________________
પ્રમાણપરિચ્છેદ
૧૪૭ कश्चित्कारणरूपः, यथा वृष्टिर्भविष्यति, विशिष्टमेघान्यथानुपपत्तेरित्यत्र मेघविशेषः, स हि वर्षस्य कारणं स्वकार्यभूतं वर्षं गमयति । ननु कार्याभावेऽपि सम्भवत् कारणं न कार्यानुमापकम्, अत एव न वह्निधूमं गमयतीति चेत्; सत्यम्; यस्मिन्सामर्थ्याप्रतिबन्धः कारणान्तरसाकल्यं च निश्चेतुं शक्यते, तस्यैव कारणस्य कार्यानुमापकत्वात् । कश्चित् पूर्वचरः, यथा उदेष्यति शकटं कृत्तिकोदयान्यथानुपपत्तेरित्यत्र कृत्तिकोदयानन्तरं मुहूर्तान्ते नियमेन शकटोदयो जायत इति कृत्तिकोदयः पूर्वचरो हेतुः शकटोदयं गमयति । कश्चित् उत्तरचरः, समाधत्ते ‘सत्यमि'त्यादिना । इत्थं च फलोपधायकमेव कारणमत्र गमकत्वेनेष्टं न तु स्वरूपयोग्यमपीति नानैकान्तिकताऽवकाशः । બને છે. દા.ત. પર્વત અગ્નિવાળો છે, અન્યથા એ ધૂમવાળો ન હોઈ શકે. અહીં ધૂમ એ અગ્નિનું કાર્ય હોવાથી સ્વકારણભૂત અગ્નિ વિના અનુપપન્ન બની જાય. તેથી ધૂમ પોતે અગ્નિનું અનુમાન કરાવે છે. કાર્ય પરથી થતાં અનુમાનને કાર્યલિંગક અનુમાન પણ કહેવાય છે.
(૩) કારણહેતુ : કેટલાક સ્થળે કારણ એ હેતુ (લિંગ) બનીને કાર્યનો અનુમાપક બને છે. જેમ કે આકાશમાં વાદળ દેખાતા જ કોઈને એવી અનુમિતિ થાય કે “વૃષ્ટિ થશે, અન્યથા આવા કાળા ડિબાંગ વાદળો ન હોઈ શકે. આવા વિશિષ્ટ પ્રકારના મેઘ એ કારણ હોવાથી પોતાના કાર્યભૂત વૃષ્ટિની અનુમિતિ કરાવી દે છે.
શંકા. : કાર્ય હોય ત્યાં કારણ હોય જ. તેથી કાર્ય હજી કારણનો અનુમાપક બને પરંતુ કારણ હોય ત્યાં કાર્ય હોય જ એવો નિયમ નથી તેથી કારણને કાર્યનો અનુમાપક શી રીતે માની શકાય ? જેમ કે દંડ એ ઘટનું કારણ છે પણ જેટલા દંડ છે તે બધાથી ઘટોત્પત્તિ થાય જ એવો કોઈ નિયમ નથી. કાર્ય ચોક્કસપણે કારણને અવ્યભિચારી છે. પરંતુ કારણ, કાર્યને અવ્યભિચારી જ હોય એવું નથી કારણ કે કેટલાક કારણો માત્ર સ્વરૂપયોગ્ય જ હોય છે જે અન્ય કારણસામગ્રીની વિકલતાના કારણે ક્યારેય ફલોપધાયક ન બને એવું પણ બની શકે છે. (જેમ કે અરણ્યસ્થ દંડ) અને માટે જ તો (ધૂમ એ અગ્નિનો અનુમાપક બનતો હોવા છતાં) અગ્નિ એ ધૂમનો અનુમાપક બની શકતો નથી કારણ કે તમ અયોગોલકમાં વ્યભિચાર આવે. માટે કારણને કાર્યાનુમાપક માનીને બહેતુ’ કહી દેવામાં જોખમ જણાય છે.
સમા. : તમારી વાત સાચી છે. જે કારણમાં “કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય અપ્રતિહત છે (પ્રતિબંધિત નથી) અને તે કારણને અન્ય સકલ સહકારી કારણોનું સન્નિધાન પણ મળી ગયું છે' આ બે નિશ્ચય થઈ શકે તે કારણ જ સ્વકાર્યનો અનુમાપક બની શકે છે. (એટલે કે અહીં માત્ર ફલોપધાયક કારણને જ કારણહેતુ કહ્યો છે.)
(૪) પૂર્વચર હેતુ : દા.ત. - “હવે શકટ નક્ષત્ર નો ઉદય થશે, કારણ કે કૃત્તિકા નક્ષત્રનો ઉદય થઈ ગયો છે.” કૃત્તિકાના ઉદય પછી એક મુહૂર્તમાં જ અવશ્ય શકટોદય થાય એવો નિયમ હોવાથી કૃત્તિકોદય સ્વઅનંતરભાવી એવા શકટોદયનો અનુમાપક હેતુ બને છે. (જેમ કોઈ રથયાત્રામાં ઈન્દ્રધજા નીકળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org