________________
પ્રમાણપરિચ્છેદ
૧૪૯ भ्योऽस्य भेदः । एतेषूदाहरणेषु भावरूपानेवाग्न्यादीन् साधयन्ति धूमादयो हेतवो भावरूपा एवेति विधिसाधकविधिल्पास्त एवाविरुद्धोपलब्धय इत्युच्यन्ते । ____ द्वितीयस्तु निषेधसाधको विरुद्धोपलब्धिनामा । स च स्वभावविरुद्धतद्व्याप्याद्युपलब्धिभेदात् सप्तधा । यथा नास्त्येव सर्वथा एकान्तः, अनेकान्तस्योपलम्भात् । नास्त्यस्य तत्त्वनिश्चयः, तत्र सन्देहात् । नास्त्यस्य क्रोधोपशान्तिः, वदनविकारादेः । नास्त्यस्यासत्यं वचः, रागाद्यकलङ्कितज्ञानकलितत्वात्। नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, रोहिण्युद्गमात् । नोदगान्मुहूर्तात्पूर्वं मृगशिरः, पूर्वफाल्गुन्युदयात् । नास्त्यस्य मिथ्याज्ञानं, सम्यग्दर्शनादिति । भेदः । एकसत्त्वेऽपरस्य सत्त्वमेकासत्त्वेऽन्यस्यासत्त्वमित्यन्योन्यं समतया यत्र व्याप्तिस्तत्रैवायं हेतुरिति भावः । અનિત્યવસ્વરૂપ પણ ન જ હોય એવું નથી. જેમ કે પ્રાગભાવમાં પ્રયત્નનાન્તરીયકત્વ ન હોવા છતાં પણ અનિત્યત્વ છે. વિગ્નસા પરિણામોમાં પણ આવું જ છે. જયારે સહચર હેતુમાં તો રૂપ ન હોય તો રસ પણ ન જ હોય, રસ ન હોય તો રૂપ પણ ન જ હોય. આનો અર્થ એ થયો કે સહચર હેતુમાં, હેતુ-સાધ્ય વચ્ચે સમનિયત વ્યાપ્તિ (=સમવ્યાપ્યવ્યાપકભાવ) હોય છે. એટલે કે સાધ્ય-હેતુ બન્ને પરસ્પરના વ્યાપ્ય પણ હોય અને વ્યાપક પણ હોય.
વળી, રૂપ-રસ બન્નેનું અસ્તિત્વ સમાનકાળ હોય છે માટે તે બન્ને વચ્ચે પૂર્વાપરભાવ પણ નથી. અને માટે જ કાર્ય હતુ કે કારણહેતુમાં પણ તેનો અંતર્ભાવ કરવો શક્ય નથી. કરાણ કે, કાર્યકારણભાવ તો પૂર્વાપરકાલભાવી બે પદાર્થો વચ્ચે જ હોઈ શકે. આથી સહચર હેતુ સ્વતંત્ર સિદ્ધ થાય છે.
ઉપરોક્ત આ બધા ઉદાહરણોમાં અગ્નિ વગેરે પદાર્થોના સદ્ભાવને જ સિદ્ધ કરાય છે. વળી, તેની સિદ્ધિ કરનારા ધૂમ વગેરે હેતુઓ પણ સ્વયં ભાવાત્મક છે, અભાવાત્મક નથી. તેથી આ બધા વિધિસાધકવિધિરૂપ હેતુઓ છે. એટલે કે અહી સાધ્ય અને હેતુઓ બન્ને ભાવાત્મક હોય છે. આ હેતુઓને જ અવિરુદ્ધોપલબ્ધિ હેતુ પણ કહેવાય છે.
જેલ નિષેધસાધક વિધિરૂપ હેતુના ૭ પ્રકર * વિધિસાધક હેતુનો પહેલો ભેદ જણાવીને હવે તેનો બીજો ભેદ જણાવે છે. અહીં પણ હેતુ તો વિધિરૂપ (ભાવાત્મક) જ રહેવાનો. પણ તેનાથી સિદ્ધ થનારૂં સાધ્ય અભાવાત્મક હોય છે. આવા નિષેધસાધક વિધિરૂપ હેતુ વિરુદ્ધોપલબ્ધિરૂપ હોય છે. સાધ્યમાં જેનો નિષેધ હોય તેના (= નિષેધ્યના) સ્વભાવથી વિરુદ્ધ એવા સ્વભાવની ઉપલબ્ધિ એ હેતુ બને ત્યારે તેને સ્વભાવવિરુદ્ધોપલબ્ધિરૂપ હેતુ કહેવાય છે. આવી જ રીતે પ્રતિષેધ્યના વ્યાપ્ય, વ્યાપક આદિથી વિરુદ્ધ (= અવ્યાખ, અવ્યાપક આદિની) ઉપલબ્ધિ પણ હેતુ બને છે. તે બધાનો હેતુના આ વિભાગમાં (નિષેધસાધક વિધિરૂપહેતુ વિભાગમાં) સમાવેશ થાય છે. આ વિભાગના હેતુઓના સાત પ્રકાર છે. તેને ક્રમશઃ ઉદાહરણપૂર્વક ગ્રન્થકાર જણાવે છે.
(૧) પ્રતિષેધ્યસ્વભાવવિરુદ્ધોપલબ્ધિ = પ્રતિષેધ્ય એવા સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ થાય ત્યારે તે હેતુ બનીને પેલા પ્રતિષેધ્યસ્વભાવના અભાવને સિદ્ધ કરી દે છે. દા.ત. સર્વથા એકાન્ત ક્યાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org