________________
૧૫૮
જૈન તર્કભાષા बाधितविषयश्चेति द्विविधस्याप्यप्रयोजकाह्वयस्य तस्य प्रतीत-निराकृताख्यपक्षाभासभेदानतिवर्जयित्वा परोपन्यस्तेन सर्वेणापि वाक्प्रयोगेण आर्हतानां प्रतीतस्यैवार्थस्य प्रकाशनात् । द्वितीयश्च निराकृतसाध्यधर्मको यथा 'नास्ति भूतातिरिक आत्मेति, पृथिव्यप्तेजोवायुभ्यः शरीरत्वेन परिणतेभ्यो विलक्षणस्यात्मद्रव्यस्य स्वसंवेदनप्रत्यक्षेण चकासनात्प्रत्यक्षनिराकृतसाध्यधर्मकोऽयं पक्षः । एवमनुमानाऽऽगम-लोक-स्ववचनादिभिरपि क्वचित् साध्यस्य निराकृतत्वसम्भवादनेकभेदोऽयम् । अनभीप्सितसाध्यधर्मको यथा स्याद्वादिनः शाश्वतिक एव घटादिरशाश्वतिक एवेति वा वदतः । स्याद्वादिनः सर्वत्र वस्तुनि नित्यत्वैकान्तोऽनित्यत्वैकान्तो वा नाभीप्सितस्तथापि कदाचिदसौ विस्मरणादिना एवमपि वदेत् । ‘एतेने'ति → नैयायिकादिपरिकल्पितस्य बाधितहेत्वाभासस्यापि निराकृतसाध्यधर्मकाख्यपक्षाभास एवान्तर्भावादिति । 'प्रकरणसमोऽपी'ति - अतुल्यबलत्वे अन्यतरहेतोः प्रतिक्षिप्तत्वेन 'तुल्यबल' इत्युक्तम् । यद्यपि परस्परविरुद्धसाधकयोः स्थापनाप्रतिस्थापनाहेत्वोरेकस्यावश्यमेव दुष्टत्वं तथापि तत्काले वादिप्रतिवादिभ्यां स्वपक्षप्रतिपक्षहेतौ तन्न ज्ञायत इति वस्तुतस्तुल्यबलत्वाभावेऽपि तुल्यबलतया ज्ञाते इत्यर्थः, अतुल्यबलतयाऽज्ञात इति वाऽर्थः ।
7 અકિંચિક્ર હેતુની હેત્વાભાસતાનું નિરાક્રણ છે વાદી ધર્મભૂષણે અકિંચિત્કર (અથવા અપ્રયોજક) હેત્વાભાસના (૧) સિદ્ધસાધન, અને (૨) બાધિતવિષયક એવા બે ભેદ જણાવ્યા છે. જે સાધ્ય સિદ્ધ જ હોય તેની પુનઃ સિદ્ધિ શું કરવાની ? માટે સિદ્ધ થઈ ચુકેલા સાધ્યની સિદ્ધિ કરવા અપાયેલો હેતુ વિશેષ કંઈ સિદ્ધ કરી શકતો ન હોવાથી તે હેતુ અકિંચિત્કર (અપ્રયોજક) છે. આજ રીતે જે હેતુનું સાધ્ય પ્રત્યક્ષ કે આગમથી બાધિત હોય તે હેતુ પણ સાધ્યસિદ્ધિ કરી શકતો નથી માટે તે પણ અકિંચિકર છે.
ધર્મભૂષણે બતાવેલો આ અકિંચિત્કર નામક ચોથો હેત્વાભાસ શ્રદ્ધેય નથી કારણ કે પક્ષ અપ્રતીત અને અનિરાકૃત હોવો જોઈએ તેથી સિદ્ધસાધન નામનો અપ્રયોજક હેત્વાભાસ “પ્રતીત' હોવાથી પક્ષાભાસમાં જ સમાવિષ્ટ થશે અને જેને તે બાધિતવિષય નામનો અપ્રયોજક હેત્વાભાસ કહે છે તે પણ “નિરાકૃત” હોવાથી નિરાકૃત' નામના પક્ષાભાસમાં જ સમાવિષ્ટ થશે આમ, ધર્મભૂષણની અકિંચિત્કર હેત્વાભાસની વાત જ અકિંચિત્કર છે.
શંકા : જ્યાં આગળ પક્ષદોષ હોય ત્યાં હેતુદોષ પણ માનવાનો એવો નિયમ છે અને તેથી પક્ષના દુષણોને હેત્વાભાસ કહેવા પડશે.
સમા.: માત્ર પક્ષના દોષોને જ હેત્વાભાસ માનવાનો અર્ધજરતીયન્યાય શા માટે? આ રીતે તો તમારે સાધ્યના દોષોને, દષ્ટાન્તના દોષોને પણ હેત્વાભાસ માનવા પડશે અને એવું કરવા જતા તો હેત્વાભાસની કુલ સંખ્યા ઘણી વધી જશે. માટે જ્યાં પક્ષદોષ હોય ત્યાં હેતુદોષ માનવો એ નિયમ શ્રદ્ધેય નથી. (નૈયાયિકો પણ સિદ્ધસાધનને હેત્વાભાસ માનતા નથી. ન્યાયદર્શનની માન્યતા એવી છે કે જે હેતુ અનુમિતિનો કે અનુમિતિના કરણભૂત વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક હોય તેને હેત્વાભાસ કહેવાય. અનેકાંતિક હેત્વાભાસ અનુમિતિ કરણભૂત વ્યાતિજ્ઞાનનો પ્રતિબંધક છે માટે હેત્વાભાસ છે અને બાધાદિ અનુમિતિના પ્રતિબંધક હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org