________________
૨૪
જૈન તર્કભાષા द्रव्यार्थतः प्रत्यक्षाणामपि कुशूलकपालादीनामुल्लेखोऽस्तीति ।
तद् द्विभेदं प्रत्यक्षं, परोक्षं च । अक्षमिन्द्रियं प्रतिगतम् कार्यत्वेनाश्रितं प्रत्यक्षम्, सत्यात्मवर्तीनामतीतानागतवर्तमानपर्यायाणामशेषाणामपि द्रव्यार्थतः प्रत्यक्षत्वेन ज्ञानवत्तेऽपि स्वसंविदिताः स्युः। तस्माद् यदिह स्वयमात्मानं वेत्ति तदेव स्वसंविदितमुच्यते । उपयोग एव हि तादृशो, न शक्तिः सुखादयश्च, यतो द्रव्याधिगमद्वारग्रहणाः सुखादयः पुनः उपयोगाख्यपर्यायान्तरसमधिगम्याः ।
प्रतिपादितं प्रमाणसामान्यस्वरूपमथ तद्विशेषप्रतिपिपादयिषया तत्सङ्ख्यामेवादौ प्रतिजानीते 'तविभेद'मित्यादिना द्वौ भेदौ = विशेषौ यस्य तद् द्विभेदम्, स्वसाक्षाद्व्याप्यसामान्यद्वयप्रमाणत्ववदिति यावत्, तेन चाक्षुषादिभेदेन प्रत्यक्षस्य, स्मरण-प्रत्यभिज्ञान-तर्कानुमानागमभेदेन परोक्षस्य वहुत्वसङ्ख्यायोगित्वेऽपि શક્તિમાં સ્વસંવિદિતત્વ ઘટશે નહીં માટે કરણને (શક્તિને) પરોક્ષ માનવું પડવાથી પૂર્વોક્ત પ્રાભાકરમતપ્રવેશપત્તિ ઊભી જ રહેવાની. (અહીં શક્તિ અસ્વસંવિદિત થઈ જવાની જે આપત્તિ આપી છે તેની જેમ બીજી પણ એવી આપત્તિ આપી શકાય કે આત્માથી કથંચિદ્ર અભિન્ન શક્તિને જો દ્રવ્યાર્થતઃ પ્રત્યક્ષ હોવાથી પ્રત્યક્ષ” કહેશો તો પછી આત્માના તમામ પર્યાયો પણ આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી દ્રવ્યાર્થતઃ પ્રત્યક્ષ હોવારૂપે પ્રત્યક્ષ કહેવાશે. દ્રવ્યાર્થતઃ પ્રત્યક્ષ પદાર્થમાં પ્રત્યક્ષ તરીકેનો વ્યવહાર થતો નથી. પણ જે સ્વયં સાક્ષાત્ પ્રત્યક્ષ હોય તેવા પદાર્થો વિશે જ પ્રત્યક્ષરૂપે વ્યવહાર થાય છે. તેથી શક્તિ દ્રવ્યાર્થત: પ્રત્યક્ષ હોય તો પણ વાસ્તવમાં તે પરોક્ષ જ છે તેથી પ્રાભાકરમત પ્રવેશની આપત્તિ આવશે જ.)
શક્તિને પ્રમાણ માનવામાં બીજી એ આપત્તિ પણ આવે છે કે “આનથી ઘડાને જાણ્યો ઈત્યાદિ સ્થળે જ્ઞાનનો કરણરૂપે જે ઉલ્લેખ થાય છે તે પણ સંગત નહીં થાય. જે સ્વરૂપથી (પર્યાયાર્થતા) પ્રત્યક્ષ ન હોય તેનો કરણરૂપે (કરણપર્યાયરૂપે) ઉલ્લેખ પ્રત્યક્ષપ્રતીતિમાં થઈ ન શકે. મૃત્તિકાથી ઘટ અભિન્ન છે અને કુશૂલ-કપાલાદિ પણ મૃત્તિકાથી અભિન્ન છે. મૃત્તિકા પ્રત્યક્ષસિદ્ધ છે એટલે તેનાથી અભિન્ન એવા કુશૂલ-કપાલાદિ પણ દ્રવ્યાર્થતઃ પ્રત્યક્ષ છે. છતાં પણ ઘટનું પ્રત્યક્ષ કરતી વખતે દ્રવ્યાર્થતઃ પ્રત્યક્ષ એવા પણ કુશૂલ-કપાલાદિનો પ્રત્યક્ષરૂપે ઉલ્લેખ થતો નથી. એટલે કે “હું કુશૂલ-કપાલને જોઉં છું' એવો અનુભવ થતો નથી. તેથી જણાય છે કે જે સ્વરૂપથી પ્રત્યક્ષ હોય તેનો જ પ્રત્યક્ષપ્રતીતિમાં પ્રત્યક્ષરૂપે ઉલ્લેખ થતો જણાય છે. તે ઉલ્લેખ જ સિદ્ધ કરે છે કે જ્ઞાન સ્વરૂપથી જ પ્રત્યક્ષ છે. જેમ કરણભૂત જ્ઞાન પ્રત્યક્ષ છે તેમ ફલરૂપ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે તેથી કરણ-ફળ બન્ને જ્ઞાન પ્રત્યક્ષસિદ્ધ થાય છે. આથી અમારે પ્રાભાકરમતાનુસરણ પણ રહેતું નથી અને જ્ઞાનના કરણરૂપે થતા ઉલ્લેખની અસંગતિ પણ રહેતી નથી. આમ, ઉપયોગેન્દ્રિયને જ પ્રમાણ (કરણ) માનવું ઉચિત છે.
જ પ્રમાણના બે ભેદ ૯ પ્રમાણનું લક્ષણ જણાવ્યા બાદ હવે પ્રમાણના ભેદ જણાવે છે. પ્રમાણના મુખ્ય બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. અક્ષ એટલે ચક્ષુ આદિ ઇન્દ્રિયો. તેના પર જે કાર્યરૂપે આશ્રિત હોય (અર્થાત્, તેને વિશે જે ઉત્પન્ન થાય) તેને પ્રત્યક્ષ' કહેવાય. આ વ્યુત્પત્તિ પ્રમાણે ઈન્દ્રિયોથી જે જ્ઞાન ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org