________________
પ્રમાણપરિચ્છેદ
प्रत्यभिज्ञानोपजनितस्तर्क एव तत्प्रतीतिमाधातुमलम् ।
तद्गताव्यभिचारो हि न तद्विषयः । वर्तमानसन्निकृष्टसाध्यसाधनादिगोचराव्यभिचारोऽपि यदि प्रत्यक्षाविषयः, सुतरां तर्हि निखिलदेशकालवर्तिसाध्यसाधनादिगोचराव्यभिचारः । कथं तर्हि तादृशाव्यभिचारग्रह इत्याशङ्कायामाह ‘साध्यसाधनदर्शनस्मरण'... इत्यादि । अयम्भावः पूर्वं तावत् साध्यसाधनदर्शनं प्रमाणेन उपलम्भः, उपलक्षणेन तयोरनुपलम्भोऽपि गृह्यते, पुनरपि तयोर्दर्शने सञ्जाते प्राग्दृष्टयोस्तयोः स्मरणं, ततश्च प्रत्यभिज्ञानं 'प्राग्दृष्टसाध्यसाधनसदृश इम' इत्याकारकं ततश्चेदमस्मिन् सत्येव भवति, असति वा न भवतीत्याकारस्तर्कः प्रभवति । क्वचित् क्षयोपशमविशेषवशात् सकृत्साध्यसाधनोपलम्भानुपलम्भाभ्यामनन्तरमेव तर्कः समुत्पद्यत इति साध्यसाधनदर्शनस्य क्वचिदानन्तर्येण तर्कं प्रति कारणत्वमवसेयं क्वचिच्च तत्स्मरणप्रत्यभिज्ञानसम्भवात् पारम्पर्येणेति विशेषः ।
Jain Education International
"
જ ઘટપદાર્થનો વાચક છે, (પણ ‘પટ’ આદિ શબ્દ ઘટના વાચક નથી) ‘ઘટ’ પદાર્થ જ ‘ઘટ’પદથી વાચ્ય છે, (પટાદિ પદાર્થો ‘ઘટ’પદથી વાચ્ય નથી) ઇત્યાદિ. સાધ્ય-સાધન વચ્ચેની, વાચ્ય-વાચક વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ પણ તર્ક પ્રમાણથી જ થાય છે. તે આ રીતે-સ્વરૂપથી જ અવ્યભિચાર હોવો તેને વ્યાપ્તિ કહેવાય છે. વ્યાપ્તિ બે પ્રકારની મળે. સોપાધિક અને નિરુપાધિક. વહ્નિમાં રહેલી ધૂમની વ્યાપ્તિ સોપાધિક છે. આર્ટ્રેન્થનસંયોગ એ ત્યાં ઉપાધિ છે. આવી વ્યાપ્તિ અનુમિતિના કરણ તરીકે ઈષ્ટ નથી પણ જયાં નિરુપાધિક વ્યાપ્તિ હોય તે જ અનુમિતિના કરણ તરીકે ઈષ્ટ છે. ધૂમમાં વહ્નિની વ્યાપ્તિ નિરુપાધિક છે. આવી વ્યાપ્તિ જ પકડાય અને સોપાધિક વ્યાપ્તિનો વ્યવચ્છેદ થઈ જાય તે માટે ‘સ્વપ્રયુક્ત અવ્યભિચારસ્વરૂપ વ્યાપ્તિ' આવું કહ્યું છે. સોપાધિક વ્યાપ્તિમાં સાધ્ય-સાધન વચ્ચે સ્વરૂપથી જ અવ્યભિચાર હોતો નથી તેથી તેનો વ્યવચ્છેદ થઈ જાય છે.) વારંવાર ધૂમ વહ્નિને જોયા હોય અને બન્ને વચ્ચે અન્વય-વ્યતિરેક (અવ્યભિચાર)નું પણ ગ્રહણ કર્યું હોય તો પણ અવ્યભિચાર એ તો પ્રત્યક્ષનો વિષય જ ન હોવાથી તેને વિશે પ્રત્યક્ષ પ્રવર્તતું નથી. અર્થાત્, પ્રત્યક્ષ પ્રમાણ માત્ર વર્તમાન અને ઈન્દ્રિય સંનિષ્ટ પદાર્થોનું ગ્રાહક છે. પ્રત્યક્ષથી વર્તમાન સાધ્ય-સાધન દેખી શકાય તો ય તે બે વચ્ચે અવ્યભિચાર (વ્યાપ્તિ) હશે કે કેમ એ તો શંકાસ્પદ જ રહેવાનું, કારણ કે અવ્યભિચાર એ પ્રત્યક્ષનો વિષય જ નથી. વર્તમાન સંત્રિકૃષ્ટગ્રાહી હોવાથી પ્રત્યક્ષપ્રમાણ અસમર્થ હોય તો પછી ત્રૈકાલિક સાધ્ય-સાધન વચ્ચેના અવ્યભિચારનું ગ્રહણ કરવામાં તો તે સુતરાં અસમર્થ જ હોય. તેથી તર્ક જ સાધ્ય-સાધન વચ્ચેના અવ્યભિચારની પ્રતીતિ કરાવવામાં સમર્થ છે. તે તર્ક આ રીતે ઉત્પન્ન થાય છે. પૂર્વે સાધ્ય-સાધનનું જેને સહચારીરૂપે દર્શન થયેલું તેવી વ્યક્તિને વર્તમાનમાં સાધ્ય-સાધનના સહચારનું દર્શન થાય છે, તેને જોતા જ પૂર્વદષ્ટ સાધ્ય-સાધનનું તેને સ્મરણ થાય છે, પછી સ્મૃત સાધ્ય-સાધનના સાજાત્યનું દૃશ્યમાન સાધ્ય-સાધનમાં જ્ઞાન (=પ્રત્યભિજ્ઞાન) થાય છે કે ‘પેલા ધૂમ-વતિને સજાતીય જ આ ધૂમ-વહ્નિ છે.’ (પાછું અયોગોલકાદિ સ્થળે માત્ર વહ્નિ જ દેખાય પણ ‘જ્યાં ધૂમ હોય ત્યાં તો બધે વહ્નિ હોય જ’ એવું મહાનસાદિમાં જુએ) તેથી દષ્ટાને એકવાત નિશ્ચિતપણે જણાય છે કે ‘ધૂમ હોય ત્યાં વહ્નિ હોય જ.’ બસ, આવો ત્રૈકાલિક અને સર્વક્ષેત્રીય નિયમ જે જણાય તે જ તર્ક કહેવાય છે. આ રીતે સાધ્ય-સાધનના દર્શન-સ્મરણ-પ્રત્યભિજ્ઞાનથી ઉત્પન્ન થતો તર્ક સાધ્ય-સાધન વચ્ચેના સાર્વત્રિક અવ્યભિચારરૂપ વ્યાપ્તિનું ગ્રહણ કરવામાં સમર્થ છે.
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org