________________
જૈન તર્કભાષા
अथ स्वव्यापकसाध्यसामानाधिकरण्यलक्षणाया व्याप्तेर्योग्यत्वाद् भूयोदर्शनव्यभिचारादर्शनसहकृतेनेन्द्रियेण व्याप्तिग्रहोऽस्तु, सकलसाध्यसाधनव्यक्त्युपसंहारस्यापि सामान्यलक्षण
नैयायिकः शङ्कते ‘अथ' इत्यादिना । अयम्भाव:- अव्यभिचारलक्षणा व्याप्तिरयोग्यत्वात् मा भूत् प्रत्यक्षस्य विषयः, किन्तु सामानाधिकरण्यरूपाया व्याप्तेस्तु योग्यत्वात् प्रत्यक्षविषयत्वं सुशक्यमेव । सामानाधिकरण्यस्य व्यक्तिविश्रान्ततया तत्तद्व्यक्तियोग्यत्वे प्रत्यक्षयोग्यत्वमेवेति तत्तद्व्यक्तिग्रहे तत्सामानाधिकरण्यस्यापि सुग्रहत्वम् । न चैवमपि केवलं वर्तमानसन्निकृष्टसाध्यसाधनसामानाधिकरण्यग्रहणं, देशान्तरीयकालान्तरीयसाध्यसाधनोपसंहारेण सामानाधिकरण्यग्रहणासम्भवेन न व्याप्तेर्ग्रहणमिति वाच्यम्, सकलसाध्यसाधनोपसंहारेण सामानाधिकरण्यज्ञानस्य लौकिकसन्निकर्षजन्यत्वासम्भवेऽपि सामान्यलक्षणाऽलौकिकसन्निकर्षद्वारा सुसम्भवात् न तादृशव्याप्तिज्ञानार्थं प्रमाणान्तरकल्पनमुचितमिति पूर्वपक्षाभिप्रायः ।
निराकरोति ‘ने’त्यादिना न्यायमतेऽपि सामान्यलक्षणाप्रत्यासत्तिस्वीकारे नैकमत्यम्। तस्याः चिन्तामणिकृता सामान्यलक्षणाग्रन्थे समर्थितायाः दीधितिकृता तत्रैव निष्प्रयोजनत्वोपपादनेन निरस्तत्वात् । किञ्च, प्रमाणाभावोऽपि सामान्यलक्षणाप्रत्यासत्तिस्वीकारेऽस्तीति सामान्यलक्षणाप्रत्यासत्तिं प्रत्यासक्तिरनुचितैव । तुष्यतु दुर्जनन्यायेन तादृशालौकिकसम्बन्धाभ्युपगमेऽपि तर्क विना न सार्वत्रिकव्याप्तिग्रहः । तथाहिज्ञायमानसामान्यं सामान्यज्ञानं वा सामान्यलक्षणाप्रत्यासत्तिः । तथा च सामान्यमपि सकलव्यक्त्युपस्थापकं
૯૬
* સલવ્યક્તિનું ઉપસ્થાપન તર્ક વિના અશક્ય (નૈયાયિક્મત ખંડન) *
પૂર્વપક્ષ ઃ અવ્યભિચારસ્વરૂપ વ્યાપ્તિનું ગ્રહણ પ્રત્યક્ષપ્રમાણથી થઈ ન શકે એ તમારી વાત કબૂલ રાખીયે છીએ કારણ કે તે સંનિકૃષ્ટગ્રાહી એવા પ્રત્યક્ષના વિષયક્ષેત્રની બહારનો પદાર્થ છે પરંતુ તેમ છતાં પણ સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિનું ગ્રહણ પ્રત્યક્ષથી શક્ય છે. તાત્પર્ય એ છે કે હેતુમાં રહેલું વ્યાપક (સાધ્ય) નું સામાનાધિકરણ્ય એ જ વ્યાપ્તિ છે અને સામાનાધિકરણ્ય તો તે તે હેતુમાં રહેલો પદાર્થ હોવાથી તે તે હેતુની યોગ્યતા હોવાના કારણે તે તે હેતુમાં રહેલાં સામાનાધિકરણ્યનું પણ પ્રત્યક્ષ થઈ શકે છે.
પ્રશ્ન : તે તે યોગ્યતા હોવાના કારણે તે તે હેતુમાં રહેલાં સામાનાધિકરણ્યનું પ્રત્યક્ષ તમે ભલે કરી શકો. પરંતુ ત્રણે કાળના સર્વ હેતુઓમાં તાદશ સામાનાધિકરણ્યનું ગ્રહણ શી રીતે કરી શકશો ? કારણ કે કાલાંતરીય અને ક્ષેત્રાંતરીય હેતુવ્યક્તિઓ તો પ્રત્યક્ષથી ગ્રાહ્ય બનવાના જ નથી અને તેથી તેમાં રહેલું તાદેશ સામાનાધિકરણ્ય પણ ગ્રાહ્ય બનશે નહીં. તેથી સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિનું ગ્રહણ પણ પ્રત્યક્ષથી શી રીતે સંભવે ?
ઉત્તર ઃ દરેક હેતુવ્યક્તિઓમાં સામાનાધિકરણ્યનું ગ્રહણ લૌકિકસંનિકર્ષથી (= ઈન્દ્રિયસંનિકષથી) શક્ય ન હોવા છતાં પણ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિથી = અલૌકિક સંનિકર્ષથી તેનું ગ્રહણ શક્ય છે. ઈન્દ્રિયસંબદ્ધ જે ધૂમ હોય, તન્નિષ્ઠ ધૂમત્વ પોતે જ સંબંધનું કામ કરીને ધૂમત્વવત્ત્વન દરેક ધૂમની ઉપસ્થિતિ કરાવી આપે છે. (તાત્પર્ય : ઈન્દ્રિય સાથે વિષયનો સંનિકર્ષ થયા પછી જ ઈન્દ્રિય દ્વારા વિષયનું જ્ઞાન થઈ શકે. ઈન્દ્રિયનો વિષય સાથે સંનિકર્ષ બે રીતે થાય છે. એક તો લૌકિક સંનિકર્ષ (= સંયોગાદિ), અને બીજો અલૌકિક સંનિકર્ષ. લૌકિકસંનિકર્ષથી તો વર્તમાનકાલીન પુરોવર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org