાય છે. વસ્તુના સ્વરૂપનો સંદેહ થયા પછી તે સંદેહને અનુરૂપ વસ્તુના સ્વરૂપની જિજ્ઞાસા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org