________________
પ્રમાણપરિચ્છેદ
व्याप्तिग्रहणसमयापेक्षया साध्यं धर्म एव, अन्यथा तदनुपपत्तेः, आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः प्रसिद्धो धर्मी । इत्थं च स्वार्थानुमानस्य त्रीण्यङ्गानि धर्मी
૧૨૧
ननु 'पर्वतो वह्निमान्' इत्यादौ साध्यं किं वन्यात्मको धर्मः पर्वतरूपो धर्मी, वह्निविशिष्टपर्वतो वा ? न तावदाद्यः, वन्यात्मकधर्मस्य वादिप्रतिवादिभ्यामविगानेन प्रतीतत्वेन साध्यत्वायोगात्, अत एव च न पर्वतोऽपि । किञ्च, साध्येन सहाविनाभावो हेतोरपेक्षितोऽनुमाने । न च पर्वतलक्षणधर्मिणा सह જો ‘આત્મા’ ન લઈએ તો કોઈ સંહતપર (સંઘાતરૂપ ૫૨) એવો પદાર્થ પણ સાધ્ય બની જશે અને પછી જે પર = ઃ ઉપભોક્તા સિદ્ધ થશે તે શય્યાદિની જેમ સંઘાતરૂપ જ સિદ્ધ થશે, સાંખ્યોને તો અસંઘાતરૂપ ‘પર’ની સિદ્ધિ અભિપ્રેત હતી.
સાંખ્યોને જે અર્થ ઈષ્ટ હતો તેનાથી વિરુદ્ધ અર્થ સિદ્ધ થવાથી સાંખ્યોનો હેતુ વ્યર્થ બનશે. બૌદ્ધો આ પ્રયોગમાં અનન્વયાદિ દોષો આપે છે. અન્વય એટલે વ્યાપ્તિ. વ્યાપ્તિનો અભાવ એટલે અનન્વય. “સંઘાતત્વની વ્યાપ્તિ સંહતપરાર્થત્વ સાથે છે અસંહતપરાર્થત્વ સાથે નથી. દૃષ્ટાંતરૂપ શય્યાદિમાં પણ સંહતપરાર્થત્વ અને સંઘાતત્વ વચ્ચે જ વ્યાપ્તિ છે' આમ કહીને બૌદ્ધો, સાંખ્યોના હેતુમાં વ્યાપ્તિ-અભાવરૂપ દોષ આપે છે. તદુપરાંત બૌદ્ધો, સંખ્યોના દૃષ્ટાંતમાં (શય્યાસનાદિમાં) સાધ્યવિકલતા (અસંહતપરાર્થત્વવિકલતા)નો દોષ પણ આપે છે. વળી, હેતુ દ્વારા ચક્ષુ આદિમાં અસંહતપરાર્થત્વ સિદ્ધ કરવું સાંખ્યોને અભિપ્રેત હતું અને સંહતપરાર્થત્વ સિદ્ધ થઈ જવાથી હેતુ ‘વિરુદ્ધ’ પણ કહેવાશે. આમ, બિચારા સાંખ્યોનો હેતુ વગર વાંકે કેટલો બધો દંડાઈ જાય ! માટે, વાદીની ઈચ્છાનુરૂપ સાધ્ય જ હોવું જોઈએ અને તેથી જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે સાંખ્યો ચક્ષુ આદિને પરાર્થ કહે, તો ત્યાં ‘પરાર્થ’નો અર્થ અસંહતપરાર્થ ‘આત્માર્થ' જ સમજાય છે. પછી ઉક્ત કોઈ દોષો રહેતા નથી.
શંકા. ‘સાધ્યનું ‘અનિરાકૃત' વિશેષણ વાદી-પ્રતિવાદી ઉભયની અપેક્ષાએ જાણવું. સાધ્યનું ‘અભીપ્સિત’ વિશેષણ માત્ર વાદીની અપેક્ષાએ જ જાણવું.’ આ બધું તમે જે કહ્યું તે પરાર્થાનુમાન વખતે જ ઉપયોગી બને છે. અત્યારે તો સ્વાર્થાનુમાનની વાત ચાલી રહે છે. તેમાં વચ્ચે પરાર્થાનુમાન સંબંધી વાતો અપ્રસ્તુત હોવાથી કરવી ઉચિત લાગતી નથી.
સમા. : આ વાતો પરાર્થાનુમાનોપયોગી ભલે હોય પણ પરાર્થાનુમાન પણ સ્વાર્થાનુમાનપૂર્વક હોય છે અને તેથી જ બન્ને વચ્ચે અધિક ભેદ નથી એવું જણવવા માટે સ્વાર્થાનુમાનના અધિકારમાં જ પરાર્થનુમાન સંબંધી વાત કરી છે.
* વ્યાપ્તિગ્રહાળ અને અનુમિતિકાળની અપેક્ષાએ સાધ્યનું ભિન્ન સ્વરૂપ *
‘જે અપ્રતીત-અનિરાકૃત-અભીપ્સિત હોય તે સાધ્ય' - એવું સાધ્યનું સામાન્યતયા સ્વરૂપ તો જણાવી દીધું પણ અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થશે. ‘પર્વતો વહિમાન્ ધૂમા' ઈત્યાદિ સ્થળે તમે સાધ્ય કોને કહેશો? અગ્નિને, પર્વતને કે વહ્રિવિશિષ્ટપર્વતને ? વહ્નિ અને પર્વત એ બન્ને તો વાદી-પ્રતિવાદી ઉભયને સિદ્ધ જ છે, તેથી હવે ત્રીજો વિકલ્પ જ રહ્યો. પણ વહ્નિવિશિષ્ટપર્વત અને ધૂમ વચ્ચે તો વ્યાપ્તિ જ નથી. તેથી ત્રણમાંથી એકે ય ને ‘સાધ્ય’ કહી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org