________________
૧૫ર
જૈન તર્કભાષા द्वितीयोऽविरुद्धानुपलब्धिनामा प्रतिषेध्याविरुद्धस्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचरानुपलब्धिभेदात् सप्तधा । यथा नास्त्यत्र भूतले कुम्भः, उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् । नास्त्यत्र पनसः, पादपानुपलब्धेः । नास्त्यत्राप्रतिहतशक्तिकम् बीजम्, अङ्कुरानवलोकनात् । न सन्त्यस्य प्रशमप्रभृतयो भावाः, तत्त्वार्थश्रद्धानाभावात् । नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिः, चित्रोदयादर्शनात् । नोदगमत्पूर्वभद्रपदा मुहूर्तात्पूर्वम्, उत्तरभद्रपदोद्गमानवगमात् । नास्त्यत्र सम्यग्ज्ञानम्, सम्यग्दर्शनानुपलब्धेरिति । सोऽयमनेकविधोऽन्यथानुपपत्त्येकलक्षणो हेतुरुक्तोऽतोऽन्यो हेत्वाभासः । છે છાયા, તેનાથી વિરુદ્ધ છે તડકો, તેને વ્યાપક છે ઉષ્ણતા, તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી છાયાનું અનુમાન કરાય છે.
(૫) વિધેયવિરુદ્ધસહચરાનુપલબ્ધિ હેતુઃ વિધેયથી વિરુદ્ધ પદાર્થના સહચરની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરી આપે છે. દા.ત. “આને મિથ્યાજ્ઞાન છે, કારણ કે સમ્યગ્દર્શન જણાતું નથી. અહીં સાધ્ય છે મિથ્યાજ્ઞાન, તેનાથી વિરુદ્ધ છે સમ્યજ્ઞાન, તેનું સહચર છે સમ્યગ્દર્શન, તેની અનુપલબ્ધિ એ હેતુ છે અને તેનાથી મિથ્યાજ્ઞાનની અનુમિતિ કરાય છે.
ક નિષેધસાધક નિષેધરૂપ હેતુના ૭ પ્રકર * પ્રતિષેધસાધક હેતુના વિધિરૂપ અને નિષેધરૂપ એવા જે બે ભેદ બતાવ્યા તેમાંથી પાંચ પ્રકારના વિધિરૂપ હેતુઓનું નિરૂપણ કરીને પછી હવે નિષેધરૂપ હેતુઓનું નિરૂપણ કરે છે. તેના સાત પ્રકાર છે, તે દરેકનું ઉદાહરણ પૂર્વક નિરૂપણ કરે છે.
(૧) પ્રતિષેધ્યાવિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યથી અવિરુદ્ધ એવા સ્વભાવની અનુપલબ્ધિ હેતુ બનીને પ્રતિષેધ્ય (સાધ્યસિદ્ધિ) કરી આપે છે. દા.ત. “અહીં ભૂતલ પર કુંભ નથી, કારણ કે ઉપલબ્ધિની યોગ્યતાવાળો હોવા છતા ય કુંભનું (પૃથુબુનોદરાકારાદિ) સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. અહીં પ્રતિષેધ્ય છે ઘટ, તેનાથી અવિરુદ્ધ છે તેનો સ્વભાવ = પૃથુબુદ્ધોદરાકારાદિ, તેની અનુપલબ્ધિ એ હેતુ છે અને તેનાથી ઘટાભાવ (ઘટનિષેધ) નું અનુમાન કરાય છે.
(૨) પ્રતિષેધ્યાવિરુદ્ધવ્યાપકાનુપલબ્ધિ હેતુઃ પ્રતિષેધ્યથી અવિરુદ્ધ એવા વ્યાપકની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરી આપે છે. દા.ત. “અહીં પનસ નથી, કારણ કે વૃક્ષ દેખાતું નથી. અહીં પ્રતિષેધ્ય પનસ, તેને અવિરુદ્ધ એવું વ્યાપક છે વૃક્ષ, તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી પનસાભાવનું અનુમાન કરાય છે.
(૩) પ્રતિષેધ્યાવિરુદ્ધકર્યાનુપલબ્ધિ હેતુઃ પ્રતિષેધ્યથી અવિરુદ્ધ એવા કાર્યની અનુપલબ્ધિ હેતુ બનીને સાધ્યસિદ્ધિ કરી આપે છે. દા.ત. “અકુર ઉત્પન્ન કરવાની અપ્રતિહત શક્તિવાળું બીજ અહીં નથી, કારણ કે અંકુરો દેખાતો નથી.' અહીં પ્રતિષેધ્ય છે સમર્થ બીજ, તેને અવિરુદ્ધ કાર્ય છે અંકુર, તેની અનુપલબ્ધિ એ હેતુ બને છે અને તેનાથી સમર્થબીજના અભાવનું અનુમાન કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org