________________
પ્રમાણપરિચ્છેદ
૧૫૩ स त्रेधा-असिद्धविरुद्धानैकान्तिकभेदात् । तत्राप्रतीयमानस्वरूपो हेतुरसिद्धिः । स्वरूपाप्रतीतिश्चाज्ञानात्सन्देहाद्विपर्ययाद्वा । स द्विविधा-उभयासिद्धोऽन्यतरासिद्धश्च । आयो यथा शब्दः परिणामी चाक्षुषत्वादिति । द्वितीयो यथा अचेतनास्तरवः विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणमरणरहितत्वात्, अचेतनाः सुखादयः उत्पत्तिमत्त्वादिति वा ।।
(૪) પ્રતિષેધ્યાવિરુદ્ધકારણાનુપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યની અવિરુદ્ધ એવા કારણની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરાવે છે. દા.ત. “આને પ્રશમાદિ ભાવો નથી, કારણ કે તેનામાં તત્ત્વાર્થની શ્રદ્ધા જણાતી નથી. અહીં પ્રતિષેધ્ય છે પ્રશમાદિ ભાવો, તેનું અવિરુદ્ધ કારણ છે તત્ત્વાર્થશ્રદ્ધાન (સમ્યગ્દર્શન), તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી પ્રશમાદિના અભાવનું અનુમાન કરાય છે.
(૫) પ્રતિષેધ્યાવિરુદ્ધપૂર્વચરાનુપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યને અવિરુદ્ધ એવા પૂર્વચરની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ આપે છે. દા.ત. “મુહૂર્તના અંતે સ્વાતિ નક્ષત્રનો ઉદય નહીં થાય, કારણ કે અત્યારે ચિત્રા નક્ષત્રનો ઉદય નથી.” ચિત્રોદય પછી મુહૂર્તાન્ત સ્વાતિનો ઉદય થાય છે. અહીં પ્રતિષેધ્ય છે સ્વાતિનો ઉદય, તેનો અવિરુદ્ધ પૂર્વચર છે ચિત્રોદય, તેની અનુપલબ્ધિ (અભાવ) એ હેતુ બને છે અને તેનાથી મુહૂર્તાન્ત સ્વાતિ ઉદયાભાવની અનુમિતિ કરાય છે.
(૬) પ્રતિષેધ્યાવિરુદ્ધોત્તરચરાનુપલબ્ધિ હેતુઃ પ્રતિષેધ્યથી અવિરુદ્ધ એવા ઉત્તરચરની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરી આપે છે. દા.ત. “મુહૂર્ત પૂર્વે પૂર્વભદ્રપદા નક્ષત્રનો ઉદય નહોતો, કારણ કે અત્યારે ઉત્તરભદ્રપદાનો ઉદય નથી. પૂર્વભદ્રપદા પછી ઉત્તરભદ્રપદાનો ઉદય થાય. અહીં પ્રતિષેધ્ય છે મુહૂર્ત પૂર્વે પૂર્વભદ્રપદાનો ઉદય, તેનો અવિરુદ્ધ ઉત્તરચર છે ઉત્તરભાદ્રપદાનો ઉદય, તેની અનુપલબ્ધિ (અભાવ) એ હેતુ બને છે અને તેનાથી મુહૂર્ત પૂર્વે પૂર્વભદ્રપદાના ઉદયના અભાવની અનુમિતિ કરાય છે.
(૭) પ્રતિષેધ્યાવિરુદ્ધસહચરાનુપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યથી અવિરુદ્ધ એવા સહચરની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરી આપે છે. દા.ત. “આને સમ્યજ્ઞાન નથી, કારણ કે સમ્યગ્દર્શન જણાતું નથી.” અહીં પ્રતિષેધ્ય છે સમ્યજ્ઞાન, અને તેનાથી સમ્યજ્ઞાનાભાવની અનુમતિ કરાય છે.
આ રીતે, પ્રતિષેધસાધક પ્રતિષેધરૂપ હેતુના સાત પ્રકારોનું પણ ઉદાહરણ સહિત નિરૂપણ કર્યું. આમ, અન્યથાનુપપત્તિ રૂપ એક જ લક્ષણ (સ્વરૂપ) વાળા હેતુના જુદી રીતે જુદા જુદા અનેક પ્રકારો બતાવ્યા. તે બધા સ્વસાધ્યસાધક હોવાથી હેતુ બને છે. સ્વસાધ્યની સિદ્ધિ કરી ન શકે તે હેત્વાભાસ કહેવાય છે.
૯ હેત્વાભાસ - પ્રરૂપણા ૯ સદ્ધતુનું લક્ષણ, પ્રકારાદિ દ્વારા નિરૂપણ કરીને હવે અસતુનું નિરૂપણ કરે છે. સદ્ધતુનું નિશ્ચિતા થાનુપમત્તિકત્વરૂપ લક્ષણ બતાવ્યું, એનાથી જ અસદ્ધતુનું અનિશ્ચિતા થાનુ પરિકત્વ સ્વરૂપ ફલિત થઈ જાય છે માટે તેનું સ્વરૂપ ન જણાવતા સીધા તેના પ્રકારો જ જણાવે છે.
હેત્વાભાસના ત્રણ પ્રકાર છે (૧) અસિદ્ધ (૨) વિરુદ્ધ (૩) અનૈકાન્તિક (વ્યભિચારી)
(૧) અસિદ્ધ હેત્વાભાસ : જે હેતુનું સ્વરૂપ જ અપ્રતીયમાન હોય તેને અસિદ્ધ કહેવાય. હેતુના સ્વરૂપની પ્રતીતિ ન થવામાં ત્રણ કારણો હોઈ શકે છે. ક્યાંક સ્વરૂપનું જ્ઞાન ન હોય, ક્યાંક તેના સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org