________________
પ્રમાણપરિચ્છેદ
૧૪૧ प्रसङ्गोपन्यासस्यापि न्याय्यत्वात् । बुद्धिरचेतनेत्यादौ च प्रसङ्गविपर्ययहेतोर्व्याप्तिसिद्धिनिबन्धनस्य विरुद्धधर्माध्यासस्य विपक्षबाधकप्रमाणस्यानुपस्थापनात् प्रसङ्गस्याप्यन्याय्यत्वमिति वदन्ति । भवतु मा भूदनेकम्' इत्येवंरूपायाः व्यभिचारशङ्कायाः निवर्तकत्वेन तर्कापरपर्यायः परिकरोऽभिधीयते । एतादृशस्य प्रसङ्गाख्यपरिकरस्य व्यभिचारशङ्काविधूननद्वारा मौलहेतुगतव्याप्तिसिद्धिपर्यवसायिनः उपन्यासस्य सर्वसम्मततया न्याय्यत्वमेव इति भावः । ____ “नन्वेवं प्रसङ्गेऽङ्गीक्रियमाणे बुद्धिरचेतना, उत्पत्तिमत्त्वादित्ययमपि साङ्ख्येन ख्यापितः प्रसङ्गहेतुर्भविष्यति । तथाहि यदि बुद्धिरुत्पत्तिमती भवद्भिरभ्युपगम्यते तदानीं तद्व्यापकमचैतन्यमपि तस्याः स्यादिति प्रसङ्गमापाद्य तद्विपर्ययो मौलहेतुतयोपन्यस्यते । न चाचैतन्यं यतो बुद्धौ ततश्च नोत्पत्तिमत्त्वमपीति चैतन्यमेव प्रसङ्गविपर्ययरूपो मौलहेतुरत्रापीत्याशक्य समाधत्ते 'बुद्धिरचेतनेत्यादौ च' इत्यादिना ।
“प्रसङ्गविपर्ययहेतोर्मोलस्य चैतन्याख्यस्य साङ्ख्यानां बुद्धावपि प्रतिषिद्धत्वाच्चैतन्यस्वीकारेऽपि नाऽनयोः प्रसङ्ग-तद्विपर्यययोर्गमकत्वं, अनेन प्रसङ्गेनात्र प्रसङ्गविपर्ययहेतोर्व्याप्तिसिद्धिनिबन्धनस्य विरुद्धधर्माध्यासस्य विपक्षे बाधकप्रमाणस्यानुपस्थापनात्, चैतन्योत्पत्तिमत्त्वयोर्विरोधाभावात् । एवं ह्यचेतनत्वेनोत्पत्तिमत्वं व्याप्तं भवेद्यदि चैतन्येन तस्य विरोधः स्यात्, नान्यथा । न चैवमिति नैतौ प्रसङ्गतद्विपर्ययौ गमको भवत इति न साङ्ख्यानुमाने प्रसङ्गस्य न्याय्यत्वम् । अतः प्रतिवादिमात्रसिद्धहेतुप्रयोगो नैवोचित इति सम्यक् स्थितं । એમ માનીને ત્યાં પણ પ્રસંગના વિપર્યય (અભાવ) ને જ મૂળ હેતુ માનશું. (તાત્પર્ય : ઉક્ત સાંખ્યાનુમાન દ્વારા પણ પ્રસંગનું આપાદન જ કરાય છે કે “જો તમે બુદ્ધિમાં ઉત્પત્તિમત્ત્વ માનશો તો સાથે તેનો વ્યાપક એવો અચેતનવરૂપ અન્ય ધર્મ પણ બુદ્ધિમાં માનવો પડશે.” આવો પ્રસંગ આપીને પછી તેના વિપર્યયને મૂળ હેતુ બનાવીને પછી એમ કહેવાય છે કે “બુદ્ધિમાં અચેનતત્ત્વ નથી માટે ઉત્પત્તિમત્ત્વ પણ નથી.” આ રીતે ઉક્ત સાંખ્યાનુમાન પણ પ્રસંગહેતુક છે, બાકી મૂળહેતુના પરિકરરૂપે જ એને માનશું.)
ઉત્તરપક્ષ: ના, સાંખ્યાનુમાનમાં આવો બચાવ કરવો શક્ય નથી. કારણ કે “બુદ્ધિમાં જો ઉત્પત્તિમત્ત્વ માનશો તો અચેનત્વ પણ માનવું પડશે' એવો પ્રસંગ આપ્યા પછી તેના વિપર્યયને મૂળહેતુ બનાવો એટલે તમારે મૂળ હેતુ “ચેતનત્વ' બનશે. પણ સાંખ્યો તો બુદ્ધિમાં ચેતનત્વ સ્વીકારતા નથી. કારણ કે, સાંખ્યો તો એકમાત્ર પુરુષતત્ત્વમાં જ ચૈતન્ય સ્વીકારે છે, શેષ બધા બુદ્ધયાદિ પદાર્થો તો જડ એવી પ્રકૃતિના વિકારરૂપ હોવાથી અચેતન છે એવું તે માને છે. તેથી પ્રસંગવિપર્યયરૂપ મૂળહેતુ (= ચૈતન્ય) સાંખ્યોને અસિદ્ધ હોવાથી તે સ્થળે આ રીતે પ્રસંગ આપાદન માની શકાશે નહીં. વળી, સાંખ્યો દ્વારા અપાતો પ્રસંગ વાસ્તવમાં વિપક્ષબાધકતર્ક બનીને મૂળહેતુગતવ્યાપ્તિની સિદ્ધિ કરી શકે તેમ પણ નથી. “બુદ્ધિ ચેતન પણ હોય અને છતાં ઉત્પત્તિવાળી પણ ભલે હોય” આવી વ્યભિચારશંકા સામે એવો તર્ક આપવો પડે કે “જે ઉત્પત્તિમત્ હોય તે ચેતન ન હોય પરંતુ ઉત્પત્તિ અને ચૈતન્ય વચ્ચે કોઈ વિરોધ નથી. અર્થાતું, “યત્ર યત્ર ઉત્પત્તિમત્ત્વ તત્ર તત્ર ઝવેતનવં' એવી વ્યાપ્તિ જ નથી. એવી વ્યાપ્તિ હોય તો “ઉત્પત્તિમત્ત્વ અને ચેતનત્વ બન્ને સાથે રહી ન શકે કારણ કે બન્ને પરસ્પર વિરોધી ધર્મો છે” એ રીતે વિરુદ્ધધર્માધ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org