________________
૧૨૨
જૈન તકભાષા
साध्यं साधनं च । तत्र साधनं गमकत्वेनाङ्गम्, साध्यं तु गम्यत्वेन, धर्मी पुनः साध्यधर्माधारत्वेन, आधारविशेषनिष्ठतया साध्यसिद्धेरनुमानप्रयोजनत्वात् । अथवा पक्षो हेतुरित्यङ्गद्वयं स्वार्थानुमाने, साध्यधर्मविशिष्टस्य धर्मिण: पक्षत्वादिति धर्मधर्मिभेदाभेदविवक्षया पक्षद्वयं द्रष्टव्यम् । धूमस्याविनाभाव इति कथं पर्वतस्य साध्यता ? अत एव च न तृतीयोऽपि, वह्निविशिष्टपर्वतेनापि समं धूमस्य व्याप्तेरभावादित्याशङ्कायां व्याप्तिग्रहणसमयापेक्षया अनुमित्यवसरापेक्षया च साध्यभेदं लक्षयन्नाह 'व्याप्तिग्रहणे'त्यादि । एवं खलु वह्निपर्वतयोः विशकलितयोः प्रसिद्धत्वेऽपि वह्निविशिष्टपर्वतस्य प्रागनुमितेरप्रसिद्धत्वेन, युक्तं तस्यानुमित्यपेक्षया साध्यत्वमित्याशयः । न चैवमपि व्याप्तिग्रहकालेऽपि वह्नः प्रतीततया कथं साध्यत्वमिति वाच्यं, वह्नित्वेन प्रसिद्धत्वेऽपि व्याप्तिनिरुपकतया तदप्रसिद्धेः । अथ यत्र व्याप्तेः प्राग्गृहीतत्वेन स्मरणमात्रं क्रियते तत्र व्याप्तिनिरूपकत्वेनापि तत्प्रसिद्धिरिति चेत्, तादृग्दशायां अप्रतीतत्वं साध्यत्वे नाङ्गम् ।अत एव 'व्याप्तिग्रहणसमयापेक्षया' इत्युक्तं न तु 'तत्स्मरणापेक्षया' इत्यपि न विस्मर्तव्यमिति दिक् ।
तत्रेति - धर्मिसाध्यसाधनानां मध्य इत्यर्थः । अन्ते उद्दिष्टस्यापि साधनस्य प्रथममङ्गत्वोपपादनमनुमितिहेतुत्वेन तत्र तस्य प्राधान्यख्यापनार्थम् ।
આવી શંકાનું સમાધાન આપવા માટે ગ્રન્થકાર “વ્યાતિગ્રહણકાળની અપેક્ષાએ અને અનુમાન સમયની અપેક્ષાએ સાધ્યનું સ્વરૂપ જુદું જુદું છે” ઈત્યાદિ જણાવે છે. જે સમયે વ્યાતિનું ગ્રહણ થતું હોય તે કાળે ધર્મ (વહ્નિ) એ જ સાધ્ય હોય છે, અન્યથા વ્યાપ્તિની જ ઉપપત્તિ નહીં થઈ શકે. કારણ કે સામાન્યથી ધૂમને વલિ (ધર્મ) સાથે જ વ્યાપ્તિ છે. પર્વત સાથે કે વહ્નિવિશિષ્ટપર્વત સાથે વ્યાપ્તિ નથી. જે વખતે અનુમાન દ્વારા પ્રતીતિ થાય તે કાળની અપેક્ષાએ સાધ્યરૂપધર્મથી વિશિષ્ટ અને પ્રસિદ્ધ એવો ધર્મી, કે જેને “પક્ષ' કહેવાય છે, તે જ સાધ્ય હોય છે. કારણ કે પર્વત અને વતિ બન્ને પૃથફ પૃથફ તો પહેલેથી સિદ્ધ જ હતા. વહ્નિવિશિષ્ટપર્વત જ અસિદ્ધ હતો, તેથી અનુમિતિકાળની અપેક્ષાએ તેને જ સાધ્ય કહેવું યોગ્ય છે.
આ રીતે સ્વાર્થાનુમાનના ત્રણ અંગો છે –
હેતુ એ સાધ્યના ગમક તરીકે અંગે બને છે, સાધ્ય એ હેતુ દ્વારા ગમ્ય બનવા દ્વારા અંગ બને છે અને ધર્મી (પક્ષ) પણ સાધ્યધર્મના આધારરૂપે અંગ બને છે, કારણ કે કોઈ વિશેષ આધારમાં રહેલ ધર્મરૂપે સાધ્યની સિદ્ધિ કરવી એ જ તો અનુમાનનું પ્રયોજન છે. (સાધ્યધર્મ અને પક્ષરૂપધર્મી બન્ને વચ્ચેની ભેદવિવક્ષાથી આ ત્રણ અંગો બતાવ્યા. એ બે વચ્ચે અભેદવિવક્ષા કરાય તો બે જ અંગ છે એમ પણ કહી શકાય છે તે જણાવે છે-)
અથવા, સ્વાર્થનુમાનમાં પક્ષ અને હેતુ આ બે જ અંગો છે, કારણ કે સાધ્યધર્મવિશિષ્ટ ધર્મી એને જ તો પક્ષ કહેવાય છે. તેથી ધર્મ-ધર્મી (સાધ્ય-પક્ષો વચ્ચે ભેદની વિવક્ષાથી સ્વાર્થનુમાનના ત્રણ અંગો છે અને તે બે વચ્ચેના અભેદની વિવક્ષાથી બે અંગો છે. આમ, વિવક્ષાભેદથી આ બે પક્ષ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org