________________
પ્રમાણપરિચ્છેદ
૧૦૫
यत्तु 'व्याप्यस्याहार्यारोपेण व्यापकस्याहार्यप्रसञ्जनं तर्कः । स च विशेषदर्शनवद् विरोधिशङ्काकालीनप्रमाणमात्रसहकारी, विरोधिशङ्कानिवर्तकत्वेन तदनुकूल एव वा । न चायं
तर्कस्य न स्वतः प्रामाण्यं किन्तु प्रमाणसहकारितया प्रमाणानुकूलतया वा प्रमाणानुग्राहकत्वमेवेति नैयायिकमतमुपन्यस्यति ‘यत्तु' इत्यादिना । बाधनिश्चयकालीनेच्छाजन्यं प्रत्यक्षं ज्ञानमाहार्यज्ञानमुच्यते । पर्वते धूमं स्वीकृत्य 'अस्तु धूमो, माऽस्तु वह्निः को दोषः' इति सन्तमपि वलिमाशङ्कमानं प्रति ‘यदि वह्निर्न स्यात्तर्हि अत्र धूमोऽपि न स्यादिति यदनिष्टापादनम् तद् व्याप्यस्य आहार्यारोपेण व्यापकस्य आहार्यप्रसञ्जनरूपम्, तत्र वढ्यभावस्य व्याप्यत्वात्, धूमाभावस्य च व्यापकत्वात्, धूमाभावाभावरूपधूमवत्तया निर्णीते पर्वते वक़्यभावरूपव्याप्यारोपेण धूमाभावरूपव्यापकापादनस्य आहार्यज्ञानरूपत्वं सुस्पष्टमेव ।
* તર્ક પ્રમાણસહકરી છે - મૈયાયિક મત , બૌદ્ધનું ખંડન થયું ત્યાં પછા નૈયાયિકો હવે ઊભા થાય છે કે, તર્ક સ્વતંત્ર પ્રમાણ નથી, માત્ર પ્રમાણ સહકારી છે. તેથી હવે ગ્રન્થકાર તેનો મત દર્શાવી ખંડન કરશે.
નૈયાયિકો તર્કનું સ્વરૂપ જુદા પ્રકારનું માને છે. તેઓ તર્કને સ્વતંત્ર પ્રમાણ માનતા નથી. કિન્તુ પ્રમાણને સહકારી હોવાથી પ્રમાણોપકારક (સહાયક) માને છે. તેઓની માન્યતા કંઈક આવી છે.
વસ્તુની અવિદ્યમાનતાનો (બાધનો) નિશ્ચય હોવા છતાં પણ ઈચ્છાજન્ય જે જ્ઞાન કરાય તેને આહાર્યજ્ઞાન કહેવાય છે. પર્વત ઉપર ધૂમ દેખાવા છતાં કોઈ વ્યભિચારની શંકા કરતા એમ કહે કે વસ્તુ ધૂમ:, ચ િવનિ, હો તોપઃ ?” ધૂમ ભલે હોય, પણ અગ્નિ ન હોય તેમાં શું વાંધો? તો આવી શંકા સામે એમ કહેવાય કે “ઢિ વનિર્ન થાત તર્દિ સત્ર ધૂમોડપિ ન ચાત્' અર્થાત્, જો અગ્નિ ન હોય તો અહીં ધૂમ પણ ન હોય' એટલે કે “જો અહીં અગ્નિનો અભાવ હોય તો અહીં ધૂમનો પણ અભાવ જ હોય.” હવે વાસ્તવમાં અહીં ધૂમાભાવ નથી કારણ કે ધૂમનું તો પ્રત્યક્ષ થયેલું જ છે, તેથી આ તર્ક વહ્નયભાવની શંકાને દૂર કરી આપે છે. આ રીતે પ્રમાણ પર ઉપકારક બનવાથી તર્કને પ્રમાણસહકારી કહેવાય પણ સ્વતન્નપણે પ્રમાણ ન કહેવાય.
જેમ કે - “આ સ્થાણું છે કે પુરુષ છે ?' એવો સંશય કો'કને પડ્યો છે પણ નિર્ણય થઈ શકતો નથી કે પેલું શું છે? કારણ કે સામે રહેલી વસ્તુમાં ઊંચાઈ વગેરે સામાન્ય ધર્મોનું દર્શન જ થાય ત્યાં સુધી આ સંશય ઊભો રહેવાનો. પણ ત્યાં હાથ-પગ, હલન-ચલનાદિનું દર્શન થયું. હાથપગ, હલન-ચલનાદિ વિશેષધર્મો પુરુષત્વના વ્યાપ્ય ધર્મો છે. (અર્થાત, પુરુષત્વ વ્યાપક છે અને હાથ-પગ, હલન-ચલનાદિ વિશેષધર્મો વ્યાપ્ય છે.) તેથી આવું વિશેષદર્શન થતા જ પેલો સંશય દૂર થઈ જશે અને “આ પુરુષ છે' એવો નિશ્ચય થઈ જશે. હવે અહીં જે વિશેષદર્શન થયું તેનાથી આ નિશ્ચય થયો નથી. આ નિશ્ચય તો ચક્ષુથી (ઈન્દ્રિયરૂપ પ્રત્યક્ષપ્રમાણથી) જ થાય છે પરંતુ ચક્ષુઈન્દ્રિયને ઉક્ત નિર્ણય (= પુરુષનિર્ણય) કરવામાં અટકાવનાર પેલી વિરોધી શંકા (= સ્થાણુની શંકા) હતી. આ વિશેષદર્શનનો સહકાર મળતા જ વિરોધીશંકાકાલીન એવું પણ પ્રમાણ (= ઇન્દ્રિય) ઉક્ત નિર્ણય કરી શકે છે. આમ વિરોધી શંકાકાળે પ્રમાણને સહકારી બનવા રૂપે અથવા તો પછી વિરોધીશંકાને દૂર કરવારૂપે તર્ક એ પ્રમાણને, વસ્તુ નિર્ણય કરવામાં સહાયક બને છે. યાદ રહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org