________________
૧૦૨
જૈન તર્કભાષા प्रत्यक्षपृष्ठभाविविकल्परूपत्वान्नायं प्रमाणमिति बौद्धाः; तन्त्र, प्रत्यक्षपृष्ठभाविनो विकल्पस्यापि प्रत्यक्षगृहीतमात्राध्यावसायित्वेन सर्वोपसंहारेण व्याप्तिग्राहकत्वाभावात् । तादृशस्य तस्य सामान्यविषयस्याप्यनुमानवत् प्रमाणत्वात्, अवस्तुनिर्भासेऽपि परम्परया पदार्थप्रतिबन्धेन नसम्बन्धस्य क्वचित्कदाचिदुत्पत्त्यप्रतीतेः। तर्कस्य तु सम्बन्धग्रहणनिरपेक्षैव प्रत्यक्षवदुत्पत्तिर्घटत एव । न खलु प्रत्यक्षस्याप्युत्पत्तिः करणार्थसम्बन्धग्रहणापेक्षा प्रतिपन्ना, स्वयमगृहीततत्सम्बन्धस्यापि तदुत्पत्तिप्रतीतेः | तद्वत् तर्कस्यापि स्वार्थसम्बन्धग्रहणानपेक्षस्याप्युत्पत्तिप्रतीते!त्पत्तौ सम्बन्धग्रहणापेक्षा युक्तिमतीति सर्वं चतुरस्रम् । एतदेवाह - ‘अयं च तर्कः' इत्यादिना।
निर्विकल्पस्यैव मुख्यं प्रामाण्यं स्वीकुर्वतां बौद्धानां मते विचारात्मकस्य तर्कस्य विकल्परूपत्वेन प्रामाण्यं न सम्भवतीति तेषां मतमाशङ्कते 'प्रत्यक्षपृष्ठभाविविकल्प'... इत्यादिना । विकल्प्य दूषयति પ્રત્યક્ષથી તો તેવા સંબંધનું જ્ઞાન માની શકાય નહીં કારણ કે પ્રત્યક્ષનો વિષય તો માત્ર રૂપાદિ પદાર્થો જ છે. અનુમાનથી પણ તેવા સંબંધનું જ્ઞાન માની શકાય નહીં, કારણ કે તેમ કરવા જતા તો અનવસ્થા આવશે. કારણ કે તર્ક પ્રમાણ અને તેના વિષય વચ્ચેનો સંબંધ કોઈ પ્રમાણથી જણાતો નથી માટે તર્કપ્રમાણથી વ્યાપ્તિગ્રહણ કે વાચ્ય-વાચકભાવનું ગ્રહણ માનવું ઉચિત નથી.
ઉત્તરપક્ષ: તમારી વાતનો સાર બે મુદામાં આ રીતે આવે છે કે (૧) પ્રમાણ-પ્રમેય વચ્ચે સંબંધ હોવો જોઈએ, અને (૨) તે સંબંધનું ગ્રહણ થયા પછી જ પ્રમાણ દ્વારા પ્રમેયનું ગ્રહણ થાય. આમાંથી પ્રથમ મુદો અમને માન્ય છે. તર્ક પણ પોતાના વિષય સાથે સંબદ્ધ રહીને જ પ્રવૃત્ત થાય છે. પરંતુ એ સંબંધનું જ્ઞાન કર્યા વિના જ તર્ક પોતાના વિષયને જણાવી દેવા માટે સમર્થ છે. પ્રત્યક્ષમાં પણ આવું જ થાય છે ને ! પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિ થતા પૂર્વે પ્રત્યક્ષપ્રમાણ ( તમારા મતે ઈન્દ્રિય) અને પ્રમેય (=ઘટાદિ) વચ્ચેના સંબંધનું ગ્રહણ અપેક્ષિત નથી. યોગ્યતા વિશેષના કારણે જ પ્રત્યક્ષપ્રમાણની જેમ તર્ક પ્રમાણ પણ સંબંધની પ્રતીતિ કરાવ્યા વિના અર્થપ્રતીતિ કરાવી શકે છે. આ યોગ્યતા સ્વવિષયકજ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમવિશેષસ્વરૂપ જાણવી. તાત્પર્ય એ છે કે જેમ આવી યોગ્યતા વિશેષને મન-ઈન્દ્રિય વગેરે બાહ્ય સહકારી કારણો મળતા પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ આવી યોગ્યતાવિશેષને સાધ્ય-સાધનના થયેલા ઉપલંભ અને અનુપલંભ રૂપ બાહ્ય સહકારી મળે એટલે તર્કજ્ઞાન પણ ઉત્પન્ન થાય. (ગ્રન્થકારે “સન્વન્યપ્રતીત્યન્તનિરપેક્ષ Uવ વયોવેતાસામત સવશ્વપ્રતીતિ નનયેતિ' આવું કહ્યું છે તેમાં “સંબંધ” પદનો પ્રયોગ બે વાર કર્યો છે. અહીં પ્રથમ “સંબંધ” પદથી “તર્ક અને એના વિષય વચ્ચેનો સંબંધ સમજવો અને દ્વિતીય સંબંધ” પદથી વ્યાપ્ય-વ્યાપકભાવરૂપ કે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ’ સમજવો. એટલે સંપૂર્ણ વાક્યર્થ આવો થશે કે ““પોતાના વિષય સાથેના પોતાના સંબંધની પ્રતીતિ કરાવ્યા વિના જ તર્ક યોગ્યતાવિશેષના બળથી પોતાના વિષયને (વ્યાખ્યાદિરૂપ સંબંધને) જણાવી દે છે.')
- સવિલ્પક જ્ઞાન પણ પ્રમાણ (બૌદ્ધમત ખંડન) ૪ પૂર્વપક્ષ : તર્કને પ્રમાણ ન મનાય કારણ કે તે તો પ્રત્યક્ષજ્ઞાન પછી થનારા વિકલ્પરૂપ છે અને જે વિકલ્પરૂપ હોય તેને પ્રમાણ ન કહેવાય. અમે તો નિર્વિકલ્પરૂપ જ્ઞાનને જ પ્રમાણ માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org