________________
૧૪૫
પ્રમાણપરિચ્છેદ पत्तिमन्तं प्रति च पक्षशुद्ध्यादिकमपीति सोऽयं दशावयवो हेतुः पर्यवस्यति । दृष्टान्तशुद्धिः, उपनयनिगमनयोस्तु शुद्धी प्रमादादन्यथा कृतयोस्तयोः तत्स्वरूपेण व्यवस्थापके वाक्ये विज्ञेये। प्रपञ्चतस्तु पक्षादिशुद्धिपञ्चकस्वरूपं स्याद्वादरत्नाकरादितोऽवसेयम् ।
लिङ्गं केवलमेव यत्र कथयत्येषा जघन्या कथा, द्व्यादीन्यत्र निवेदयत्यवयवानेषा भवेन्मध्यमा । उत्कृष्टा दशभिर्भवेदवयवैः सा जल्पितैरित्यमी जैनैरेव विलोकिताः कृतधियां वादे त्रयः सत्पथाः ।।
(ચારા .શ્નો.99) પૂર્વપ્રક્રાન્ત “કૃષ્ટાન્તા' પદનું જ ગ્રહણ થશે. પણ એ રીતે અર્થસંગતિ થતી નથી. કારણ કે સમર્થન તો હેતુનું થાય છે, દૃષ્ટાન્તાદિનું નહીં. (ગ્રન્થકારે સ્વયં “સમર્થન' પદની વ્યાખ્યા કરતા આ વાતની પછીની જ પંક્તિમાં જણાવી છે. જુઓ ‘સમર્થનં હિ દેતો '... ઇત્યાદિ.) “હેતો ' પદનો અધ્યાહાર માનવાથી હેતુને પૂર્વપ્રક્રાન્ત બનાવી શકાય છે. પછી તત્સમર્થન = હેતુસમર્થન એવો અર્થ કરીને સંગતિ કરી શકાય છે.) આ રીતે, ગ્રન્થકારે એટલી વાત નક્કર રીતે સિદ્ધ કરી છે કે માત્ર પક્ષવચન-હેતુવચન દ્વારા જ પરાથનુમાન શક્ય હોય તો પછી બિનજરૂરી અન્યવચનોનો પ્રયોગ કરવાની શી જરૂર છે? અર્થાત્ કોઈ જરૂર નથી. હા, વાદીના પક્ષહેતુવચનથી બધા જ શ્રોતાઓને ઈષ્ટસાધ્યની પ્રતીતિ થઈ જ જાય એવો એકાંતે નિયમ નથી. અને માટે જ તો દૃષ્ટાન્તવચનાદિ સર્વત્ર સર્વથા અનુપયોગી છે એવો એકાંત પણ સ્યાદ્વાદીઓ માનતા નથી. પરપ્રતીતિ રૂપ પ્રયોજન સિદ્ધ કરવા માટે આવશ્યકતા અનુસાર વચનપ્રયોગ કરવો ઉચિત છે. આ જ વાતને ગ્રન્થકાર હવે સ્પષ્ટ કરે છે. કોઈ મન્દમતિ શ્રોતા માત્ર પક્ષ-હેતુવચનથી જ ઈષ્ટસાધ્યની પ્રતીતિ કરવા સમર્થ જણાતા ન હોય તો તેવા શ્રોતા માટે દષ્ટાન્તવચનાદિનો પ્રયોગ પણ કરવો. તાત્પર્ય એ છે કે, છમસ્થ જીવોનું જ્ઞાન ક્ષયોપશમભાવનું હોવાથી વ્યક્તિઓની વિચારશક્તિ, સમજણશક્તિમાં તરતમતા તો જોવા મળવાની જ. સાધ્યની સંદેહરહિત-અભ્રાન્ત પ્રતીતિ શ્રોતાને જે રીતે થાય એ રીતે શ્રોતાની કક્ષા પ્રમાણે પ્રતિપાદન કરવું એ જ પરાર્થાનુમાનનો વાસ્તવિક પદાર્થ છે.
(૧) પોતાના વિશેષ પ્રકારના, કર્મક્ષયોપશમના પ્રભાવે જે પક્ષવચન વિના જ, માત્ર હેતુવચનથી જ પક્ષનો પણ નિર્ણય કરી શકતો હોય, વ્યાપ્તિગ્રાહક એવા તર્કપ્રમાણનું સ્મરણ પણ દૃષ્ટાન્તવચન વિના કરવામાં જે નિપુણ હોય, અને ઉપનય-નિગમન ને પણ જે સ્વયં જાણી શકવામાં સમર્થ હોય એવા બુદ્ધિશાળી શ્રોતા માટે માત્ર હેતુવચનનો જ પ્રયોગ કરવો જોઈએ. (કારણ કે તેના માટે એટલું જ પર્યાપ્ત છે. “ઘૂમ:' આટલું જ કહેવાથી તેને “તસ્માત્ સત્ર નિઃ' એવી અનુમિતિ થઈ જશે.
(૨) પણ માત્ર ‘ધૂમ:' સાંભળીને કોઈને ‘ત્ર ધૂમ:' ? એવી આકાંક્ષા રહેતી હોય અર્થાત્ પક્ષનો નિર્ણય જેને સ્વતઃ થઈ શકતો ન હોય તો તેવા શ્રોતા માટે પક્ષવચન પણ બોલવું જોઈએ.
(૩) માત્ર પક્ષ-હેતુવચનથી જેને વ્યાપ્તિપ્રકારક એવા તર્ક પ્રમાણનું સ્મરણ થઈ શકે તેમ લાગતું ન હોવાથી એવા મન્દમતિ પ્રત્યે તર્ક સ્મારક એવા દૃષ્ટાન્તવચનનો પ્રયોગ કરવો જોઈએ. (“સ્મૃતિ' અર્થવાળા ધાતુના યોગે તેના કર્મને ષષ્ઠી વિભક્તિ લાગે એવા અનુશાસનથી “પ્રમાણ' પદને ષષ્ઠીવિભક્તિ લાગી છે.)
(૪) દૃષ્ટાન્તવચનથી વ્યાપ્તિસાધક તર્કનું સ્મરણ થવા છતા પણ જે મન્દમતિને તર્કસ્મરણ વ્યાપ્તિસ્મરણ થવા છતાં પણ પક્ષમાં હેતુનું જોડાણ કરી શકે એવું લાગતું ન હોય તેવા શ્રોતા માટે ઉપનયવાક્ય (ધૂમવાવાયમ્)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org