________________
પ્રમાણપરિચ્છેદ
૧૦૧
त्सम्बन्धप्रतीतिं जनयतीति नानवस्था । योग्यताविशेषः पुनः प्रत्यक्षस्येव स्वविषयज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेष एव तर्कस्यापि प्रतिपत्तव्यः । यथा च प्रत्यक्षस्योत्पत्तौ मनोऽक्षादयो योग्यतायाः सहकारिणो बहिरङ्गास्तथा तर्कस्यापि समुद्भूतावुपलम्भानुपलम्भावनुमन्येते, तदन्वयव्यतिरेकानुविधायित्वात्तस्य । यच्च तत एवानुमानमप्यप्रतिपन्नसम्बन्धमेव स्वगोचरमवभासयत्वित्युक्तम्, तत्र साध्यसाधनसम्बन्धग्रहणनिरपेक्षानुमानस्योत्पत्तिरेव न सम्भवति । अनवबुद्धसाध्यसाधવૃદ્ધના શબ્દોથી થયું છે' આ રીતે “પ્રયોજ્યવૃદ્ધના જ્ઞાનની જનકતા પ્રયોજકવૃદ્ધના શબ્દોમાં છે એટલું પેલાએ જાણી લીધું. પરંતુ આમાં ક્યા શબ્દનો શું અર્થ થાય ? તે વિશે તેને ત્યારે તો કંઈ સમજણ ન પડી. પછી કાલાંતરે જ ના' = “ગાયને લઈ જા” આવું સાંભળ્યું અને પ્રયોવૃદ્ધને ગાય લઈ જતા જોયો એટલે પેલો બાલ વિચારશે કે ““ગાય શબ્દ તો પૂર્વે પણ બોલાયેલો અને અત્યારે પણ બોલાયો. વળી, ગાય સંબંધી ક્રિયા પણ બન્ને વખત થતી જોઈ છે તેથી જો પદનો વાચ્યાર્થ આ (ગાય) પદાર્થ છે.” વળી પાછું ક્યારેક “ઘટે નય’ = “ઘડો લાવ' એવું સાંભળે અને પ્રયોવૃદ્ધને ઘડો લાવતા જુએ ત્યારે આ જ રીતે ‘સાનપદ વિશે પૂર્વાપર અનુસન્ધાન થશે અને “લાના' પદનો અર્થ સમજી લેશે કે ““ગાય પદની સાથે આનય પદ ઉચ્ચાર્યું ત્યારે ગાયને લાવવાની ક્રિયા કરાઈ હતી અને ઘટ પદની સાથે આનય પદનો પ્રયોગ કરાતા ઘડો લાવવાની ક્રિયા કરાઈ તેથી લાવવાની ક્રિયા બન્ને વખતે કરાઈ હોવાથી “આનય પદ લાવવાની ક્રિયાને જણાવનાર છે.” આ રીતે આવાપઉદ્ધાપ (= ગ્રહણ-ત્યાગ) દ્વારા પેલા બાળકને જે ખ્યાલ આવ્યો કે “આવા પ્રકારનો શબ્દ આવા પ્રકારના પદાર્થનો વાચક છે' તે ખ્યાલ સકલવિક્ષિતવાચ્યવાચકો વિશે થાય છે માટે તે તર્કથી જ જણાયેલો માનવો પડે કારણ કે સકલવિવક્ષિત વાચ્યવાચકોનું ત્યારે પ્રત્યક્ષ થયેલું હોતું નથી પરંતુ સ્મરણ થાય છે. પછી આ એવા જ પ્રકારના વાચ્ય-વાચક છે (કે જેનું પૂર્વે પ્રત્યક્ષ થયેલું) આવું સંકલનાત્મક પ્રત્યભિજ્ઞાન થાય છે અને આવા પ્રત્યભિજ્ઞાનથી સકલવિક્ષિતવાચ્યવાચકો વિશે તર્ક પ્રવર્તે છે અને ફલત: વ્યાપ્ય-વ્યાપકભાવનું ગ્રહણ થાય છે. આ રીતે વ્યાપ્ય-વ્યાપકભાવની જેમ વાચ્ય-વાચકભાવનું ગ્રહણ પણ તર્કથી થાય છે એ વાત સિદ્ધ થાય છે.
* સમ્બન્ધગ્રહણ વગર તર્ક પ્રવર્તી શકે કે પૂર્વપક્ષ: સારૂં. ભલે વ્યાપ્ય-વ્યાપકભાવ કે વાચ્ય-વાચકભાવનો નિર્ણય તમે તર્કપ્રમાણથી માનો. પરંતુ એક વાત વિચારવી પડશે કે તમારું તર્ક પ્રમાણ જેને પ્રકાશિત કરે એવા વ્યાપ્તિ કે વાચ્યવાચકભાવાદિ સાથે તેનો કોઈ સંબંધ તો હોવો જોઈએ ને ? તર્ક પ્રમાણને વ્યાપ્તિ આદિ સાથે કોઈ સંબંધ જ નથી. અને જો વગર સંબંધે અર્થગ્રહણ કરાવવાનું અપ્રતીમ સામર્થ્ય તમારા તર્ક પાસે હોય તો પછી વગર સંબંધે જ રૂપ-રસ-ગન્ધાદિનું જ્ઞાન પણ તર્કથી જ કેમ ન થાય? માટે સો વાતની એક વાત છે કે પોતાના વિષય સાથે તર્કનો કોઈક સંબંધ તો માનવો જ પડશે. તર્ક અને તેના વિષય (= પ્રમાણ-પ્રમેય). વચ્ચેના સંબંધનું જ્ઞાન થયા પછી જ તર્ક દ્વારા વ્યાખ્યાદિરૂપ તેના વિષયનું જ્ઞાન થઈ શકે. તો હવે તમે એ કહો કે તર્ક અને તેના વિષય સ્વરૂપ વ્યાયાદિ વચ્ચે રહેલા સંબંધનું જ્ઞાન તમે ક્યા પ્રમાણથી કરો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org