________________
૧૨૪
(રી ૩.૨૩) કૃતિ ।
अत्र बौद्धः सत्तामात्रस्यानभीप्सितत्वाद्विशिष्टसत्तासाधने वानन्वयाद्विकल्पसिद्धे धर्मिणि न सत्ता साध्येत्याह; तदसत्; इत्थं सति प्रकृतानुमानस्यापि भङ्गप्रसङ्गात्, वह्निमात्रस्यानभीप्सितत्वाद्विशिष्टवनेश्चानन्वयादिति । अथ तत्र सत्तायां साध्यायां तद्धेतुः भावधर्मः, માવાभावधर्मः, अभावधर्मो वा स्यात् ? आद्योऽसिद्धि:, असिद्धसत्ताके भावधर्मासिद्धेः । द्वितीये व्यभिचारः, अस्तित्वाभाववत्यपि वृत्तेः । तृतीये च विरोधोऽभावधर्मस्य भावे क्वचिदप्यसम्भવાત્, તઽહમ્
જૈન તર્કભાષા
"नासिद्धे भावधर्मोऽस्ति व्यभिचार्युभयाश्रयः ।
धर्मो विरुद्धोऽभावस्य सा सत्ता साध्यते कथम् ? ।। ” ( प्रमाणवा ०१.१९२) શકે ? તેથી આવા ધર્મ વિકલ્પસિદ્ધ જ હોય છે. અહીં પણ અસ્તિત્વ-નાસ્તિત્વની સિદ્ધિ થતા પૂર્વે સર્વજ્ઞ અને ખરવિષાણ, વિકલ્પથી જ પ્રસિદ્ધ થયેલા હોય છે.
(૩) ઉભયસિદ્ધ ધર્મ - શબ્દ પરિણામી છે, કારણ કે તે કૃતક છે'' અહીં ત્રણે કાળના તમામ શબ્દોને પક્ષ બનાવાયા છે. એમાંથી વર્તમાનકાલીન શબ્દ તો વાદી-પ્રતિવાદી બન્નેને પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે અને ભૂત-ભવિષ્યકાલીન શબ્દો તો વિદ્યમાન ન હોવાથી બન્નેને વિકલ્પસિદ્ધ જ છે એવું માનવું પડે. તેથી આવા પ્રયોગમાં ધર્મી પ્રમાણ-વિકલ્પ ઉભયથી પ્રસિદ્ધ છે.
જે ધર્મી પ્રમાણસિદ્ધ કે ઉભયસિદ્ધ હોય તેવા ધર્મીમાં વાદી ગમે તે અભિપ્રેત ધર્મરૂપ સાધ્યની સિદ્ધિ કરી શકે છે. પરંતુ, જ્યાં ધર્મી વિકલ્પસિદ્ધ હોય ત્યાં અસ્તિત્વ કે નાસ્તિત્વ (સત્તા-અસત્તા) આ બેમાંથી જ એકની સિદ્ધિ થઈ શકે છે. કહ્યું પણ છે કે - વિકલ્પસિદ્ધ ધર્મીમાં સત્તા-અસત્તા જ સાધ્ય છે. (તાત્પર્ય એ છે કે વિકલ્પસિદ્ધધર્મીમાં સૌપ્રથમ તો તે વસ્તુની સત્તા જ સિદ્ધ કરવી પડે. જ્યાં સુધી વસ્તુની સત્તા જ પ્રતિષ્ઠિત થઈ ન હોય ત્યાં સુધી તેમાં અન્ય કોઈ (પરિણામિત્વ-નિત્યત્વાદિ...) ધર્મોની સિદ્ધિ થઈ ન શકે.) અને જે વિકલ્પસિદ્ધધર્મીમાં નાસ્તિત્વની સિદ્ધિ થાય તેમાં તો પછી બીજા કોઈ ધર્મો સિદ્ધ કરવાના રહેતા જ નથી.
* વિક્લ્પસિદ્ધધર્મી વિશે બૌદ્ધમતનું ખંડન
(સર્વજ્ઞને માનનારા જૈન કે નૈયાયિક જ્યારે સર્વજ્ઞની સિદ્ધિ કરવા માટે અનુમાનનો પ્રયોગ કરે “સર્વજ્ઞ ત્તિ સુનિશ્વિતાસન્મવાધપ્રમાળાત્.” અહીં ‘સર્વજ્ઞ’રૂપ પક્ષ (=ધર્મી) વિકલ્પસિદ્ધ છે અને તેમાં ‘અસ્તિત્વ’ = ‘સત્તા' સાધ્ય છે. બૌદ્ધને આ સમ્મત નથી. તેનું કહેવું કંઈક આવું છે.)
બૌદ્ધ ઃ વિકલ્પસિદ્ધ ધર્મીમાં ‘સત્તા' સાધ્ય ન બની શકે કારણ કે માત્ર સામાન્ય ‘અસ્તિત્વ’ એ જ અહીં સાધ્ય નથી કારણ કે તે તો બધા માને જ છે તેથી સામાન્ય ‘અસ્તિત્વ'ને સિદ્ધ કરવા પાછળ કોઈ પ્રયોજન જ નથી. પરંતુ અહીં તો સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરવું અભિપ્રેત છે તેથી ‘સર્વજ્ઞવૃત્તિત્વવિશિષ્ટસત્તા’ જ અહીં સાધ્ય છે. હવે આવી વિશિષ્ટ સત્તા સાથે હેતુની વ્યાપ્તિ જ મળતી નથી. “યત્ર યંત્ર સુનિશ્વિતાસમ્ભવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org