________________
૯૭
પ્રમાણપરિચ્છેદ प्रत्यासत्त्या सम्भवादिति चेत्, न; 'तर्कयामि' इत्यनुभवसिद्धेन तर्केणैव सकलसाध्यसाधनव्यक्त्युपसंहारेण व्याप्तिग्रहोपपत्तौ सामान्यलक्षणप्रत्यासत्तिकल्पने प्रमाणाभावात्, ऊहं विना तदैव स्याद् यदा व्यक्तिसाकल्यं विनाऽनुपपद्यमानतया तज्ज्ञायेत । तथा च सकलव्यक्त्युपस्थितये सामान्य व्यक्तिसाकल्यान्यथाऽनुपपद्यमानताज्ञानमावश्यकम् । सामान्यनिष्ठा तादृशानुपपद्यमानता च व्यक्तिसाकल्यव्याप्तिरूपा । सा च 'यदि सामान्य व्यक्तिसाकल्यव्यभिचारि स्यात् तदा सामान्यमेव न स्यात्' પદાર્થનું જ ગ્રહણ થઈ શકે પરંતુ અલૌકિક સંનિકર્ષથી તો કાલાંતરીય-દેશાંતરીય પદાર્થોનું પણ ગ્રહણ થઈ શકે છે. ઈન્દ્રિયસંબદ્ધવિશેષ્યકજ્ઞાનમાં પ્રકારીભૂત જે સામાન્ય (=ધૂમત્વાદિ) હોય, તે પોતે જ સંનિકર્ષ બને છે. તેથી જયાં જ્યાં ધૂમત્વ હોય ત્યાં ત્યાં સર્વત્ર ઈન્દ્રિયસંનિકર્ષ સિદ્ધ થયો. આ રીતે સર્વ ધૂમનું અને સર્વવહ્નિનું જ્ઞાન શક્ય છે.) આ રીતે દરેક હેતુ વ્યક્તિ અને તે દરેકમાં રહેલ સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિનું ગ્રહણ પ્રત્યક્ષપ્રમાણથી (= ઈન્દ્રિયથી) શક્ય છે માટે તેના ગ્રહણ માટે તર્ક નામનું સ્વતંત્ર પ્રમાણ માનવાની આવશ્યકતા નથી.
ઉત્તરપક્ષ: તમારી વાત બરાબર નથી કારણ કે “હું જોઉં છું' એવી પ્રતીતિના આધારે જેમ પ્રત્યક્ષ પ્રમાણ મનાય છે, “હું અનુમાન કરૂં છું' એવી પ્રતીતિના આધારે જેમ અનુમાન પ્રમાણ મનાય છે તેમ “તયામિ' = “હું તર્ક કરૂં છું.” એવા અનુભવના આધારે તર્કને પણ સ્વતંત્ર પ્રમાણ માનવું જોઈએ. આ પ્રતીતિથી તર્કપ્રમાણ અનુભવસિદ્ધ સાબિત થાય છે. આવા તર્કથી જ સર્વસાધ્ય-સાધનો ઉપસ્થિત થઈ શકે છે અને એનાથી વ્યાતિગ્રહ સંભવી શકે છે. તેમ છતાં સામાન્યલક્ષણાપ્રત્યાત્તિ દ્વારા વ્યવહિત વિષયો સાથે પણ ઈન્દ્રિયસંબંધ માનવામાં પ્રમાણાભાવ અને કલ્પનાગૌરવ સિવાય કાંઈ જ નથી. સામાન્યલક્ષણા પ્રયાસત્તિરૂપ અલૌકિક ઈન્દ્રિયસંબંધ માનવામાં કોઈ પ્રમાણ નથી. આ તો સકલ ધૂમ-યદ્ધિ સાથે સીધો ઈન્દ્રિયસંબંધ મળતો નથી એટલે “અલૌકિક-સંબંધ છે' એવું કહી દેવા માત્રથી કાંઈ તે સ્વીકાર્ય ન બને માટે આ અલૌકિક સંનિકર્ષની વાત જ અલૌકિક છે. (વળી, આ સામાન્ય લક્ષણો પ્રયાસત્તિ વિશે તમારા નૈયાયિકોમાં પણ એકમતિ ક્યાં છે ? તત્ત્વચિંતામણિકારે સામાન્યલક્ષણા પ્રયાસત્તિનું નિરૂપણ કર્યું છે. તેની ટીકા કરતી વખતે દીધિતિકારે તેને નિપ્રયોજન જણાવીને તેનું ખંડન કર્યું છે.) એટલે તર્ક પ્રમાણથી જ સર્વ સાધ્ય-સાધનવ્યક્તિઓની ઉપસ્થિતિપૂર્વક વ્યાતિગ્રહ થાય છે એમ માનવું જ ઉચિત છે.
વળી, બીજી વાત પણ એ છે કે કદાચ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિની વાત એ પણ છે કે કદાચ સામાન્યલક્ષણા પ્રયાસત્તિની વાત “તુષ્યતુ દુર્જન” ન્યાયથી સ્વીકારી લઈએ તો પણ તર્ક વિના તમને ચાલે તેમ નથી. તમે એમ કહો છો કો પુરોવર્તિ ધૂમમાં રહેલા ધૂમત્વનું જ્ઞાન થયું એટલે તે ધૂમતરૂપ સામાન્ય સકલધૂમવ્યક્તિઓની ઉપસ્થિતિ કરાવશે પરંતુ તેમાં તમારે એક વાત સમજવી પડશે કે સામાન્ય' પણ સકલવ્યક્તિઓનું ઉપસ્થાપક ત્યારે જ બની શકે કે જ્યારે સકલવ્યક્તિઓમાં રહ્યા વિના તે (= સામાન્ય) અનુપપદ્યમાન હોવારૂપે જણાય. એટલે કે સામાન્ય, વ્યક્તિસાકલ્ય વિના (= સકલ વ્યક્તિઓમાં રહ્યા વિના) અનુપપન્ન બને એવું જણાયા પછી જ સામાન્ય દ્વારા સકલવ્યક્તિઓની ઉપસ્થિતિ થઈ શકે. અર્થાત્, વ્યક્તિ-સાકલ્ય સાથે સામાન્યની વ્યાપ્તિ જણાયા પછી જ સામાન્ય દ્વારા સકલવ્યક્તિઓની ઉપસ્થિતિ થઈ શકે. હવે આ વ્યાપ્તિ ત્યારે જ જણાઈ શકે જ્યારે તે પૂર્વે ‘જો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org